
Donald Trump: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચેઅમેરિકાની ભૂમિકા વિશે એક મોટો સંકેત મળ્યો છે. વ્હાઇટ હાઉસે ગુરુવારે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી બે અઠવાડિયામાં નિર્ણય લેશે કે અમેરિકાએ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરવી જોઈએ કે નહીં.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સંદેશ શેર કરતા કહ્યું, “એવી શક્યતા છે કે નજીકના ભવિષ્યમાં ઈરાન સાથે વાટાઘાટો થઈ શકે છે કે નહીં. તેના આધારે રાષ્ટ્રપતિ આગામી બે અઠવાડિયામાં નિર્ણય લેશે.”
લેવિટે વધુમાં કહ્યું કે ટ્રમ્પ હંમેશા રાજદ્વારી ઉકેલના પક્ષમાં છે. તેમણે કહ્યું, “તેઓ શાંતિના હિમાયતી છે. તેઓ ‘શક્તિ દ્વારા શાંતિ’ ના સિદ્ધાંતમાં માને છે. જો રાજદ્વારીની શક્યતા હશે, તો રાષ્ટ્રપતિ ચોક્કસપણે તેને અપનાવશે.” જોકે, તેમણે એમ પણ કહ્યું, “પરંતુ જો શક્તિ બતાવવાની જરૂર પડશે, તો તેઓ તેનાથી પાછળ હટશે નહીં.”
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની યોજનાને સમર્થન આપ્યું છે, પરંતુ તેમણે હજુ સુધી અંતિમ આદેશ આપ્યો નથી. તેઓ જોવા માંગે છે કે ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ બંધ કરે છે કે નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયાને શું કહ્યું?
અગાઉ, ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે, “હું હુમલો કરીશ, અને હું હુમલો નહીં કરું. આગામી અઠવાડિયું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કદાચ તેના કરતા પણ ઓછા સમયમાં નિર્ણય લેવામાં આવશે.” ગુરુવારે ઇઝરાયલે ઇરાનના પરમાણુ મથકોની આપસાસના સ્થળો પર હવાઈ હુમલો કર્યો, જેના જવાબમાં ઇરાને મિસાઇલો અને ડ્રોન છોડ્યા. આમાંથી એકે દક્ષિણ ઇઝરાયલના બીયર શેવામાં સોરોકા મેડિકલ સેન્ટરને નુકસાન પહોંચાડ્યું.
આ અંગે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કડક પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “તેહરાનના સરમુખત્યારોને આની સંપૂર્ણ કિંમત ચૂકવવી પડશે.” હવે બધાની નજર અમેરિકાના આગામી પગલા પર ટકેલી છે, કારણ કે ટ્રમ્પનો નિર્ણય આ સમગ્ર સંઘર્ષની દિશા નક્કી કરી શકે છે.
ઈરાને ટ્રમ્પની ધમકીઓનો જડબાતોડ જવાબ આપ્યો કે ટ્રમ્પ….
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ‘બિનશરતી આત્મસમર્પણ’ની ધમકી આપી હતી, જેના જવાબમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનીએ કડક પ્રતિક્રિયા આપી છે. ખામેનીએ ટ્રમ્પની ધમકીઓને ‘અસંગત’ ગણાવી અને કહ્યું કે, “ઈરાનની પ્રજા ધમકીઓથી ડરતી નથી અને અમે ક્યારેય શરણે નહીં જઈએ.”
ખામેનીએ ઈરાની રાષ્ટ્રીય ટેલિવિઝન પર પ્રસારિત એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમેરિકાની કોઈપણ સૈન્ય હસ્તક્ષેપને અપૂરણીય નુકસાન સાથે જવાબ આપવામાં આવશે.” તેમણે ઈઝરાયેલના હુમલાઓને ‘મોટી ભૂલ’ ગણાવી અને ચેતવણી આપી કે, “યુદ્ધનો જવાબ યુદ્ધથી, બોમ્બમારોનો જવાબ બોમ્બમારોથી અને હુમલાનો જવાબ હુમલાથી આપવામાં આવશે.”
ટ્રમ્પે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે ઈરાનના સર્વોચ્ચ નેતા ક્યાં છુપાયેલા છે. તેઓ સરળ લક્ષ્ય છે, પરંતુ અમે હાલમાં તેમને નિશાન બનાવવાના નથી. પરંતુ અમારી ધીરજ ખૂટી રહી છે.” તેમણે ઈરાનને ‘બિનશરતી આત્મસમર્પણ’ની માંગ કરી હતી.
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા એસ્માઈલ બાઘાઈએ પણ ટ્રમ્પની ધમકીઓની ટીકા કરી અને કહ્યું કે, “અમેરિકાની હસ્તક્ષેપથી પ્રદેશમાં સર્વગ્રાહી યુદ્ધનું જોખમ ઊભું થશે.”
આ પણ વાંચો:
Visavadar: વિસાવદરના મતદાન મથકો પર લાઈવ સ્ટ્રીમિંગ બંધ, ગોપાલ ઈટાલિયાના ચૂંટણીપંચ પર આક્ષેપ
Visavadar-Kadi election: વિસાવદર અને કડીમાં કોનું પલડું ભારે?
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું
Amreli plane crash: અમરેલીમાં વિમાન ક્રેશ, પાયલટનું મોત
દાવતના બદલામાં NOBEL PRIZE માટે સમર્થન! ટ્રમ્પે મુનીરને કેમ બાલાવ્યા, જાણો
Gujarat illegal infiltration: દેશની સરહદે છીंડા!, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું ટ્વીટ કર્યું!
Spitting in London: લંડનને ગુજરાતીઓએ પાન-મસાલાની પીચકારીઓ મારી બગાડ્યું!
Israel Iran War: યુદ્ધમાં અમેરિકા કૂદી પડ્યું!, ટ્રમ્પે સેનાને હુમાલની મંજૂરી આપી!
PM મોદીને G7માં બોલવતાં કેનેડામાં વિરોધ, ફજેતી થઈ છતાં ગયા!, પછી શું થયું જુઓ VIDEO?
મોડે મોડે મોદીને કેનેડાથી ફોન આવ્યો, ‘આવો G7 સમિટમાં’, PM મોદી ખુશ થયા
Israel Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુધ્ધ કેમ?, જાણો
Israel-Iran War: ઈરાનમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર, નાગરિકોને આપી આ સુચના
Israel-Iran War: ઈરાનના નેતા ખામેનીએ ઇઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી, હવે શું?









