Bangladesh US Trade Deal Controversy: શાંતિના નોબેલ વિજેતાનો અસલી ચહેરો, ૧૮ મહિનામાં બાંગ્લાદેશને અમેરિકાના હાથે વેચીને યુનુસે પોતાના તમામ ભ્રષ્ટાચારના કેસો કરાવ્યા માફ

  • World
  • May 27, 2026
  • 0 Comments

Bangladesh US Trade Deal Controversy: બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ વચગાળાની સરકારના વડા બનેલા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનુસનો અસલી ચહેરો હવે દુનિયા સામે ખુલ્લો પડી ગયો છે. લોકશાહી પુનઃસ્થાપિત કરવા અને દેશને બદલવાના પવિત્ર વચનો આપીને સત્તાના શિખરે બેઠેલા યુનુસે પોતાના ૧૮ મહિનાના કાર્યકાળ દરમિયાન માત્ર પોતાનું જ નસીબ બદલ્યું અને આખા દેશને પશ્ચિમી આકાઓ સમક્ષ ગીરો મૂકી દીધો. વચગાળાની સરકાર દ્વારા સત્તા સોંપાયાના ત્રણ મહિનાની અંદર જ યુનુસના પોતાના જ વફાદારો અને કેબિનેટના સાથીઓએ એક પછી એક ચોંકાવનારા રહસ્યો ખોલીને બાંગ્લાદેશની રાજનીતિમાં મોટો ભૂકંપ લાવી દીધો છે.

વિદેશ મંત્રાલયને અંધારામાં રાખીને થઈ અમેરિકા સાથે રાષ્ટ્રવિરોધી ડીલ

યુનુસ સરકારના આ કાળા કારનામાનો સૌથી મોટો ખુલાસો તત્કાલીન વચગાળાની સરકારમાં વિદેશી બાબતોના સલાહકાર (વિદેશ મંત્રી) રહેલા તૌહીદ હુસૈને કર્યો છે. એક સનસનાટીભર્યા ઇન્ટરવ્યુમાં હુસૈને અમેરિકા સાથે થયેલી ‘એગ્રીમેન્ટ ઓન રેસિપ્રોકલ ટ્રેડ’ (ટ્રેડ ડીલ) ની આખી રમતની પોલ ખોલી દીધી છે. તેમણે સ્વીકાર્યું કે આ અબજો ડોલરની સંવેદનશીલ ડીલમાં ખુદ વિદેશ મંત્રી કે આખા વિદેશ મંત્રાલયને સહેજ પણ ભાગીદાર બનાવવામાં આવ્યા નહોતા અને આખી પ્રક્રિયા અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી. આ કરારમાં માત્ર વાણિજ્ય મંત્રાલય અને તે સમયના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) ડૉ. ખલીલુર રહમાન જ સામેલ હતા, જેમને પાછળથી સેટિંગના ભાગરૂપે બીએનપી (BNP) સરકારમાં સીધા વિદેશ મંત્રી બનાવી દેવાયા હતા.

કેબિનેટમાં જ સરમુખત્યારશાહી

મોહમ્મદ યુનુસ પર સરમુખત્યારશાહી ચલાવવાનો આરોપ લગાવનારા તૌહીદ હુસૈન એકલા નથી, પરંતુ ખુદ યુનુસની અતિ નજીકની ‘કિચન કેબિનેટ’ ના સભ્યો પણ હવે મોં ખોલી રહ્યા છે. યુનુસના પરમ સાથી અને તત્કાલીન કાયદા સલાહકાર આસિફ નઝરૂલે ખુલ્લેઆમ દાવો કર્યો છે કે અમેરિકા સાથેના આ વિવાદાસ્પદ કરાર સંબંધિત કોઈ પણ ચર્ચા કે બેઠકોમાં તેમને ક્યારેય બોલાવવામાં જ આવ્યા નહોતા. જ્યારે કેબિનેટના અન્ય એક સભ્ય અને અન્ય સલાહકાર ફરીદા અખ્તરે પણ સ્વીકાર્યું કે તેમણે આ દેશવિરોધી કરાર સામે છેલ્લી ઘડી સુધી લડત આપી હતી, પરંતુ યુનુસના અહંકાર સામે તેમનું કંઈ ચાલ્યું નહોતું.

ચૂંટણીના માત્ર ત્રણ દિવસ પહેલા ઉતાવળે કરાર કેમ?

શેખ હસીના વિરોધી વિદ્યાર્થી આંદોલનના મુખ્ય ચહેરા અને નેશનલ સિટિઝન પાર્ટી (NCP) ના પ્રવક્તા આસિફ મહમૂદ શોઝિબ ભુઇયાએ કટોકટીની પત્રકાર પરિષદ બોલાવીને યુનુસ સરકારની દાનત પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આસિફ મહમૂદે જણાવ્યું કે, વચગાળાની સરકાર દરમિયાન તમામ મોટા અને દેશના સાર્વભૌમત્વને અસર કરતા નિર્ણયો કઈ જગ્યાએ અને કેવી રીતે લેવાયા તેની કોઈ પારદર્શિતા જ નથી. તેમણે સવાલ કર્યો કે, ફેબ્રુઆરી ૨૦૨૬માં યોજાયેલી સામાન્ય ચૂંટણીના બરાબર ત્રણ જ દિવસ પહેલા ૯ ફેબ્રુઆરીએ આ કરાર કરવા પાછળ કયું મોટું દબાણ હતું? આ નિર્ણય આવનારી ચૂંટાયેલી સરકાર માટે કેમ છોડવામાં ન આવ્યો? તેમણે આરોપ લગાવ્યો કે બીએનપી (BNP) એ ચૂંટણી જીતતા પહેલા જ ખલીલુર રહમાનના માધ્યમથી આ કરાર કરાવ્યો અને તેનો ટોપલો વચગાળાની સરકારના માથે ઓઢાડી દીધો, જેથી આ રાષ્ટ્રવિરોધી કરારની તત્કાલ સમીક્ષા થવી જોઈએ.

ક્રાંતિકારી વિદ્યાર્થીઓનો ઢાલ તરીકે ઉપયોગ

મોહમ્મદ યુનુસે માત્ર દેશ સાથે જ નહીં, પરંતુ જુલાઈ મહિનાના લોહીયાળ આંદોલન દ્વારા તેમને સત્તાની ખુરશી સુધી પહોંચાડનારા ક્રાંતિકારી વિદ્યાર્થીઓ સાથે પણ ઘોર દગો કર્યો છે. સત્તા સંભાળ્યા બાદ દેશમાં અરાજકતા અને હિંસા રોકવાના બદલે યુનુસે જાણીજોઈને કટ્ટરપંથી વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતારી દીધા, જેથી દેશમાં ‘મોબ લિંચિંગ’ અને ટોળાશાહી દ્વારા શાસન વિરૂદ્ધ ઉઠતા પ્રજાના વાજબી અવાજોને કચડી શકાય. દોઢ વર્ષના આ શાસનનો ઉપયોગ યુનુસે માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે કર્યો, જેમાં પોતાના પર ચાલી રહ્યા તમામ ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ અને કાનૂની કેસો સત્તાવાર રીતે પાછા ખેંચાવી લીધા, પોતાનો અબજો રૂપિયાનો આવકવેરો માફ કરાવી લીધો અને ચૂંટણી પહેલા જ પોતાનો એજન્ડા પૂરો કરીને બાંગ્લાદેશના ભવિષ્યને અમેરિકાના હાથમાં વેચી દીધું.

આ પણ વાંચો: 

Tribal Rights UCC India: આદિવાસીઓ પર યુસીસી અને કોર્પોરેટ લૂંટનો બેવડો હુમલો! જંગલોની ખુલ્લી હરાજી અને કાગળ પર ‘પેસા કાયદો’ – thegujaratreport.com

Gujarat Local Body Elections: ગુજરાતમાં લોકશાહીનું સરકારી મર્ડર! ૧૩.૪% મતદારોના નામ ગાયબ અને ૧૧,૩૪૪ વિપક્ષી ઉમેદવારોના ફોર્મ રદ – thegujaratreport.com

Dwarka Tata Chemicals Pollution: દ્વારકાના 25 ગામની જમીનના પ્રદૂષણ અને લોકોના આરોગ્યની તપાસ કરો – thegujaratreport.com

Related Posts

Iran US War: ઈરાન-અમેરિકા યુદ્ધમાં તણાવ ચરમસીમાએ, 5 તેલ ટેન્કર પર હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર
  • September 9, 2026

Iran US War: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બુધવારે તણાવ વધુ ગંભીર બન્યો છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા ઈરાનના પાંચ તેલ ટેન્કરોને નિશાન બનાવવામાં આવ્યા બાદ ઈરાનના…

Continue reading
AfD Germany: જર્મનીમાં AfDની ઐતિહાસિક જીત, શું હવે સમગ્ર યુરોપ RIGHT તરફ વળી રહ્યો છે?
  • September 8, 2026

AfD Germany: જર્મનીના પૂર્વીય રાજ્ય સૈક્સોની-આનહાલ્ટની ચૂંટણીમાં દક્ષિણપંથી અને પ્રવાસી વિરોધી પાર્ટી અલ્ટરનેટિવ ફોર જર્મની (AfD)ના શાનદાર પ્રદર્શનથી દેશની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. AfDએ આશરે 43.8 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

AICC Secretary Appointment: વરિષ્ઠ નેતાઓની ભલામણ છતાં તક નહીં મળતાં કોંગ્રેસના કેટલાક યુવા નેતાઓમાં નારાજગી

  • September 10, 2026
  • 2 views
AICC Secretary Appointment: વરિષ્ઠ નેતાઓની ભલામણ છતાં તક નહીં મળતાં કોંગ્રેસના કેટલાક યુવા નેતાઓમાં નારાજગી

Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

  • September 10, 2026
  • 2 views
Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

  • September 10, 2026
  • 4 views
SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

  • September 10, 2026
  • 10 views
Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

  • September 10, 2026
  • 5 views
Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

  • September 10, 2026
  • 8 views
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?