Election Data: ચૂંટણીના વીડિયો-ફોટા 45 દિવસ પછી ડિલિટ થશે, પહેલા 1 વર્ષ સચવાતાં, લોકતંત્ર પર કોણ મરાવી રહ્યું છે તરાપ?

  • India
  • June 21, 2025
  • 0 Comments

ચૂંટણી પંચ (EC)એ ચૂંટણી(Election)ના વીડીયો ફૂટેજ અને છબીઓ સુરક્ષિત રાખવા માટેની નિયમો બદલી નાખ્યા. ચૂંટણી પરિણામોની જાહેરાત પછી ચૂંટણીના વીડિયો ફોટા 45 દિવસ પછી ડિલિટ કરી દેવામાં આવશે. પહેલા ચંટણીપંચ આ વીડિયો-ફોટા 1 વર્ષ સુધી સાચવવતું હતુ. જોકે હવે માત્ર 45 દિવસ જ ચૂંટણીપંચ રાખવા માગે છે.

 વિપક્ષો અને નાગરિકો આ નિયમનો વિરોધ કરી રહ્યા છે. લોકો અને વિપક્ષો સવાલ કરી રહ્યા છે કે ચૂંટણીપંચને વીડિયો-ફોટા સાચવી રાખવામાં શું ખૂંચે છે. આ લોકતંત્ર પર તરાપ છે. ચૂંટણીપંચ પોતાની જવાબદારીમાં હાથ ઊંચા કરવા માગે છે.

ચૂંટણીપંચે 30 મેના રોજ તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEOs) ને આ નિર્ણયની જાણકારી આપી દીધી હતી. ચૂંટણીપંચે 1 વર્ષથી વીડિયો-ફોટા ન રાખવાનું કારણ એ આપ્યું છે કે ચૂંટણી પ્રક્રિયાની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કાયદા દ્વારા ફરજિયાત નથી પરંતુ તેનો ઉપયોગ આંતરિક વ્યવસ્થાપન સાધન તરીકે થાય છે.

ચૂંટણીપંચે તમામ સીઈઓને મોકલેલા પોતાના નવા નિર્દેશોમાં લખ્યું છે કે, “આ સામગ્રીનો તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને દૂષિત વાણીવિચાર ફેલાવવા માટે દુરુપયોગ કરાયો છે, જેમાં આવી સામગ્રીનો બિનજરૂરી ઉપયોગ શામેલ છે જેના કોઈ કાનૂની પરિણામો નહીં આવે, જેના કારણે તેની સમીક્ષા કરવામાં આવી છે.”

આ 6 સપ્ટેમ્બર, 2024 ના રોજ જારી કરાયેલી અગાઉની માર્ગદર્શિકાથી અલગ છે, જેમાં ચૂંટણી પ્રક્રિયાના વિવિધ તબક્કાઓના વીડિયો ફૂટેજ સાચવવા માટે 3 મહિનાથી 1 વર્ષ સુધીની ચોક્કસ સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી હતી. 2024થી પણ પહેલા માર્ગદર્શિકા મુજબ નામાંકન પહેલાના સમયગાળાના ફૂટેજ ત્રણ મહિના માટે સાચવવાના હતા જ્યારે નામાંકન તબક્કા, પ્રચાર સમયગાળો, મતદાન મથકોની અંદર અને બહાર અને મતગણતરીના રેકોર્ડિંગ્સ તબક્કાના આધારે 6 મહિનાથી 1 વર્ષ સુધીના સમયગાળા માટે સાચવવાના હતા.

ચૂંટણીપંચના સૂત્રોના જણાવ્યા અનુસાર નવા નિયમોમાં ચૂંટણી જાહેર થયાની તારીખથી ફૂટેજ સ્ટોર કરવા માટે 45 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે.

સમગ્ર ચૂંટણી પ્રક્રિયા રેકોર્ડ કરવામાં આવે છે

ચૂંટણી પ્રક્રિયામાં વીડિયો અને ફોટોગ્રાફીનો સમાવેશ થાય છે, જેમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) ની તપાસથી લઈને મતદાન દરમિયાન તેમના સંગ્રહ અને પરિવહન અને મતગણતરી સુધીની કામગીરીનો સમાવેશ થાય છે. મતદાન મથકોની અંદર મતદાન પ્રક્રિયાનું લાઈવ વેબકાસ્ટિંગ દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. ઉમેદવારોના ખર્ચનો ટ્રેક રાખવા અને આદર્શ આચારસંહિતાના સંભવિત ઉલ્લંઘન પર નજર રાખવા માટે ઝુંબેશ પ્રવૃત્તિઓ પણ રેકોર્ડ કરવામાં આવે છે.

ચૂંટણીપંચના વીડિયો ફોટા જલ્દી નાશા કરવાના નિર્ણયનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. કોંગ્રેસે પોતાના x હેન્ડલ પર લખ્યું કે ચૂંટણીપંચે 45 દિવસ સુધી જ વીડિયો-ફોટા ચૂંટણી સંબંધિત સાચવવાનો નિર્ણય લીધો છે. જો કોઈને ફોટા-વીડિયો તપાસવા 45 દિવસ સુધી અરજી નહીં કરે તો પછી ડિલિટ મારી દેશે. પહેલા 1 વર્ષ સુધી આ ડેટા રાખવામાં આવતો. વધુમાં લખ્યું ચૂંટણીપંચ અને મોદી સરકાર મળીને લોકશાહીનો નાશ કરી રહ્યા છે. આ નિયમ સંપૂર્ણપણે લોકશાહીની વિરુધ્ધ છે, ચૂંટણીપંચે આ નિયમ પાછો લેવો જોઈએ.

આ પણ વાંચો:

Swiss Bank Indian money: હવે ભારતીયોના ખાતામાં મોદી 15 લાખ નહીં 45 લાખ મોકલશે?

ગુજરાતી ફિલ્મ નિર્માતા  Mahesh Jirawala ના મોતની પુષ્ટી, DNA થયા મેચ

BJP-RSS નથી ઈચ્છતા ગરીબ બાળકો અંગ્રેજી શીખે: રાહુલ ગાંધી

ટ્રેનની બારીએ બેસવા BJP ધારાસભ્યએ મુસાફરને માર મરાવ્યો, આ છે ભાજપનું સુશાસન?

  National Anthem Insult Case: રાષ્ટ્રગીતના અપમાનના કેસમાં CM નીતિશ કુમારને રાહત, જાણો સમગ્ર કેસ?

West Bengal: લગ્નમાંથી પાછી આવતી બોલેરો સાથે ટ્રેલર અથડાયું, 9 લોકોના ઘટનાસ્થળે જ રામ રમી ગયા

148th Jagannathji Rath Yatra: અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે, AIથી ભીડ નિયંત્રિતકેવી રીતે થાય?

અમદાવાદમાં AMC ના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહની ધરપકડ, મોટા કૌભાંડની શંકા!

Ahmedabad માં ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા, મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ લીધો ભાગ

Donald Trump: ટ્રમ્પે કેમ પાછી પાની કરી? શું ટ્રમ્પ ઈરાનથી ડરી ગયા?, જુઓ શું કહ્યું?

Visavadar: વિસાવદરના મતદાન મથકો પર લાઈવ સ્ટ્રીમિંગ બંધ, ગોપાલ ઈટાલિયાના ચૂંટણીપંચ પર આક્ષેપ

Related Posts

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
  • December 13, 2025

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 5 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 5 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 5 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ