
Priya Marathe: ‘પવિત્ર રિશ્તા’ સીરિયલમાં વંદુનું પાત્ર ભજવનાર અભિનેત્રી પ્રિયા મરાઠેનું 38 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. અભિનેત્રી ગયા વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. મહારાષ્ટ્ર ટાઈમ્સ અનુસાર લાંબા સમય સુધી આ કેન્સર સામે લડ્યા બાદ રવિવારે સવારે પ્રિયા મરાઠેનું અવસાન થયું. સારવાર કરાવવા છતાં તે સ્વસ્થ થઈ શકી નહીં.
પ્રિયા મરાઠે ‘પવિત્ર રિશ્તા’ સીરિયલમાં અંકિતા લોખંડેની બહેનની ભૂમિકા ભજવતી જોવા મળી હતી. આ પાત્ર ચાહકોને ખૂબ ગમ્યું હતું. પ્રિયા મરાઠેના મૃત્યુના સમાચારથી દરેક ચાહકો ચોંકી ગયા છે અને અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળી રહ્યા છે.
23 એપ્રિલ1987 ના રોજ મુંબઈમાં જન્મેલી પ્રિયા મરાઠેએ શહેરમાં જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેણે મરાઠી સીરિયલ “યા સુખોનોયા” થી ટીવી પર ડેબ્યૂ કર્યું હતું. હિન્દી ટેલિવિઝનમાં બાલાજી ટેલિફિલ્મ્સની “કસમ સે” સીરિયલમાં વિદ્યા બાલીની ભૂમિકા ભજવી હતી. જ્યારે તે કોમેડી સર્કસની પહેલી સીઝનમાં પણ જોવા મળી છે.
જો કે તેને ઝી ટીવીની સીરીયલ પવિત્ર રિશ્તાથી ઓળખ મળી, જેમાં તેણે અંકિતા લોખંડેની ઓનસ્ક્રીન બહેન વર્ષા સતીશની ભૂમિકા ભજવી હતી. બાદમાં તે બડે અચ્છે લગતે હૈ, તુ તિથે મેં, ભાગે રે મન, જયસ્તુતે અને ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપમાં જોવા મળી હતી. તેના અંગત જીવન વિશે વાત કરીએ તો, પ્રિયા મરાઠેએ 2012 માં શાંતનુ મોઘે સાથે લગ્ન કર્યા, જે પીઢ અભિનેતા શ્રીકાંત મોઘેના પુત્ર છે.
પ્રિયા મરાઠેએ ઇન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ 2023 માં કરી હતી, ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર સક્રિય નહોતી.
આ પણ વાંચો:
બૂટલેગરના વિસ્તારમાંથી વોટ કૌભાંડ પક્ડયું, તારો ડંડો, પોલીસ, તંત્ર તૈયાર રાખ: Jignesh Mevani
vote chori in Gujarat: ગુજરાતમાં 62 લાખની વોટ ચોરી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ધડાકો
Lucknow: ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 6 લોકોના મોતની આશંકા, રેસ્ક્યૂ ચાલુ
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?
UP: પૂજારીએ પ્રસાદમાં નશીલો પદાર્થ નાખી યુવાનનું જાતીય શોષણ કર્યું, વીડિયો ઉતારી લીધા પછી…
China: મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, શું થઈ ચર્ચા?
Delhi: કાલકાજી મંદિરમાં પ્રસાદ ભૂખ્યા શખ્સોએ સેવકને પતાવી દીધો, ‘ભાજપની 4 એન્જિનવાળી સરકાર નિષ્ફળ’
US: ખંજરથી પોલીસ પર હુમલો કરવા જતાં શીખ યુવકને ગોળીથી વીંધી નાખ્યો