Dhanteras 2025:  આજે ધનતેરસના દિવસે આ ખાસ ઉપાય કરવાથી શનિની પનોતીમાંથી મળશે છુટકારો,ફટાફટ આટલું કરો

  • India
  • October 18, 2025
  • 0 Comments

Dhanteras 2025:  આજે ધન તેરસનું પર્વ પણ છે અને આજે યોગાનુયોગ ભગવાન શનિનો શનિવાર પણ છે,ભગવાન શનિ ન્યાયના દેવતા માનવામાં આવે છે,હાલમાં પાંચ રાશિઓ ઉપર શનિની પનોતીનો પ્રભાવ ચાલુ છે. જેઓ નાણાકીય, શારીરિક અને માનસિક મુશ્કેલીઓનો જીવનમાં સામનો કરી રહયા છે તેમના કામમાં અવરોધો આવી રહયા છે, પૈસા મળતા નથી અને અકસ્માતો અને બીમારીની શક્યતાઓ રહે છે. જીવનમાં પડકારોનો સામનો કરવો પડે છે. એકંદરે સાડા સાતી પનોતી જીવનમાં ઉથલપાથલ લાવે છે.

આપને જણાવી દઈએ કે હાલમાં, શનિ મીન રાશિમાં વક્રી છે અને આજે ધનતેરસ 18 ઓક્ટોબર, શનિવારના રોજ છે.આવી સ્થિતિમાં, શનિના દુ:ખોથી મુક્તિ મેળવવાનો આ એક સુવર્ણ અવસર માનવામાં આવી રહ્યો છે.

હાલમાં કુંભ, મીન અને મેષ રાશિના જાતકો પર શનિની સાડાસાતી અને સિંહ અને ધન રાશિના જાતકો પણ શનિની ઢૈય્યા ચાલી રહી છે. આ જાતકોએ શનિના પ્રકોપથી રાહત મેળવવા માટે આજે તા. 18 ઑક્ટોબરે ધનતેરસના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ જેનાથી ઢૈય્યા અને સાડાસાતીના નકારાત્મક પ્રભાવો ઓછા થઈ શકે છે.

આજે ધનતેરસના દિવસે આવા જાતકોએ ભગવાન શનિ મંદિરમાં જઈ દર્શન કરી સરસવના તેલનો દીવો પ્રગટાવો.પીપળાના ઝાડ નીચે પણ દીવો પ્રગટાવી શકાય તેનાથી શનિના નકારાત્મક પ્રભાવો દૂર થાય છે. કામ થવા લાગે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.

આ સિવાય અસહાય, ગરીબની શક્ય મદદ અને સેવા ઉપરાંત મૂંગા પશુ-પક્ષી-પ્રાણીઓને ભોજન-પાણી-દાણા આપો અને તેમની સેવા કરો. ગાય, કાગડા અને કૂતરાઓને રોટલી ખવડાવો. ગરીબને ભોજન કરાવો. અસહાય લોકોની મદદ કરવાથી પણ ભગવાન શનિની કૃપા થાય છે.

ધનતેરસના આજના દિવસે પ્રદોષ કાળમાં સૂર્યાસ્ત બાદ શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ તેનાથી શનિના નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
આજના દિવસે પનોતી ધરાવતા જાતકોએ સરસવનું તેલ, તલ, લોખંડ, અડદ દાળ વગેરેનું દાન કરવાથી પણ શનિ દેવની કૃપા બની રહે છે અને જીવનમાં આવતા કષ્ટ ઓછા થાય છે અને અવરોધ આવતા નથી.

આ પણ વાંચો:

Transgenders Consume Phenyl in Indore: ઈન્દોરમાં 22 કિન્નરોએ એકસાથે ફિનાઇલ પીધું, ઘટના પાછળનું શું છે સાચું કારણ?

Gujarat Cabinet Reshuffle: ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ, સમય અને સ્થળ થયું નક્કી, આ નવા ચહેરાઓની એન્ટ્રી લગભગ ફાઈનલ

Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ

Afghanistan Pakistan Conflict: પેન્ટ લેવા પણ ના રહ્યા પાકિસ્તાની સૈનિકો, તાલિબાનીઓએ ચોકીઓ પર કરી લીધો કબજો

Related Posts

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ
  • August 11, 2026

RSS Yashwant Shinde: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પૂર્વ પ્રચારક યશવંત સહદેવ શિંદેએ કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયંક ખડગે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ…

Continue reading
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ
  • August 10, 2026

Tamil Nadu Delimitation: લોકસભાની બેઠકોના સંભવિત પરિસીમન (Delimitation) મુદ્દે દેશની રાજનીતિમાં ફરી ચર્ચા તેજ બની છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 4 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 4 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 7 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 5 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • August 10, 2026
  • 7 views
Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

  • August 10, 2026
  • 7 views
Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?