
Al-Falah University of Faridabad । દિલ્હીના કાર બૉમ્બ બ્લાસ્ટમાં વપરાયેલી કાર બાદ અન્ય કેટલા વાહનોનો આતંકીઓ ઉપયોગ કરવાના હતા તે અંગે શરૂ થયેલી અત્યાર સુધીનો તપાસમાં ચાર વાહનો મળી આવ્યા છે.
દરમિયાન,ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાંથી વધુ એક કાર મળી આવતા આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કારમાં તપાસ હાથ ધરી છે. અધિકારીઓએ બોમ્બ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમને બોલાવી છે, જે વાહનની તપાસ કરી રહી છે. દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિનાશક વિસ્ફોટ બાદ, તપાસ એજન્સીઓને હવે આતંકવાદીઓની ચોથી શંકાસ્પદ કાર મળી આવી છે.
ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાં સિલ્વર કલરની મારુતિ બ્રેઝા પાર્ક કરેલી મળી આવી હતી. આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અધિકારીઓએ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમને બોલાવી છે, જે હવે વાહનની તપાસ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બ્રેઝા કાર સોમવારે લાલ કિલ્લા વિસ્ફોટના મુખ્ય આરોપી ડૉ. ઉમર નબીની હિલચાલ અને નેટવર્ક સાથે જોડાયેલી હોવાનું પણ માનવામાં આવે છે. આ બ્રેઝા કાર ડૉ. શાહીનના નામે નોંધાયેલી છે, જેમની બીજી કાર દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવી હતી, જેમાં પોલીસે એક એસોલ્ટ રાઇફલ જપ્ત કરી હતી. તપાસમાં અત્યાર સુધીમાં ચાર વાહનોનો પર્દાફાશ થયો છે
અગાઉ ફરીદાબાદમાં દરોડા દરમિયાન ડૉ. શાહીનના નામે નોંધાયેલ મારુતિ સ્વિફ્ટ મળી આવી હતી જેની તપાસ દરમિયાન તેમાંથી એક એસોલ્ટ રાઈફલ મળી આવી હતી. બીજું વાહન સફેદ i20 કાર છે, જેને ડૉ. ઉમર નબી ચલાવી રહ્યો હતો જે બોમ્બ વિસ્ફોટમાં બ્લાસ્ટ થઈ ચુકી છે. ત્રીજું વાહન લાલ રંગનું ઇકોસ્પોર્ટ છે, જેની તપાસ હજુ પણ ચાલુ છે અને હવે, બ્રેઝા, જે અલ-ફલાહ યુનિવર્સિટીના પાર્કિંગમાંથી મળી આવી છે જેની તપાસ થઈ રહી છે.
ફરીદાબાદ પોલીસે હાલ યુનિવર્સિટી કેમ્પસને અસ્થાયી રૂપે સીલ કરી દીધું છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે, અને યુનિવર્સિટી વહીવટીતંત્રને પૂછપરછ કરવામાં આવી રહી છે કે વાહન ક્યારે અને કોણે પાર્ક કર્યું હતું. તપાસ એજન્સીઓને શંકા છે કે વિસ્ફોટ પહેલાં બ્રેઝાનો ઉપયોગ લોજિસ્ટિકલ સપોર્ટ માટે અથવા વિસ્ફોટક સામગ્રી ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવ્યો હોઈ શકે છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો






