Masoud Pezeshkian Resignation: જ્યારે નિર્ણયો સેના જ લે છે તો અમારું શું કામ? ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનનું રાજીનામું

  • World
  • June 1, 2026
  • 0 Comments

Masoud Pezeshkian Resignation: ઈરાન અત્યારે બહારથી ભલે અમેરિકા જેવા શક્તિશાળી દેશ સામે મજબૂતીથી લડતું દેખાતું હોય, પરંતુ દેશની અંદર સત્તાના સર્વોચ્ચ સ્તરે ભયાનક બગાવત અને નારાજગી ફાટી નીકળી છે. ઈરાનની સત્તાવાર લોકશાહી અને કટ્ટરપંથી લશ્કરી તંત્ર વચ્ચેનો આંતરિક ઝઘડો હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સમાચાર છે કે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પક્ષપાતી અને આપખુદ લશ્કરી દબાણથી કંટાળીને પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. આ સનસનાટીપૂર્ણ દાવો ‘ઈરાન ઇન્ટરનેશનલ ન્યૂઝ પોર્ટલ’ ના એક ચોંકાવનારા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. અસલી વિવાદ એ વાતનો છે કે દેશના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા વહીવટી અધિકારીઓ વિનાશક યુદ્ધને તાત્કાલિક રોકવા માંગે છે, પરંતુ દેશની સેના કોઈ પણ ભોગે નમતું જોખવા તૈયાર નથી. પરિણામે કઠપૂતળી બની ગયેલા રાષ્ટ્રપતિએ પદ છોડવું પડ્યું છે.

રિવોલ્યુશનરી ગાર્ડનો કબજો

ઈરાન ઇન્ટરનેશનલના રિપોર્ટમાં સરકારી તંત્રની લાચારી અને કટ્ટરપંથીઓના આતંકનો પર્દાફાશ કરાયો છે. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને અત્યંત ઘેરી નારાજગી સાથે સરકાર છોડતા કહ્યું કે, જ્યારે દેશની આખી કમાન અને તમામ નિર્ણયો સેના જ સંભાળી રહી છે, તો પછી ચૂંટાયેલી નાગરિક સરકારનું શું કામ છે? સત્તાવાર સૂત્રોના હવાલાથી રિપોર્ટમાં લખ્યું છે કે, પેઝેશ્કિયાને સ્વીકાર્યું છે કે તેમની સરકારને દેશની સુરક્ષા અને મોટા નીતિવિષયક નિર્ણયો લેવાની પ્રક્રિયામાંથી સદંતર બહાર ફેંકી દેવામાં આવી છે. રિવોલ્યુશનરી ગાર્ડના કટ્ટરપંથી લશ્કરી જૂથોએ આખા દેશની તમામ સત્તાઓ ગેરકાયદેસર રીતે પોતાના કંટ્રોલમાં લઈ લીધી છે. આવી દમનકારી પરિસ્થિતિમાં બંધારણીય અને કાનૂની જવાબદારીઓ નિભાવવી અશક્ય બનતા તેમણે પદત્યાગનો આકરો નિર્ણય લીધો છે.

રાજીનામા પર મોટો પેચ

જોકે, પશ્ચિમ એશિયાના આ સૌથી શક્તિશાળી શાસન વ્યવસ્થાની અંદર ચાલી રહેલા આ આંતરિક સત્તાયુદ્ધમાં મોટો પેચ ફસાયો છે. રાષ્ટ્રપતિના રાજીનામાનો દાવો ભલે મીડિયાએ કર્યો હોય, પરંતુ ખુદ પેઝેશ્કિયાને હજુ સુધી જાહેરમાં આવીને આની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. ઇસ્લામિક શાસન બચાવવા મથતી કેટલીક સરકારી સંસ્થાઓ આ વાતને દબાવવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. ‘Iran’s Today’ નામની સંસ્થાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દાવો કર્યો છે કે રાજીનામાના આ અહેવાલો માત્ર હવામાં વહેતી અફવાઓ છે. સરકારના બચાવમાં કહેવાયું છે કે રાષ્ટ્રપતિ કાર્યાલયના નજીકના સૂત્રો આ સમાચારોને તદ્દન ખોટા અને પાયાવિહોણા ગણાવે છે.

સરકારી પ્રચાર અને વાસ્તવિકતા

જનતાનો આક્રોશ શાંત કરવા માટે ઈરાનના રાષ્ટ્રપતિની સત્તાવાર વેબસાઇટ પર એક વીડિયો અગાઉ શેર કરવામાં આવ્યો હતો, જેમાં પેઝેશ્કિયાન ઈરાનની પ્રગતિ અને સમૃદ્ધિ માટે દ્રઢતાથી કામ ચાલુ રાખવાની ગુલબાંગો ફેંકતા દેખાય છે. સરકારના કેટલાય કઠપૂતળી મંત્રીઓએ પણ રાજીનામાની વાતને નકારી કાઢી છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ખુદ રાષ્ટ્રપતિએ આ વિવાદ પર મૌન સાધી લીધું છે અને જનતા સમક્ષ આવીને સ્પષ્ટતા કરવાની હિંમત બતાવી નથી. આ વહીવટી મૌન જ સાબિત કરે છે કે બંધ દરવાજા પાછળ સેનાના બૂટ નીચે લોકશાહી ચગદાઈ રહી છે.

રાષ્ટ્રપતિની રહસ્યમય પોસ્ટ

આ ભયાનક સત્તાસંગ્રામ વચ્ચે રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પોતાની છેલ્લી X પોસ્ટમાં જે લખ્યું છે, તે ભારે શંકાઓ જન્માવે છે. તેમની આ પોસ્ટ ભારે કન્ફ્યુઝન, લાચારી અને સેના પ્રત્યેની નારાજગીથી ભરેલી છે. તેમણે લખ્યું, ‘મોટા પડકારોનો સામનો મુશ્કેલીઓ અને યાતનાઓ સહન કર્યા વિના થઈ શકતો નથી. આ ઉતાર-ચઢાવ ભરેલી નરકાગાર પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે લોકોની જાગૃતિ અને સહકારની જરૂર છે. આપણે દેશની અસલી કંગાળ સ્થિતિ અને સમસ્યાઓ વિશે લોકોને સાચી માહિતી આપવી જ જોઈએ.’ આ નિવેદન સ્પષ્ટ કરે છે કે સેના દેશને યુદ્ધની આગમાં ઝોંકીને બરબાદ કરી રહી છે અને દેશની સાચી સ્થિતિ જનતાથી છુપાવવામાં આવી રહી છે.

નકલી મજબૂતીની પોલ ખુલી

અમેરિકા-ઈરાન યુદ્ધમાં ઈરાન ભલે દુનિયા સામે એવો દેખાવ કરતું હોય કે તે ડગલું પણ પાછળ હટશે નહીં અને અમેરિકાને જડબાતોડ ટક્કર આપી રહ્યું છે, પણ સત્ય એ છે કે ઈરાન અંદરથી સંપૂર્ણપણે ખોખલું થઈ ચૂક્યું છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ, જનતા અને દેશના બુદ્ધિજીવી નેતાઓ હવે આ વિનાશક યુદ્ધને તાત્કાલિક રોકી દેવા માંગે છે. પરંતુ બંદૂકના જોરે શાસન ચલાવતી ઈરાનની કટ્ટરપંથી સેના આગળ કોઈનું કશું ચાલતું નથી. દેશ પર અત્યારે જનતાનું નહીં પરંતુ લશ્કરી રાજ ચાલી રહ્યું હોય તેવી ગંભીર કટોકટી સર્જાઈ છે.

સુપ્રીમ લીડર લાચાર

ઈરાનની આ સત્તાવાર અરાજકતા પાછળનું સૌથી મોટું કારણ સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની લાચારી અને તેમની ખરાબ તબિયત છે. ૨૩ એપ્રિલે અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ એ ઈરાનના કટ્ટરપંથી શાસનની પોલ ખોલતા છાપ્યું હતું કે મોજતબા ખામેનેઈ અત્યંત ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે અને તેમની સારવારને સંપૂર્ણપણે સીક્રેટ રાખવામાં આવી રહી છે. અહેવાલ મુજબ, તેમના એક પગનું અત્યાર સુધીમાં ત્રણ વાર ઓપરેશન થઈ ચૂક્યું છે, એક હાથની સર્જરી થઈ છે અને તેમનો ચહેરો તથા હોઠ ભયાનક રીતે દાઝી ગયેલા હોવાથી તેમને પ્લાસ્ટિક સર્જરીની તાતી જરૂર છે.

સેનાનો જુલમી ભરડો

સુપ્રીમ લીડર જીવતદાન માટે ઝંખતા હોવાથી દેશની આખી કમાન બંધારણને નેવે મૂકીને સેનાના જનરલોએ પોતાના હાથમાં લઈ લીધી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે દેશના વડા એવા રાષ્ટ્રપતિને પણ સુપ્રીમ લીડરને મળવા દેવાની સેના મનાઈ કરી રહી છે. લશ્કરી તંત્રના આ જ જુલમ અને સરમુખત્યારશાહીથી નારાજ થઈને આખરે રાષ્ટ્રપતિએ રાજીનામું આપવું પડ્યું હોવાના અહેવાલો સચોટ સાબિત થઈ રહ્યા છે. સરકારી મીડિયા ગમે તેટલો જૂઠો પ્રચાર કરે, પણ ઈરાનની જનતા હવે શાસકોના દમન અને સેનાની જોહુકમી સામે બગાવતના મૂડમાં આવી ગઈ છે.

આ પણ વાંચો: 

CAG Report Assam Budget Violation: જનતાના રૂ. ૫૦૦ કરોડ વગર બજેટે સ્વાહા! આસામની ભાજપ સરકારના આર્થિક ભ્રષ્ટાચારનો CAG એ કર્યો પર્દાફાશ – thegujaratreport.com

Patanjali Medicine Seized Maharashtra: મહારાષ્ટ્ર FDAની મોટી કાર્યવાહી, પતંજલિ સાથે જોડાયેલી દવાઓ સહિત 73 લાખ રૂપિયાથી વધુનો જથ્થો જપ્ત – thegujaratreport.com

Mehsana Congress Leaders Suspended: બીજા સામે લડવાના બદલે અંદરોઅંદર લડીને જ પતી જશે કોંગ્રેસ, ૩૩ દિગ્ગજ નેતાઓ સસ્પેન્ડ – thegujaratreport.com

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 3 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 4 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 4 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 7 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 8 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 5 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય