Devbhoomi Dwarka : ઓખા નગરપાલિકાની બાંધકામ શાખામાં ભ્રષ્ટાચાર, હોટેલ બાંધકામના રેકોર્ડ ગાયબ

Devbhoomi Dwarka : ગુજરાતની સૌથી મોટી નગરપાલિકાઓમાંની એક ઓખા નગરપાલિકા પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. ઓખાના સ્થાનિક અખબરમાં ઓખા દર્પણમાં જણાવ્યા મુજબ ઓખા નગર પાલિકાની બાંધકામ શાખાના અધિકારીઓના એક જવાબથી આ નગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. તા. 16-09-2025ના રોજ એક જાગૃત નાગરિકે માહિતી અધિકાર હેઠળ આરંભડા હાઈવે પર આવેલી હોટેલ દ્વારકેશના બાંધકામની મંજૂરીની નકલ અને સર્વે નં. 413 પૈકીના રહેણાંક હેતુ માટે બિન-ખેતીની જમીન પર હોટેલની મંજૂરી કેવી રીતે મળી તેની વિગતો માંગી હતી. તેના જવાબમાં નગરપાલિકાના અધિકારીએ જણાવ્યું કે, “આ માહિતી અમારા રેકોર્ડમાં ઉપલબ્ધ નથી.” આવા જવાબો નગરપાલિકાની બાંધકામ શાખાની નિયમિત પ્રથા બની ગયા હોય તેમ લાગે છે.

ઓખા નગરપાલિકાની બાંધકામ શાખામાં ભ્રષ્ટાચાર

ઓખા નગરપાલિકામાં ભ્રષ્ટાચારનું સંચાલન માત્ર 4-5 વ્યક્તિઓના હાથમાં કેન્દ્રિત છે. બાંધકામ શાખા ખાસ કરીને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની છે, જ્યાં નિયમોનું ઉલ્લંઘન અને ગેરકાયદેસર બાંધકામોને ખુલ્લું પ્રોત્સાહન આપવામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી સત્તારૂઢ ભાજપના શાસનમાં આ ચોંકાવનારી પરિસ્થિતિ ચાલી રહી છે, જેમાં 80% નિર્ણયો લાંચ અને ભલામણના આધારે લેવાતા હોવાના આક્ષેપો છે.

મૂળભૂત સુવિધાઓ માટે નાગરિકોને વારંવાર કરવી પડે છે રજૂઆતો

નગરપાલિકાની સેવાઓ પણ નામની જ છે. રસ્તા, પાણી, વીજળી અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ માટે નાગરિકોને વારંવાર રજૂઆતો કરવી પડે છે, પરંતુ ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ પર કોઈ અંકુશ નથી. ઘણા ચૂંટાયેલા સભ્યો ફક્ત કોન્ટ્રાક્ટના કામો મેળવવા માટે ચૂંટણી લડે છે, જેના કારણે પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ થતું નથી. સફાઈની સ્થિતિ પણ દયનીય છે, જે મોટાભાગે ચૂંટાયેલા સભ્યોના વિસ્તારો પૂરતી મર્યાદિત રહે છે.આગામી ચૂંટણીની તૈયારીઓ વચ્ચે નગરપાલિકાના કર્મચારીઓ પણ ઉપરી અધિકારીઓના દબાણ હેઠળ પ્રચારમાં જોડાતા હોવાનું દેખાય છે.

 હવે નાગરિકો કોર્ટનો સહારો લેવાની તૈયારીમાં

આરંભડાથી સુરજકરાડી જતા રસ્તાઓ પર ગેરકાયદેસર હોટેલોના બાંધકામો બેફામ ચાલી રહ્યા છે, પરંતુ તેને રોકવા વાળું કોઈ નથી. આ બાબતે રાજકોટના કમિશનર સુધી ફરિયાદો પહોંચી છે, પરંતુ ત્યાંથી પણ સમાધાનનો જવાબ મળે છે. આ સ્થિતિ સામે હવે નાગરિકો કોર્ટનો સહારો લેવાની તૈયારી કરી રહ્યા છે. આગામી દિવસોમાં સત્ય બહાર આવે તેવી આશા છે.

આ પણ વાંચો:

Gujarat Weather Forecast: ગુજરાતમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા સલાહ

Barabanki Stampede: યુપીમાં મંદિર પરિસરમાં વીજકરંટ ફેલાતા ભાગદોડ, 2 ના મોત, 29 ઘાયલ

Sehore Ganesh Mandir: મંદિરની અંદર ખુલ્લેઆમ ગુંડાગીરી, હથિયાર સાથે ઘૂસેલા શખ્સે પૂજારીને આપી ધમકી

 Bihar: સરકારની બેદરકારીનો ઉત્તમ નમૂનો, 1200 કરોડના નિર્માણાધીન પુલનો ભાગ ધરાશાયી, શ્રમિકો દટાયાની આશંકા

Related Posts

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 3 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 4 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 12 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 9 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 17 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 9 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!