Putin: ભારત કોઈપણ દેશ પાસેથી તેલ ખરીદવા સ્વતંત્ર છે:રશિયા

  • World
  • February 5, 2026
  • 0 Comments

● ટ્રમ્પની જાહેરાત બાદ રશિયાએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે,ભારતની તેલ રિફાઇનરીઓ ઈચ્છીને પણ અમારું તેલ બંધ કરશે નહિ કારણ કે અમારું તેલ તેઓ માટે અનુકૂળ છે અને અમેરિકાનું શેલ તેલ હલકી ગુણવત્તાનું છે જે ભારતની રિફાઇનરી માટે ટેકનિકલી માફક આવી શકે તેમ નથી,ભારતને રશિયા રોજના 15 થી 20 લાખ બેરલ તેલ નિકાસ કરે છે જે અમેરિકા માટે અસંભવ છે,છતાં ટ્રમ્પ દબાણ કરતા હોયતો ભારત કોઈપણ દેશ પાસેથી તેલ ખરીદવા સ્વતંત્ર છે.

Putin: ભારત-અમેરિકા વેપાર કરારમાં રશિયન તેલ અંગે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર મોસ્કોએ કડક પ્રતિક્રિયા આપી છે. રશિયાના રાષ્ટ્રપતિ મહેલ ક્રેમલિનએ બુધવારે (4 ફેબ્રુઆરી, 2026) જણાવ્યું હતું કે ભારત કોઈપણ દેશ પાસેથી ક્રૂડ તેલ ખરીદવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

એક પ્રશ્નના જવાબમાં, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું, “અમે અને અન્ય આંતરરાષ્ટ્રીય ઉર્જા નિષ્ણાતો સારી રીતે જાણે છે કે રશિયા ભારતને તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો સપ્લાય કરતો એકમાત્ર દેશ નથી, ભારતે હંમેશા અન્ય દેશોમાંથી પણ આ ઉત્પાદનો પહેલેથી ખરીદે જ છે, તેથી એવું કહી ન શકાય કે તે માત્ર રશિયા પાસથી જ ઉર્જા ખરીદે છે.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયા સમક્ષ દાવો કર્યો છે કે “હવે ભારત રશિયા પાસેથી તેલ નહિ ખરીદે”
આ અંગે જ્યારે દિમિત્રી પેસ્કોવને પૂછવામાં આવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અને સંભવિત રીતે અમેરિકા તેમજ વેનેઝુએલા પાસેથી ક્રૂડ તેલ ખરીદવા માટે સંમત થયા છે. તે વે સમયે પેસ્કોવે સ્પષ્ટતા કરી હતી કે રશિયાને ભારત રશિયન તેલની ખરીદી બંધ કરવા અંગે કોઈ ચિંતા નથી.

■”રશિયન તેલને અમેરિકન તેલથી બદલવું શક્ય નથી.”

રશિયાના રાષ્ટ્રીય ઉર્જા સુરક્ષા ભંડોળના અગ્રણી નિષ્ણાત ઇગોર યુશકોવે જણાવ્યું હતું કે ભારતીય તેલ રિફાઇનરીઓ ઈચ્છીને પણ રશિયન ક્રૂડ તેલની આયાત સંપૂર્ણપણે બંધ કરી શકતી નથી આ માટે તેઓએ કેટલાક ટેકનિકલ કારણો ટાંકીને કહ્યું, “યુએસ દ્વારા નિકાસ કરાયેલ શેલ તેલ હળવા શ્રેણીનું છે. તેનાથી વિપરીત, રશિયા ભારે અને સલ્ફરથી ભરપૂર યુરલ્સ તેલ પૂરું પાડે છે. ભારતીય તેલ રિફાઇનરીઓની રચના અનુસાર, તેમને અમેરિકન તેલને અન્ય શ્રેણીઓ સાથે ભેળવવું પડશે, જેના કારણે વધારાનો ખર્ચ થશે. તેથી, રશિયન તેલને અમેરિકન તેલથી સંપૂર્ણપણે બદલવું શક્ય બનશે નહીં.”

■યુએસ ભારતના તેલ પુરવઠાની ભરપાઈ કરી શકશે નહીં.”

યુશકોવે કહ્યું, રશિયા સામાન્ય રીતે દરરોજ 1.5 થી 2 મિલિયન બેરલ તેલ ભારતમાં નિકાસ કરે છે. યુએસ આ જથ્થાની ભરપાઈ કરવામાં અસમર્થ છે. એવું લાગે છે કે ટ્રમ્પ ફક્ત એવું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમણે વેપાર વાટાઘાટો જીતી લીધી છે અને કરાર સંપૂર્ણપણે અમેરિકન માંગણીઓ સાથે સુસંગત છે,પરંતુ તે શક્ય બનશે નહિ.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત
  • September 24, 2026

Oman Ship Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓમાનના મુસંદમ તટ નજીક વાણિજ્યિક જહાજ MV Cape Dao પર બુધવાર, 23 સપ્ટેમ્બરે થયેલા હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી ભારતીય નાવિક…

Continue reading
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

  • September 25, 2026
  • 5 views
GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 5 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 7 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 7 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

  • September 25, 2026
  • 10 views
Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

  • September 25, 2026
  • 6 views
ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો