
Global protests: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન, શિક્ષણ અને સુરક્ષા નીતિઓ વિરુદ્ધ હવે વિશ્વભરમાંથી વિરોધનો સૂર ઉઠ્યો છે ત્યારે લંડન, વોશિંગ્ટન, મેડ્રિડ અને અન્ય શહેરોમાં પણ ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ હજારો લોકો રસ્તા ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહયા છે. વિગતો મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરવા માટે એક મોટી વૈશ્વિક ચળવળ શરૂ થઈ છે. આ ઝુંબેશને “No Kings”નામ આપવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે “અમે કોઈ રાજાને ઓળખતા નથી.” આ ચળવળ હવે અમેરિકાથી યુરોપ અને એશિયા સુધી ફેલાઈ ગઈ છે.
Today, 7 million people came out to protest Trump at 2,700 different locations.
This is now officially the largest protest in American history.
America will not go quietly.pic.twitter.com/0GugThsGFh
— Micah (@micah_erfan) October 18, 2025
શનિવારે (18 ઓક્ટોબર, 2025) લંડનમાં યુએસ એમ્બેસી બહાર સેંકડો લોકો ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓએ કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિના વધતા સરમુખત્યારશાહી વર્તન અને લોકશાહી સંસ્થાઓ સામે ઊભા થયેલા ખતરાના વિરોધમાં ઉભા છે.
લંડનની શરૂ થયેલી આ રેલીને “નો કિંગ્સ” ઝુંબેશનો પ્રથમ તબક્કો માનવામાં આવે છે,જેમાં વિશ્વભરમાં 2,600 થી વધુ પ્રદર્શનો થઈ ચૂક્યા છે. મેડ્રિડ અને બાર્સેલોના જેવા સ્પેનિશ શહેરોમાં પણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ કર્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સમાં, ન્યૂ યોર્ક, વોશિંગ્ટન અને શિકાગોમાં હજારો લોકોએ ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.
આ ઝુંબેશમાં સામેલ સંસ્થા, ઇન્ડિવિઝિબલના સહ-સ્થાપક, લીઆ ગ્રીનબર્ગે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન લોકશાહીના બચાવ વિશે છે. તેમણે કહ્યું કે આપણી પાસે રાજા નથી તે વિચાર અમેરિકન બંધારણનું હૃદય છે. આ આંદોલન એક સંદેશ આપે છે કે નાગરિકોએ તાનાશાહી સામે પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ.
યુનાઇટેડ સ્ટેટ્સના ઘણા ભાગોમાં વિરોધીઓએ શાંતિપૂર્ણ કૂચ કરી. વર્જિનિયામાં, સેંકડો લોકો વોશિંગ્ટન, ડી.સી. તરફ કૂચ કરી અને આર્લિંગ્ટન કબ્રસ્તાનમાં ભેગા થયા. આયોજકોએ જણાવ્યું હતું કે આ ઝુંબેશને 300 થી વધુ સામાજિક સંગઠનોનો ટેકો મળ્યો છે. અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન (ACLU) એ શાંતિપૂર્ણ વિરોધ સુનિશ્ચિત કરવા માટે હજારો સ્વયંસેવકોને તાલીમ પણ આપી.
પ્રગતિશીલ અમેરિકન નેતાઓ બર્ની સેન્ડર્સ, એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝ અને હિલેરી ક્લિન્ટને પણ આ ઝુંબેશને ટેકો આપ્યો હતો. ઘણી હસ્તીઓએ #NoKings હેશટેગ સાથે સોશિયલ મીડિયા પર એકતાના સંદેશા શેર કર્યા હતા. થોડા મહિના પહેલા ટ્રમ્પના જન્મદિવસ પર લાખો લોકોએ હાજરી આપી હતી તેવા જ વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.
બીજી તરફ ટ્રમ્પે વિરોધ પ્રદર્શનોનો જવાબ આપતા કહ્યું કે તેમને રાજા કહેવાનું ખોટું છે. તેમણે એમ પણ કહ્યું કે આ વિરોધ રાજકીય રીતે પ્રેરિત છે અને દેશની છબીને નુકસાન પહોંચાડે છે. રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ પણ વિરોધ પ્રદર્શનની ટીકા કરી હતી અને તેમને અમેરિકા વિરોધી અભિયાન ગણાવ્યું હતું.
અમેરિકન સમાજશાસ્ત્રી ડાના ફિશર માને છે કે “નો કિંગ્સ” ઝુંબેશ તાજેતરના વર્ષોમાં સૌથી મોટી જન આંદોલન સાબિત થઈ શકે છે. તેમનું કહેવું છે કે તે ફક્ત ટ્રમ્પની નીતિઓ સામે વિરોધ નથી, પરંતુ લોકશાહી બચાવવા જનતાનો અવાજ છે. ફિશરના મતે, આ આંદોલનમાં ત્રીસ લાખથી વધુ લોકો જોડાયા છે, જે દર્શાવે છે કે જનતા હવે ચૂપ રહેશે નહીં.
આ પણ વાંચો:
Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?
Pakistan Threat: ‘ભારત પર પરમાણુ બૉમ્બ ફેંકી દઈશું!’, પાકિસ્તાની આર્મી ચીફ મુનીરની ધમકી
Vadodara: જન્મદિવસ બન્યો અંતિમ દિવસ, દિવાળીની રોશની જોવા ગયેલા યુવકને કાળે બનાવ્યો કોળિયો









