Adani: ખેડૂતોનું સરકારને અલ્ટિમેટમ! 2026નું વર્ષ બગાડી નાખીશું! અદાણીને ચેલેન્જ! કામ અટકાવ્યું!

Adani: ઉત્તર ગુજરાતમાં ખેડૂતોનો લડાયક મિજાજ  The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલે સ્થાનિક ખેડૂત અમરા ભાઈ ચૌધરી સાથે કરેલી વાતચીત અને વિશ્લેષણ પ્રસ્તુત છે જોવાનું ચૂકશો નહિ

ગુજરાતમાં કચ્છ-દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાતમાં અડણીની વીજ લાઈન મુદ્દે ખેડૂતો પુરા વળતરની માંગ કરી રહયા છે અને ઠેર ઠેર આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતમાં વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ 765 KV વીજ ટ્રાન્સમિશન લાઇનના વળતર મુદ્દે વાવ-થરાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય વળતરની માંગ કરી હતી.

વાવ-થરાદ જિલ્લાના રાધાનેસડા ગામથી બનાસકાંઠાના મુડેઠા સુધી પસાર થનાર આ લાઇન વાવ-થરાદના 25 ગામો અને બનાસકાંઠાના 3 ગામો સહિત કુલ 28 ગામોના ખેડૂતોની જમીન અને ખેતીને અસર કરનાર છે.

ખેડૂતોનું કહેવું છે કે તેમને 30 ઓક્ટોબર, 2025ના નવસારી જિલ્લાના વાણિજ્ય હેતુના ઓર્ડર મુજબ વળતર મળવું જોઈએ.

આ સિવાય 1 માર્ચ, 2024ની ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ 200 ટકા અને રાજસ્થાન સરકારની ગાઈડલાઈન મુજબ ખેતરમાં ઇન્ડક્શનના જોખમને ધ્યાનમાં રાખીને વધુ 200 ટકા, એમ કુલ 400 ટકા વધારા સાથે વળતર મળવું જોઈએ.

આવેદનપત્રમાં કહેવામાં આવ્યું છે કે, કલેક્ટર દ્વારા ખેડૂતોને નોટિસ અને લાઇનનો નકશો ફરજિયાત મળવો જોઈએ.

સાથેજ વીજ લાઈનના સબંધિતો સીધા ખેતરમાં ઘૂસી જાય છે અને કામ ચાલુ કરે છે પણ આ પ્રોપર્ટી ખેડૂતોની માલિકીની છે જેમાં પ્રવેશતા પહેલા ખેડૂતોની મંજૂરી લેવી પડશે તેમજ સરપંચ, તલાટી, ગ્રામસેવક, મામલતદાર, ખેડૂત માલિક અને પાવરગ્રીડ કંપનીના અધિકારીઓની હાજરીમાં પંચનામું કરીને સહી-સિક્કા સાથે નક્કી કરવાની માંગ થઈ છે.ખેડૂતો દ્વારા સૌથી મોટી એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે પાવરગ્રીડ કંપની પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે જેઓ ખેતરની માલિકી ધરાવતા ખેડૂતો વિરુદ્ધ દુરુપયોગ કરી બળ જબરી કરે છે તો પોલીસનો ખેડૂતો ઉપર દુરુપયોગ ન થયા તેની ખાતરી પણ આપવી પડશે.

ખેડૂતો દ્વારા ચેતવણી પણ અપાઈ છે કે જો તેમની માંગણીઓ ધ્યાનમાં નહીં લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવશે અને તેનાથી ઉભી થનારી કોઈપણ પરિસ્થિતિ માટે સરકાર જવાબદાર રહેશે.આમ, ઉત્તર ગુજરાતમાં સ્થિતિ સ્ફોટક બનતા હાલ કામ અટકી પડ્યું છે.

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી
  • March 18, 2026

BJP: રાજ્ય સરકાર પાસે છેલ્લા ઘણાજ સમયથી પડતર માંગણીઓ મુદ્દે લડત આપી રહેલી આંગણવાડી બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ સરકાર સામે લડી લેવા હવે કામકાજથી અળગા રહી આંદોલન શરૂ…

Continue reading
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!
  • March 18, 2026

PM Modi: PM નરેન્દ્ર મોદી અગાઉ જે રીતે ગુજરાતમાં ચૂંટણી જીતવા જે રીતે ભાષણો કરી રહયા હતા તેવાજ ભાષણો હાલમાં બંગાળમાં કરી રહયા છે અને ત્યાંની વર્ષોથી જામી પડેલી સરકારની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”