Election: બંગાળ-તમિલનાડુ અને મહારાષ્ટ્રની બારામતી બેઠક ઉપર આજે મતદાન

  • India
  • April 23, 2026
  • 0 Comments

Election: પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આજે મતદાન ચાલુ થઈ ગયું છે. બંગાળમાં ફર્સ્ટ ફેઝની 152 બેઠકો પર મતદાન શરૂ થયું છે,તમિલનાડુમાં તમામ 234 બેઠકો પર ચૂંટણી થવાની છે, પ.બંગાળમાં રાજ્યના ૧૬ જિલ્લાઓમાં ૧૫૨ મતવિસ્તારોમાં મતદાન ચાલી રહ્યું છે. મતદાન આજે સવારે ૭ વાગ્યે શરૂ થયું હતું અને સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે બંગાળમાં TMC અને BJP વચ્ચે મુખ્ય જંગ છે. અહીંના તમામ બૂથો પર વેબકાસ્ટિંગ (લાઈવ મોનિટરિંગ) થશે રાજ્યની બાકીની 142 બેઠકો પર બીજા ફેઝમાં 29 એપ્રિલે વોટિંગ થશે અને મત ગણના તા. 4 મેના રોજ થશે તમિલનાડુમાં DMK+ કોંગ્રેસ અને AIADMK+ BJP વચ્ચે મુકાબલો છે. તમિલ એક્ટર થલાપતિ વિજયની નવી પાર્ટી TVK આ જંગમાં સામેલ થતાં ત્રિપાખીઓ જંગ છે.

પશ્ચિમ બંગાળમાં કુલ 294 બેઠકો છે. જેમાં 210 જનરલ બેઠકો છે. જ્યારે 68 બેઠકો SC અને 10 બેઠકો ST માટે અનામત છે. રાજ્યમાં કુલ 6.8 કરોડ વોટર્સ છે. પાંચ લાખથી વધુ લોકો પ્રથમ વખત વોટ આપશે. તેમજ 3.79 લાખ વોટર્સ 85થી વધુ ઉંમરના છે. ફર્સ્ટ ફેઝમાં 16 જિલ્લાની 152 બેઠકો પર વોટિંગ થશે. 44,376 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.

મહત્વનું છે કે બંગાળમાં 14 વર્ષથી CM મમતાની સરકાર છે જેઓ સામે આ જંગમાં BJPનો સીધો પડકાર છે જ્યારે જયલલિતા પાંચ વખત તમિલનાડુના મુખ્યમંત્રી બનતા તેઓના નામે રેકોર્ડ છે. જોકે, તેઓ 1991થી 2016 સુધી અલગ-અલગ કાર્યકાળમાં મુખ્યમંત્રી પદે રહ્યા હતા.

જ્યારે મહારાષ્ટ્રના પુણે જિલ્લાની બારામતી વિધાનસભા બેઠક પર પણ આજે, 23 એપ્રિલ 2026 ના રોજ પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.
આ બેઠક મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું 28 જાન્યુઆરી, 2026 ના રોજ બારામતી એરપોર્ટ પાસે થયેલા એક કમનસીબ વિમાન અકસ્માતમાં નિધન થવાથી ખાલી પડી હતી અજિત પવારના પત્ની અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે આમ,દેશમાં લોકશાહી પર્વની ઉજવણી થઈ રહી છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

Related Posts

Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક
  • July 27, 2026

Delhi DCW-DMC Appointments: દિલ્હી સરકારે લગભગ અઢી વર્ષથી ખાલી પડેલા દિલ્હી મહિલા આયોગ (Delhi Commission for Women – DCW) અને દિલ્હી અલ્પસંખ્યક આયોગ (Delhi Minorities Commission – DMC)ના અધ્યક્ષ પદો…

Continue reading
Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ
  • July 27, 2026

Bankipur By Election: બિહારની રાજધાની પટનાના બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન ધાર્મિક સંદેશાવાળા પોસ્ટરો અને બેનરોને લઈને નવો રાજકીય વિવાદ ઉભો થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક સ્થળોએ એવા પોસ્ટરો અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surya Press Narendra Modi Book: સૂર્યા પ્રેસે મોદીનું પુસ્તક છાપ્યું, પેપર લીક કરવાનો પરવાનો લીધો

  • July 27, 2026
  • 4 views
Surya Press Narendra Modi Book: સૂર્યા પ્રેસે મોદીનું પુસ્તક છાપ્યું, પેપર લીક કરવાનો પરવાનો લીધો

Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક

  • July 27, 2026
  • 3 views
Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક

Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ

  • July 27, 2026
  • 6 views
Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ

Ayodhya Ram Temple SIT: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવા વિવાદમાં નવી SITની એન્ટ્રી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તપાસને મળશે નવી દિશા

  • July 27, 2026
  • 6 views
Ayodhya Ram Temple SIT: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવા વિવાદમાં નવી SITની એન્ટ્રી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તપાસને મળશે નવી દિશા

Koniamman Temple Donation Theft: તમિલનાડુના કોનિયમ્મન મંદિરમાં ચઢાવાની ચોરીનો આરોપ, 8 અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ

  • July 27, 2026
  • 6 views
Koniamman Temple Donation Theft: તમિલનાડુના કોનિયમ્મન મંદિરમાં ચઢાવાની ચોરીનો આરોપ, 8 અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ

Education crisis India: શિક્ષણથી રોજગાર સુધીનો તૂટતો પુલ, ભારતના યુવાનો સામે ઊભા થયેલા મોટા પ્રશ્નો

  • July 27, 2026
  • 6 views
Education crisis India: શિક્ષણથી રોજગાર સુધીનો તૂટતો પુલ, ભારતના યુવાનો સામે ઊભા થયેલા મોટા પ્રશ્નો