
Dubai Air Show:આજે શુક્રવારે દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન એક ભારતીય તેજસ ફાઇટર જેટ ક્રેશ થયુ હતું. આ ઘટના બપોરે લગભગ 2:10 વાગ્યે આ ઘટના બની જ્યારે વિમાન પ્રદર્શન ઉડાન ભરી રહ્યું હતું.
અકસ્માત બાદ આકાશમાં કાળો ધુમાડો છવાઈ ગયો, જેના કારણે ઘટનાસ્થળે અફરા તફરી મચી ગઇ હતી જોકે, હજુ સુધી પુષ્ટિ પાયલોટનું શુ થયું તે જાણકારી મળી શકી નથી.શુક્રવારે દુબઈ એર શોમાં પ્રદર્શન ઉડાન દરમિયાન ભારતીય તેજસ ફાઇટર જેટ ક્રેશ થયુ.
તેજસ ફાઇટર જેટ સ્થાનિક સમય મુજબ બપોરે 2:10 વાગ્યે પ્રદર્શન ઉડાન ભરી રહ્યું હતું ત્યારે અચાનક તેનું નિયંત્રણ ગુમાવી દીધું અને તે ક્રેશ થયુ હતું.વિમાન જોરદાર વિસ્ફોટ સાથે જમીન પર અથડાયું, અને થોડીવારમાં જ કાળા ધુમાડાના ગોટેગોટા હવામાં છવાઈ ગયા. પાયલોટની સ્થિતિ અસ્પષ્ટ રહી, અને તે સમયસર બહાર નીકળી શક્યો કે નહીં તે પણ સ્પષ્ટ નથી. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ કામગીરી શરૂ કરી છે.
વાયુસેનાના તેજસ જેટ ક્રેશ થવાની આ બીજી ઘટના છે. અગાઉની ઘટના 2024માં રાજસ્થાનના પોખરણમાં એક યુદ્ધાભ્યાસ દરમિયાન એન્જિન ફેલ થવાને કારણે દુર્ઘટના બની હતી.ઉલ્લેખનીય છે કે દુબઈ એર શોમાં ઈન્ટરનેશનલ વિમાનોનું પ્રદર્શન કરવામાં આવે છે.
અહીં, વિશ્વની અગ્રણી એરોસ્પેસ કંપનીઓ, એરલાઇન્સ, એરફોર્સ અને ટેકનોલોજી કંપનીઓ તેમના નવા વિમાનો, હેલિકોપ્ટર અને હથિયાર સિસ્ટમ અને એરોસ્પેસ ટેકનોલોજીનું પ્રદર્શન કરે છે. દુબઈ એર શો 1989માં શરૂ થયો હતો અને તે દુબઈના અલ મક્યૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દર બે વર્ષે યોજાય છે જેમાં સતત ત્રીજા વર્ષે તેજસે ભાગ લીધો હતો અને આ દુર્ઘઘટના બની છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા







