Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

  • India
  • February 4, 2026
  • 0 Comments

Narendra Modi: અમેરિકાએ ભારતને ટેરિફ રાહત આપી છે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારત પર ૫૦% ટેરિફ માંથી ઘટાડીને ૧૮% કર્યો છે,ઉલ્લેખનીય છે કે યુએસ કોંગ્રેસમેન લિન્ડસે ગ્રેહામ પણ ભારત સામે ૫૦૦% ટેરિફ લાદવાની હિમાયત કરી રહ્યા હતા. પરંતુ હવે, તેઓ પણ ભારતની પ્રશંસા કરી રહ્યા છે.

ગ્રેહામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર અમેરિકા દ્વારા આર્થિક દબાણની નીતિ હવે પરિણામો બતાવી રહી છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની વ્યૂહરચનાની પ્રશંસા કરતા કહ્યું કે ભારતના પગલાં સ્પષ્ટપણે દર્શાવે છે કે આ નીતિ કામ કરી રહી છે. સેનેટર ગ્રેહામના મતે, ભારતના વર્તનથી સાબિત થયું છે કે તે ટેરિફ ઘટાડાને પાત્ર છે. તેમણે આશા વ્યક્ત કરી કે અન્ય મુખ્ય રશિયન તેલ ખરીદદારો પણ ભારતના નેતૃત્વને અનુસરશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જ્યાં સુધી રશિયા પર દબાણ ખૂબ તીવ્ર ન બને ત્યાં સુધી વાટાઘાટો નહીં કરે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર થઈ ગયો છે. આ કરાર હેઠળ, અમેરિકાએ ભારત પરનો પારસ્પરિક ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ નિર્ણય મિત્રતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેના આદરથી લેવામાં આવ્યો છે. પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે વડા પ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી હતી, જેમાં વેપાર અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અને અમેરિકા પાસેથી વધુ ઊર્જા ખરીદવા સંમત થયું છે આ પહેલા ટ્રમ્પ દ્વારા પણ ભારત સાથેની ડિલ અને ટેરીફ ઘટાડાની જાહેરાત કરાઈ હતી.

■ રાહુલે કહ્યું,મોદી ટ્રમ્પના દબાણમાં આવી ગયા છે,આ ડિલથી ભારતીય ખેડૂતોને નુકશાન થશે.

જોકે,વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજીએ અમેરિકાના દબાણ હેઠળ આવીને ‘સમાધાન’ કરી લીધું છે અને આ ડિલથી ભારતના ખેડૂતોને નુકશાન થશે,વિપક્ષના આ નિવેદન પાછળનું મુખ્ય કારણ અમેરિકાના કૃષિ મંત્રી (US Agriculture Secretary) બ્રુક રોલિન્સે કરેલું નિવેદન છે,રોલિન્સે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, “આ ડીલથી અમેરિકન ખેડૂતોના ઉત્પાદનો હવે ભારતીય બજારમાં વેચાશે અને અમેરિકાના ગામડાઓમાં પૈસો આવશે.”

આ નિવેદનને ટાંકીને કોંગ્રેસે દલીલ કરી છે કે હવે ભારતીય ખેડૂતોએ પોતાના જ દેશમાં અમેરિકન ઉત્પાદનો સાથે સ્પર્ધા કરવી પડશે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન થશે. પાર્ટીનો આરોપ છે કે મોદી સરકારે ભારતીય ખેડૂતોના હિતોને નેવે મૂકીને અમેરિકન ખેડૂતોને ફાયદો કરાવવા માટે આ પગલું ભર્યું છે,અને તેથી જ જે લોકો ભારત ઉપર 500 ટકા ટેરીફ લગાડવાની વાત કરતા હતા તેઓ રાતોરાત બદલાઈ ગયા છે.

બીજી તરફ રાહુલ ગાંધીના આ નિવેદન બાદ વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે ‘રાહુલ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે’ અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી દેશને ફાયદો થશે. દેશ-વિદેશમાં તેની પ્રશંસા થઈ રહી છે. કૃષિ-ડેરી ક્ષેત્રને સંરક્ષિત રાખવામાં આવશે.

■ પહેલા ટ્રમ્પે જાહેરાત કરી બાદમાં PM મોદીએ ટ્રમ્પનો આભાર માન્યો

ભારત ઉપર ટેરીફ ઘટાડાની સૌ પ્રથમ ટ્રમ્પે જાહેરાત કરી ત્યારબાદ મોદીજીએ આભાર વ્યક્ત કર્યો,PM મોદીએ લખ્યું- મને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. એ જાણીને ખૂબ સંતોષ થયો કે હવે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર ટેરિફ ઘટાડીને 18% કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય માટે ભારતના 1.4 અબજ લોકો વતી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો હૃદયપૂર્વક આભાર,આમ,ભારત ઉપર અચાનક ટેરીફ ઘટાડવા ટ્રમ્પ કેમ રાજી થઈ ગયા તે મુદ્દે દેશભરમાં ભારે ચર્ચા ઉઠી છે.


આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!
  • March 26, 2026

Strait of Hormuz: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 27મો દિવસ છે, ટ્રમ્પની યુદ્ધ વિરામની વાતો ઈરાને ગપગોળા જણાવી છે અને કહ્યુ છે કે “અમે પહેલા પણ કહી ચુક્યા છે કે…

Continue reading
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!
  • March 24, 2026

Narendramodi: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને રોકવા માટે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. અહેવાલો સૂચવે છે કે આ અઠવાડિયાના અંતમાં ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સામ-સામે મુલાકાત થઈ શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

  • March 27, 2026
  • 4 views
Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

  • March 26, 2026
  • 6 views
BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

  • March 26, 2026
  • 12 views
Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

Gujarat Politics: બોગસ આદિવાસી પ્રમાણ પત્રથી મંત્રી પણ બની શકાય છે!આદિવાસી સમાજને ન્યાય ક્યારે મળશે?

  • March 26, 2026
  • 7 views
Gujarat Politics: બોગસ આદિવાસી પ્રમાણ પત્રથી મંત્રી પણ બની શકાય છે!આદિવાસી સમાજને ન્યાય ક્યારે મળશે?

PM Modi: મોદી સાહેબનો ‘ગટરનો ગેસ’ ખરા સમયે જ કામ ન લાગ્યો! તો શું એ વાત માત્ર મિમિક્રી હતી??

  • March 26, 2026
  • 10 views
PM Modi: મોદી સાહેબનો ‘ગટરનો ગેસ’ ખરા સમયે જ કામ ન લાગ્યો! તો શું એ વાત માત્ર મિમિક્રી હતી??

PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!

  • March 26, 2026
  • 9 views
PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!