Fuel Price Hike: તેલ કંપનીઓના નફામાં ૧૩૦% ઉછાળો, છતાં જનતા પર મોંઘવારીનો ડંડો કેમ?

  • India
  • May 26, 2026
  • 0 Comments

Fuel Price Hike: ૭૭ હજાર કરોડનો કેન્દ્રની મોદી સરકારની ઓઈલ કંપનીઓને નફો થયો, છતાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારી જનતાની લૂંટ કરવામાં આવી રહી છે. મોદી જનતા સામે જૂઠ બોલી રહ્યા છે.

મોદી સરકાર હસ્તકની સરકારી તેલ કંપનીઓ એકતરફ અબજો રૂપિયાનો આંધળો નફો રળી રહી છે, તો બીજીતરફ સોમવાર ૨૫ મેના રોજ દેશની જનતા પર ચોથી વખત પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો છે. અહેવાલો મુજબ, ભારતના ઘરેલું ઇંધણ છૂટક બજાર (Fuel Retail Market) પર ૯૦% થી વધુ એકહથ્થુ નિયંત્રણ ધરાવતી ત્રણ સરકારી તેલ કંપનીઓએ જાન્યુઆરી-માર્ચ ૨૦૨૬ ના ચોથા ત્રિમાસિક ગાળામાં (Q4 FY26) જનતાના ખિસ્સા હળવા કરીને શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ચોથા ત્રિમાસિક ગાળામાં આ સરકારી કંપનીઓનો સંયુક્ત શુદ્ધ નફો ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ ૪૦.૭૪% (લગભગ ૪૧%) ના તોતિંગ ઉછાળા સાથે ₹૧૯,૪૭૦ કરોડ પર પહોંચી ગયો છે. આમ, સરકારી તિજોરી ભરાઈ રહી છે અને સામાન્ય નાગરિક મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે.

યુદ્ધના બહાને જનતા પાસેથી ૧૩૦% ની વધુ ઉઘરાણી

૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન પર હુમલો કર્યો અને ઇરાને હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દીધી, જેને પગલે સરકારે તરત જ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું થવાનું રોદણું રડવાનું શરૂ કરી દીધું હતું. વાસ્તવમાં, ૨૦૨૫-૨૬ ના આખા વર્ષ દરમિયાન આ ત્રણેય કંપનીઓનો સંયુક્ત શુદ્ધ લાભ ૧૩૦% વધીને ₹૭૭,૨૮૦.૬૫ કરોડ સુધી પહોંચી ગયો છે, જે વર્ષ ૨૦૨૪-૨૫ માં માત્ર ₹૩૩,૬૦૧.૫૭ કરોડ હતો. જો કે, પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ (Ceasefire) થયા પછી અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ ૮% ગબડીને $૧૦૦/બેરલની નીચે $૯૬.૮૩ પર આવી ગયું હોવા છતાં, સોમવારે સરકારે પેટ્રોલમાં ₹૨.૬૧ અને ડીઝલમાં ₹૨.૭૧ નો ઝીંકાયેલો નવો વધારો પાછો ખેંચ્યો નથી. પરિણામે, માત્ર ૧૦ દિવસ અને ૪ હપ્તામાં જનતા પર ₹૭.૫૦ પ્રતિ લીટરનો આકરો બોજો નાખી દેવાયો છે. એકતરફ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનું વૈશ્વિક મંડળ યુદ્ધના સમાચારો ઉછાળીને શેરબજારમાંથી અબજો કમાઈ રહ્યું છે, તો બીજીતરફ મોદી સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતો ઘટવા છતાં તેનો ફાયદો જનતાને આપવાને બદલે કંપનીઓનો નફો વધારી રહી છે.

IOC, HPCL અને BPCL નો ઐતિહાસિક કમાણી ગ્રાફ: કોર્પોરેટ નફાખોરીના સત્તાવાર આંકડા

ચાલુ અઠવાડિયે જાહેર થયેલા નાણાકીય પરિણામો સરકારી કંપનીઓની બેસુમાર કમાણીની ચાડી ખાય છે. દેશની સૌથી મોટી રિફાઇનર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) નો ચોથા ત્રિમાસિક ગાળાનો શુદ્ધ નફો ૫૬.૬% વધીને ₹૧૧,૩૭૭.૫૧ કરોડ રહ્યો છે, અને સમગ્ર વર્ષ ૨૦૨૫-૨૬ માટે તેનો નફો ૧૩.૯% ના ભારે વધારા સાથે ₹૩૬,૮૦૨.૪૨ કરોડ પર પહોંચ્યો છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) એ ચોથા ત્રિમાસિક ગાળામાં ૪૬% ની વૃદ્ધિ સાથે ₹૪,૯૦૧.૫૦ કરોડનો શુદ્ધ નફો કર્યો છે અને આખા વર્ષનો નફો ૧૩૩.૨% ઉછળીને ₹૧૭,૧૭૫.૨૩ કરોડ રહ્યો છે, જેના લીધે કંપનીએ શેરધારકોને ₹૧૯.૨૫ નું ડિવિડન્ડ વહેંચ્યું છે. જ્યારે ભારત પેટ્રોલિયમ (BPCL) નો વાર્ષિક નફો ૭૫.૫૪% ની શાનદાર બઢત સાથે ₹૨૩,૩૦૩ કરોડ નોંધાયો છે. સત્તાવાળાઓ દાવો કરે છે કે ફેબ્રુઆરીના તણાવ પહેલા કાચું તેલ સ્થિર રહેતા તેમને માર્કેટિંગ માર્જિનનો મોટો ફાયદો મળ્યો, પણ સવાલ એ છે કે આ ફાયદો ગ્રાહકો સુધી કેમ ન પહોંચ્યો?

એક્સાઇઝ ડ્યુટીનું કડવું સત્ય

દેશમાં ઇંધણ પર વસૂલાતો આજે પણ અતિશય વધારે અને અન્યાયી છે. યુપીએ (UPA) સરકારના શાસનની સરખામણીએ આજે પણ ડીઝલ પર ૧૨૫% વધુ અને પેટ્રોલ પર ૨૯% વધુ ઉત્પાદન શુલ્ક (Excise Duty) સામાન્ય પ્રજા પાસેથી વસૂલવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ઇંધણની કિંમતોને અંકુશમાં રાખીને જનતાને રાહત આપવાની તમામ તકો મોજૂદ છે, પરંતુ આખેઆખો બોજો જનતા પર નાખી દેવામાં આવ્યો છે. ટૂંકમાં, નફો સરકારનો છે અને નુકસાન સંપૂર્ણપણે તમારું છે. સરકારને મોંઘવારીના કારણે સામાન્ય નાગરિકોના અર્થતંત્ર પર પડતી જીવલેણ અસરોની કોઈ પરવા નથી. સરકાર જ્યારે સામાન્ય જનતાને નકામા ખર્ચ ન કરવાનો ઉપદેશ આપે છે અને તેના પોતાના લોકો વિદેશ પ્રવાસોની મજા માણે છે, ત્યારે તેમની કથની અને કરની વચ્ચેનો તફાવત સાબિત થઈ જાય છે.

રૂપિયાનું ધોવાણ અને સરકારનું સત્તાવાર જૂઠ

જાન્યુઆરી ૨૦૨૬ માં ઇન્ડિયન બાસ્કેટ માટે કાચા તેલની સરેરાશ ખરીદી કિંમત $૬૩.૦૮ પ્રતિ બેરલ હતી, જે ફેબ્રુઆરીમાં $૬૯.૦૧, માર્ચમાં $૧૧૩.૪૯ અને એપ્રિલમાં $૧૧૪.૪૮ થઈ હતી. મે મહિનામાં તે ૬% ઘટીને $૧૦૭.૭૫ પર આવી ગઈ હોવા છતાં, અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયો ઐતિહાસિક નીચલા સ્તરે (₹૯૬.૮૩) ગબડી જતાં આયાત મોંઘી થઈ હોવાનું બહાનું આગળ કરાયું છે. સરકાર અત્યારે એવો દાવો કરીને જનતા સામે જૂઠ બોલી રહી છે કે તેલ કંપનીઓ સામૂહિક રીતે દરરોજ ₹૫૦૦ કરોડથી વધુનું ભારે નુકસાન વેઠી રહી છે, તેથી ભાવ વધારવા મજબૂર છે. પરંતુ, જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલ સસ્તું મળી રહ્યું હતું ત્યારે દેશના લોકોને તેનો ફાયદો કેમ ન અપાયો, તે સવાલ પર સરકાર આજે પણ મૌન સેવી રહી છે.

આર્થિક લાચારી છુપાવવા હિન્દુ-મુસ્લિમનું રાજકારણ

સોશિયલ મીડિયા પર જનતા આક્રોશપૂર્વક લખી રહી છે કે ભાજપ શાસિત કોઈપણ રાજ્યના મુખ્યમંત્રી તેલની વધતી કિંમતો અને કમરતોડ મોંઘવારીને લઈને જરાય ચિંતિત દેખાતા નથી. તેમની પ્રાથમિકતા માત્ર બકરીદ પર મુસ્લિમ સમુદાય રસ્તાઓ પર નમાઝ ન પઢે તે જોવાની છે. જે સરકારે પોતે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી નથી, તે પક્ષની સરકારો ગાયની કુરબાનીને લઈને ચેતવણીઓ આપવામાં વ્યસ્ત છે. જાણીતા પત્રકાર રાણા અય્યુબ સહિતના વિશ્લેષકોએ ટિપ્પણી કરી છે કે, જનતાને આર્થિક રીતે લૂંટીને દેશના અસલી મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે ભાજપ અને તેની શાસિત સરકારોની પહેલી પ્રાથમિકતા દેશમાં માત્ર હિન્દુ-મુસલમાન અને કોમી ધ્રુવીકરણ કરવાની જ રહી ગઈ છે.

આ પણ વાંચો: 

Udhayanidhi Stalin: ‘કોંગ્રેસે પીઠમાં છરો ભોંક્યો, હવે ક્યારેય ભરોસો ન કરવો’ – ઉધયનિધિ સ્ટાલિન – thegujaratreport.com

RBI India Outbound Travel: શું પીએમ મોદીની અપીલ બાદ ભારતીયોએ વિદેશ પ્રવાસો પર મૂક્યો કાપ?: આરબીઆઈના આંકડામાં થયો મોટો ખુલાસો, બે મહિનામાં કરોડો ડોલરનો ખર્ચ ઘટ્યો – thegujaratreport.com

Minister Keerthana Clarification: કોઈમ્બતુર બાળકી બળાત્કાર-હત્યા કેસમાં મંત્રીના હાસ્ય પર મચ્યો ભારે હોબાળો, વિપક્ષના પ્રહારો સામે મંત્રી કીર્તનાએ આપી સ્પષ્ટતા – thegujaratreport.com

Related Posts

Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો
  • September 10, 2026

Red Fort Blast NIA Chargesheet: ગયા વર્ષે દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ચાર્જશીટમાં ગંભીર આરોપો મૂક્યા છે. NIAના જણાવ્યા અનુસાર, કેસના બે મુખ્ય આરોપીઓએ…

Continue reading
SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?
  • September 10, 2026

SP Blue Color Strategy: ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સમાજવાદી પાર્ટી (SP) પોતાની રાજકીય અને સંગઠનાત્મક ઓળખમાં નવા પ્રયોગો કરતી જોવા મળી રહી છે. પાર્ટીએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

  • September 10, 2026
  • 2 views
Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

  • September 10, 2026
  • 4 views
SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

  • September 10, 2026
  • 9 views
Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

  • September 10, 2026
  • 5 views
Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

  • September 10, 2026
  • 8 views
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

Manipur NRC: મણિપુરમાં NRC માટે 1951 આધાર વર્ષ બનાવવાની તૈયારી, કેન્દ્ર સમક્ષ ફરી મુદ્દો ઉઠાવશે રાજ્ય સરકાર

  • September 10, 2026
  • 10 views
Manipur NRC: મણિપુરમાં NRC માટે 1951 આધાર વર્ષ બનાવવાની તૈયારી, કેન્દ્ર સમક્ષ ફરી મુદ્દો ઉઠાવશે રાજ્ય સરકાર