
Islamic NATO: ભારતના દુશ્મનો વધવા લાગ્યા છે અને ચારે તરફ ધીરે ધીરે જાણે ઘેરાબંધી કરી રહયા છે એક તરફ પાકિસ્તાન ચીનના જોરે કૂદી રહ્યું છે,તાજેતરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન ચીને પાછલા બારણેથી પોતાના શસ્ત્રોનો ભારત ઉપર પ્રયોગ કર્યો હતો અને પાકિસ્તાનને ફૂલ સપોર્ટ કર્યો હતો ત્યારબાદ અમેરિકાએ પણ પાકિસ્તાનને સમર્થન કરી મદદનું વચન આપ્યું હતું અને પાકિસ્તાનના આર્મી ચીફ અમેરિકામાં પડ્યા પાથર્યા રહ્યા હતા.
આમ, ચીન અને અમેરિકાને પોતાના તરફ ખેંચવામાં સફળ પાકિસ્તાન હવે બાંગ્લાદેશમાં ધામા નાખ્યા છે અને બાંગ્લાદેશને લશ્કરી સહયોગ અને ફાયટર જેટ વેચવાનું નક્કી થયું છે.
વ્યૂહાત્મક દ્રષ્ટિએ ભારત માટે ખૂબજ મહત્વના ગણાતા બાંગ્લાદેશને પણ પાકિસ્તાને મિત્ર બનાવી લઈ આગળની રણનીતિમાં સાઉદી અરેબિયા અને તુર્કીને જોડી ‘ઇસ્લામિક નાટો’ તૈયાર કરી રહ્યું છે, જે ભારત વિરોધી મોરચો ખોલવા જઈ રહ્યું છે.
સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંરક્ષણ કરારમાં હવે તૂર્કિયે સામેલ થવાનું જોડાણ ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે ત્રણેય રાષ્ટ્રો એક મજબૂત સૈન્ય પ્લેટફોર્મ બનાવવાની ગતિવિધિ શરૂ કરી છે.
મહત્વનું છે કે ગયા સપ્ટેમ્બર 2025માં સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરારમાં નાટોના ‘અનુચ્છેદ 5’ જેવી જોગવાઈ કરવામાં આવી છે. જેનો અર્થ એ થાય કે જો કોઈ પણ એક સભ્ય દેશ પર હુમલો થશે, તો તેને આખા જૂથ પરનો હુમલો ગણી ત્રણેય દેશો સાથે મળીને વળતો હુમલો કરશે.
સાઉદી અરેબિયા પાસે અઢળક નાણું છે પણ પરમાણુ બૉમ્બ નથી તેથી પાકિસ્તાનને સામેલ કરી અન્ય આધુનિક હથિયારો અને સૈન્ય માટે ફન્ડિંગ પૂરું પાડશે.
પાકિસ્તાન પરમાણુ દેશ હોવાથી આ હથિયારો અપડેટ કરવા સાઉદી નાણાકીય રોકાણ કરી અદ્યતન ‘ન્યૂક્લિયર વેપન’, બેલિસ્ટિક મિસાઇલો અને સૈનિકો પણ પૂરા પાડશે. તેની અદ્યતન ‘ડ્રોન ટેકનોલોજી’, ફાઇટર જેટ પ્રોગ્રામ (કાન) અને યુદ્ધ જહાજો બનાવવાની ક્ષમતા દ્વારા પાકિસ્તાનને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે.
જ્યારે તૂર્કિયેની વાત કરવામાં આવેતો તે પાકિસ્તાનના F-16 જેટ્સને પહેલેથી જ અપગ્રેડ કરવામાં મદદ કરી રહ્યું છે અને પાક માટે યુદ્ધ જહાજો પણ બનાવી રહ્યું છે હવે તેમાં નાણાકીય મજબૂત દેશ સાઉદી જોડાતા ત્રિપક્ષીય લશ્કરી વ્યૂહરચના ગોઠવાઈ રહી છે.
આમ,ત્રણેય દેશ મળી ‘ઇસ્લામિક નાટો’ની વ્યૂહરચના તૈયાર કરી રહયા છે અને ભારતને ચારે તરફથી ઘેરવા પાકિસ્તાન અને ચીન સક્રિય થયા છે, જે ખૂબજ ગંભીર બાબત છે, ઉલ્લેખનીય છે કે તૂર્કિયે પહેલેથી જ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો પક્ષ લેતું આવ્યું છે.
ગોપનીય સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં જ અંકારામાં ત્રણેય દેશોના નૌકાદળના વડાઓ વચ્ચે પ્રથમ બેઠક મળી હતી અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં પણ આ ત્રણેય દેશોની નૌકાદળની સક્રિયતા ભારતની દરિયાઈ સુરક્ષા માટે નવું જોખમ ઊભું કરી શકે છે.
ભારત માટે ડબલ ઢોલકી અમેરિકા કઈ કામનું નથી કારણકે તે પાકિસ્તાન તરફી પણ છે જ્યારે રશિયા મિત્ર ખરું પણ આપણા દુશ્મન દેશ ચીન સાથે લશ્કરી સહયોગ ધરાવે છે તેથી તે ચીનનું પણ નજીકનું જ મિત્ર છે ત્યારે સ્વાભાવિક છે કે ભારતનો પક્ષ લેવામાં તે ખુલ્લીને આગળ આવે તે વાત અતિશયોક્તિ ભરેલી જણાય છે, આવા સંજોગોમાં ભારતે ચેતી જવાનો સમય છે અને વ્યહાત્મક પગલાં ભરવાની જરૂર ઉભી થઇ છે.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!








