Donald Trump: ટ્રમ્પની નવી જોહુકમી! ઈરાન સાથે સમજૂતી કરવી હોય તો પાકિસ્તાન-સાઉદી સહિત ૬ મુસ્લિમ દેશોએ ઇઝરાયેલની ગુલામી સ્વીકારવી પડશે

  • World
  • May 26, 2026
  • 0 Comments

Donald Trump: પશ્ચિમ એશિયામાં પોતાની પકડ મજબૂત કરવા માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફરી એકવાર વૈશ્વિક રાજનીતિમાં ખળભળાટ મચાવતી શરત મૂકી દીધી છે. ઈરાન સાથે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોની વચ્ચે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથે કોઈ પણ સમજૂતી થતાં પહેલાં છ મોટા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોએ ઇઝરાયેલ સાથે ‘અબ્રાહમ સમજૂતી’ (Abraham Accords) માં સામેલ થવું જ પડશે. પેલેસ્ટાઇનના મુદ્દા અને ત્યાના નાગરિકોના કાયમી માનવતાવાદી ઉકેલ વિના જ ઇઝરાયેલને બળપૂર્વક રાજદ્વારી માન્યતા અપાવવા માટે અમેરિકા સુપરપાવર હોવાનો દાવો કરીને આ દબાણ લાવી રહ્યું છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ધમકીભર્યા સૂરમાં લખ્યું કે, ઈરાન સાથે કાં તો સુપરપાવર અમેરિકાની શરતો પર બહુ મોટી સમજૂતી થશે, નહિતર કોઈ સમજૂતી નહીં થાય અને જો વાત બગડશે તો ‘મોટી અને મજબૂત લડાઈ’ માટે દુનિયા તૈયાર રહે.

સાઉદી અને પાકિસ્તાન સહિત ૬ દેશોને અલ્ટીમેટમ

ટ્રમ્પે આ વખતે સીધેસીધું સાઉદી અરેબિયા, કતાર, પાકિસ્તાન, તુર્કી, ઇજિપ્ત અને જોર્ડનનું નામ લઈને તેમને અબ્રાહમ સમજૂતી પર હસ્તાક્ષર કરવા આદેશાત્મક લહેજામાં કહ્યું છે. ટ્રમ્પની જીદ છે કે સાઉદી અરેબિયા અને કતારથી આ ગુલામી જેવી પ્રક્રિયાની શરૂઆત થવી જોઈએ અને બાકીના દેશોએ લાઈનમાં આવી જવું જોઈએ. ટ્રમ્પના મતે અમેરિકાએ આ વિસ્તારમાં ખૂબ જટિલ મહેનત કરી છે, તેથી આ દેશોનું ઇઝરાયેલ સમક્ષ ઝૂકવું અનિવાર્ય છે. જે દેશ આ સમજૂતીનો સ્વીકાર નહીં કરે, તેને અમેરિકા ‘ખરાબ ઈરાદા’ વાળો દેશ ગણશે અને ઈરાનવાળી શાંતિ સમજૂતીની પ્રક્રિયામાંથી પણ બહાર ધકેલી દેશે. ટ્રમ્પે શનિવારે આ તમામ દેશોના રાષ્ટ્રીયાધ્યક્ષો અને પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસીમ મુનીર સાથે ફોન પર વાત કરીને અમેરિકી એજન્ડા સ્વીકારવા કહી દીધું છે.

પેલેસ્ટાઇનના ભોગે આર્થિક ફાયદાની લાલચ

પોતાના અહંકારને પોષતા ટ્રમ્પે દાવો કર્યો છે કે વર્ષ ૨૦૨૦માં તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન શરૂ થયેલા અબ્રાહમ એકોર્ડ્સ હેઠળ યુએઈ, બહેરીન, મોરોક્કો અને સુદાનને ઇઝરાયેલ સાથે સંબંધો સુધારવાથી બહુ મોટો આર્થિક ફાયદો થયો છે. આ દેશોની અર્થવ્યવસ્થા અને વેપાર મજબૂત થયા હોવાનો રાગ આલાપીને ટ્રમ્પ વાસ્તવિક જમીની પરિસ્થિતિ છુપાવી રહ્યા છે. ટ્રમ્પે લોભામણી જાહેરાત કરતા એમ પણ કહ્યું કે જો ઈરાન પણ અમેરિકાની શરતો માની લેશે, તો તેને પણ અબ્રાહમ એકોર્ડ્સમાં સામેલ કરીને ‘સન્માન’ આપવામાં આવશે. ટ્રમ્પનું માનવું છે કે આ સમજૂતી મધ્ય પૂર્વમાં ૫૦૦૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ખરી શાંતિ અને અમેરિકી પ્રભુત્વવાળી આર્થિક તાકાત લાવશે. જો કે ઇજિપ્ત (૧૯૭૯) અને જોર્ડન (૧૯૯૪) અગાઉથી જ ઇઝરાયેલ સાથે સંબંધો ધરાવે છે, પરંતુ તેઓ પણ અબ્રાહમ એકોર્ડ્સની નવી જોહુકમીથી દૂર રહ્યા છે.

મુસ્લિમ દેશોમાં આંતરિક વિરોધનું જોખમ

અમેરિકા ભલે દબાણ કરી રહ્યું હોય, પરંતુ સાઉદી અરેબિયા અને પાકિસ્તાન જેવા દેશો માટે પોતાના નાગરિકોના આક્રોશનો સામનો કરવો અશક્ય છે. સાઉદી અરેબિયા વારંવાર કહી ચૂક્યું છે કે જ્યાં સુધી સ્વતંત્ર પેલેસ્ટાઇન રાજ્યની સ્થાપના ન થાય, ત્યાં સુધી તે ઇઝરાયેલને સત્તાવાર માન્યતા આપી શકે નહીં. પાકિસ્તાનમાં પણ પેલેસ્ટાઇનનો મુદ્દો અત્યંત સંવેદનશીલ હોવાથી, જો ત્યાંની સરકાર કે આર્મી ચીફ ઇઝરાયેલ સામે ઝૂકે તો દેશમાં સત્તાપલટો અને આંતરિક બળવો ફાટી નીકળવાનું મોટું જોખમ છે. તુર્કીના પ્રમુખ એર્દોગાન સાથે પણ છેલ્લા ૧૦ વર્ષથી ઇઝરાયેલના સંબંધો અત્યંત ખરાબ છે. કતાર ભલે અમેરિકાની હા માં હા મિલાવતું હોય, પણ સત્તાવાર સ્તરે ઇઝરાયેલને સ્વીકારવા તે તૈયાર નથી.

ટ્રમ્પના પ્રસ્તાવ પર વૈશ્વિક નેતાઓનું મૌન

‘એક્સિઓસ’ ના અહેવાલ મુજબ, જ્યારે ટ્રમ્પ આ શક્તિશાળી દેશોના નેતાઓ સાથે ફોન પર અબ્રાહમ એકોર્ડ્સ થોપવાની વાત કરી રહ્યા હતા, ત્યારે તમામ દેશોના નેતાઓએ આ ગેરવાજબી પ્રસ્તાવ પર મૌન સેવી લીધું હતું. આ મૌન વચ્ચે પણ ટ્રમ્પે મજાક ઉડાવતા પૂછ્યું કે, “શું તમે લોકો હજુ પણ લાઇન પર છો?” ટ્રમ્પના આ આંધળા ઉત્સાહને પૂરો કરવા તેમના ખાસ પ્રતિનિધિઓ સ્ટિવ વિટકોફ અને જેરેડ કુશ્નર કામે લાગી ગયા છે. બીજી તરફ, ઇઝરાયેલનું શાસક તંત્ર પણ ચિંતિત છે કે જો ઈરાનને આ સમજૂતી અંતર્ગત ૬૦ દિવસનો સમય મળી જશે, તો તે પોતાની સૈન્ય તાકાત અને અર્થવ્યવસ્થા વધુ મજબૂત કરી લેશે. આમ, ટ્રમ્પ પોતાના રાજકીય ફાયદા માટે આખા મધ્ય-પૂર્વને અમેરિકા અને ઇઝરાયેલના ઈશારે નચાવવાનો ખતરનાક ખેલ ખેલી રહ્યા છે.

આ પણ વાંચો: 

Dwarka Green Energy Farmer Protest: સરકારની દગાબાજી? દ્વારકાના લીલાછમ ખેતરો બરબાદ, ખેડૂતો પર આફત! – thegujaratreport.com

Mehsana Chandrakant Patel Viral Audio: ‘મને અંધારામાં રાખી ગદ્દારોને ટિકિટ આપી’: ચંદ્રકાંત પટેલના વાયરલ ઓડિયો બાદ મહેસાણા રાજકારણમાં ગરમાવો – thegujaratreport.com

Fuel Price Hike: તેલ કંપનીઓના નફામાં ૧૩૦% ઉછાળો, છતાં જનતા પર મોંઘવારીનો ડંડો કેમ? – thegujaratreport.com

Related Posts

Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ
  • October 11, 2026

Trump Russia Diesel Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ડીઝલનો પુરવઠો મેળવવા અંગે કરેલી જાહેરાતે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. થોડા સમય પહેલાં જ રશિયન તેલ અને ગૅસની…

Continue reading
CIA Fraud David Rush: CIAના ભૂતપૂર્વ અધિકારીનું 1900 કરોડનું કૌભાંડ, ઘરમાંથી મળી સોનાની 298 ઈંટો
  • October 11, 2026

CIA Fraud David Rush: અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ના ભૂતપૂર્વ અધિકારી ડેવિડ રશે અમેરિકન સરકાર સાથે આશરે 20 કરોડ ડૉલર એટલે કે લગભગ 1900 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાનો ગુનો કબૂલી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

  • October 11, 2026
  • 2 views
Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

  • October 11, 2026
  • 3 views
Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

  • October 11, 2026
  • 5 views
Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

  • October 11, 2026
  • 4 views
Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ

  • October 11, 2026
  • 5 views
MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ

Chirag Paswan Political Strategy: શું PM મોદીના ‘હનુમાન’ ચિરાગ પાસવાનનો બદલાઈ રહ્યો છે રાજકીય માર્ગ? NDAમાં રહીને અલગ ઓળખ બનાવવાના પ્રયાસો

  • October 11, 2026
  • 7 views
Chirag Paswan Political Strategy: શું PM મોદીના ‘હનુમાન’ ચિરાગ પાસવાનનો બદલાઈ રહ્યો છે રાજકીય માર્ગ? NDAમાં રહીને અલગ ઓળખ બનાવવાના પ્રયાસો