
Free Press: 2014-2025ના મોદીના દાયકામાં ભારતમાં આશરે 28-30 પત્રકારોની હત્યા કરવામાં આવી છે. માફિયા, રાજકીય ભ્રષ્ટાચાર સ્થાનિક પત્રકારોને નિશાન બનાવવામાં આવ્યા છે.
1992થી 2017ના 25 વર્ષમાં 27 પત્રકારોની હત્યા કરવામાં આવી હતી,મોદી વડાપ્રધાન થયા પછી પત્રકારોની હત્યા વધી છે,આ હત્યાઓ માટે સજાનો દર ખૂબ ઓછો છે,સત્યવાદી અને વિશ્વસનીય પત્રકારત્વની માંગ ક્યારેય ઓછી થતી નથી.
તેથી છપાનો યુગ પૂરો થયો નથી, કચ્છમાં અદાણીની ગેરકાયદે વીજ લાઈનો અંગે અહાવાલો આપતાં પત્રકારને પરેશાન કરવા ગુનો દાખલ કરીને બોલતા બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો.
1 નવેમ્બર 2003 મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ભાષાઓના અખબારોને રાષ્ટ્રહિતને કેન્દ્રસ્થાને રાખીને ઓળખ રાખવા કહ્યું હતું.તે તેમના સોશિયલ મિડિયા અને અપપ્રચાર પ્રોપોગેન્ડાથી અખબારો મજબૂત થયા છે. વિશ્વમાં નબળા પડ્યાં છે.2003માં ગાંધીનગરમાં ભારતીય ભાષાઓના વર્તમાનપત્રોના સંગઠ્ઠન “ઈલ્ફાની રાષ્ટ્રીય કારોબારીમાં આવેલા અખબારોના તંત્રી સંપાદકો સાથેની વાત કરી હતી.
અંગ્રેજીયતના પ્રભાવ હેઠળ આવી જવાને બદલે સમાજનું શ્રેય ધ્યાનમાં લેવું જોઈએ, લોકોને પોતાનું અખબાર વાંચવું જ પડે તેવી વિશ્વસનિયતા સકારાત્મક ભાષાકીય પત્રકારત્વથી જ ઉભી થઈ શકશે.
સમાજમાં બુરાઇઓ અને ખરાબીઓ છે પરંતુ જે સારૂં છે તેને પ્રાધાન્ય આપીશું તો ખરાબીઓનો પ્રભાવ ઓસરશે,કચરાપેટી કે ફૂલદાની લઈને ફરવું તે મંથન કરવાનો સમય પણ પાકી ગયો છે.
માખીનો સ્વભાવ ગંદકી ઉપર બેસીને દુર્ગંધ ફેલાવવાનો છે જયારે મધમાખી મધનું પ્રસારણ કરે છે પરંતુ જરૂર પડે તો એવો ડંખ આપે છે.પત્રકારત્વમાં પણ મધમાખીની જેમ ડંખ દેવાની તાકાત છે.જનતાને શિક્ષિત કરવાનું કામ અખબારોનું છે.
પરંતુ જનતાને ઉશ્કેરવાનો પોંઘાટ કરવાથી કોઈ લાભ થવાનો નથી. ભાજપના પ્રવક્તાઓ આવો ઘોંઘાટ કરીને જનતાને અત્યારે ઉશ્કેરે છે.રાજકીય નેતાઓના નિવેદનો અને રાજનીતિક ગતિવિધિઓને અખબારોમાં અપાતું મહત્તમ પ્રાધાન્ય ઘટાડવા કહ્યું હતું, પણ મોદી પોતે જ રાજકીય કાવાદાવા વધારે જાહેર કરે છે.
ઇલેક્ટ્રોનિક મીડિયાની નકારાત્મક પત્રકારત્વએ આ સંકટનો પડકાર ઝીલવો જોઈએ, પણ મોદીની રાજનીતિ પ્રતિપક્ષની નકારાત્મક વાતો કરવાની રહી છે,પત્રકારિતા રાજયાશ્રિત થશે તો લોકતંત્રનું ગળુ ઘૂંટાઈ જશે,એવું કહ્યું પણ તેમણે અત્યારે ઘણાં પત્રકારોને રાજયાશ્રિત બનાવી દીધા છે.
અધ્યક્ષ કુંદન વ્યાસે સુનિલ ડાંગે માહિતી પ્રસારણ સચિવશ્રી પી. ડી. વાઘેલા,ડી. એન. પઢિયાર ટીવી અને કેટલાંક અખબારો મોદીની વાહવાહી કરે છે. ત્યારે હવે 2026માં શું સ્થિતી છે,પ્રેસ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયામાં નોંધાયેલા પ્રકાશનોની સંખ્યા 2014-15 માં 1.05 લાખથી વધીને 2024-25 માં 1.55 લાખ થઈ ગઈ છે.
4.99%નો વધારો બતાવે છે, ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોની સંખ્યા ૨૦૦૪-૦૫માં ૧૩૦ થી વધીને ૨૦૨૪-૨૫માં ૯૦૮ થઈ ગઈ છે.જે ઘટાડો બતાવે છે, ખાનગી એફએમ રેડિયો સ્ટેશનો ૨૦૦૧માં ૪ થી વધીને ૨૦૨૪માં ૩૮૮ થયા.
કોમ્યુનિટી રેડિયો સ્ટેશનો ૨૦૦૫માં ૧૫ થી ૨૦૨૫માં ૫૩૧ થયા, ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશનો ૨૦૦૦માં ૧૯૮ થી વધીને ૨૦૨૫માં ૫૯૧ થયા, વસ્તીના ૯૮% સુધી પહોંચી ગઈ, જેના પર મોદી મનકીવાત કરે છે પણ જનતાની વાત કરતાં નથી, ૨૦૨૪માં પ્રિન્ટમાં પ્રતિ પ્રકાશન જાહેરાત જગ્યામાં માત્ર ૧% વૃદ્ધિ જોવા મળી ૨૦૨૫માં દૈનિક અખબારોનું વેચાણ 2.77 ટકા વધીને 30 લાખ નકલો થયું.
એ સાબિત કરે છે કે ચકાસાયેલા અને ઊંડાણપૂર્વક પત્રકારત્વ માટેની ભૂખ મજબૂત રહે છે, સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ અને અફવાઓના પૂર વચ્ચે, પ્રિન્ટ મીડિયાની વિશ્વસનીયતા એક મુખ્ય પરિબળ બની ગઈ છે, એબીસી રિપોર્ટ નોંધે છે કે વાચકો ઊંડાણપૂર્વક વિશ્લેષણ અને ચકાસાયેલ તથ્યોની શોધમાં અખબારો તરફ પાછા ફરી રહ્યા છે,70 ટકાથી વધુ વાચકોએ ડિજિટલ કરતાં પ્રિન્ટને વધુ વિશ્વસનીય માન્યું. ડિજિટલની ગતિ છે પણ વિશ્વસનિયતા નથી.
પ્રાદેશિક ભાષાના અખબારોએ આ વિશ્વાસને મજબૂત બનાવ્યો છે,હિન્દી, મરાઠી અને તમિલ દૈનિકોમાં 5-7 ટકાનો વિકાસ જોવા મળ્યો છે, પ્રિન્ટનું મહત્વ ઘટ્યું નથી.પ્રિન્ટ ડિજિટલ સાથે સ્પર્ધા કરી રહ્યું નથી, પરંતુ તેને પૂરક બનાવી રહ્યું છે, ડિજિટલ બ્રેકિંગ ન્યૂઝ અને પ્રિન્ટ ઊંડાણપૂર્વક વિશ્લેષણ અને સંપાદકીય લેખો પ્રદાન કરે છે, હાઇબ્રિડ વાચકોનો ઉદભવ થયો છે.
ભારતનું પ્રિન્ટ જાહેરાત બજાર 2025 સુધીમાં 3 ટકા વધીને ₹250 બિલિયન સુધી પહોંચી ઈંદિરા ગાંધીની કટોકટી કોઈ રીતે યોગ્ય ન હતી. પણ મોદીની ગર્ભિત અને છૂપી કટોકટી તેનાથી વધારે ખતરનાક છે.
ગુજરાતના પત્રકારોએ તે અનુભવ્યું છે. જેના કારણે અનેક પત્રકારોની હત્યા થઈ છે. જીવ જોખમાયા છે, આર્થિક હુમલા થયા છે. સત્તાનો બેફામ ઉપયોગ થયો છે. અખબારો અને ટીવી ચેનલ બંધ કરાવી છે. અદાલતમાં આજે પણ અનેક પત્રકારો કેસ લડી રહ્યાં છે.
પત્રકાર હાલ ગુજરાતની જેલમાં છે. આવેદનપત્રો અહીં આપવામાં આવ્યા છે.
પત્રકારો સામે બનેલી ઘટનાઓ પત્રકાર દિલીપ પટેલની વિડિયો હઠાવવાની ફરજ પાડવામાં આવી પત્રકાર તુષાર બસિયા સામે કેસ
કચ્છના પત્રકાર જયેશ અંબાલાલ શાહને નોટિસ અમરેલીના પત્રકાર સોહિલભાઈ બમાણી ઉપર હિચકારો હુમલો પ્રદીપ રાવલ અને ખત્રીનો કેસ જૂલાઈ 2023માં બોટાદમાં પત્રકાર પર હીચકારો હુમલો થયો હતો.
ડિસેમ્બર 2023માં જૂનાગઢ રોપવેના સમાચાર મેળવવા ગયેલા પત્રકાર અમર બખાઈ પર રોપવેના 3 કર્મચારીએ કર્યો હુમલો.
સપ્ટેમ્બર 2023માં રાજકોટમાં પત્રકારો પર પણ હુમલો કરી કેમેરા તોડવાનો પ્રયાસ કર્યો હતો.
ઓગસ્ટ 2023માં સંખેડા તાલુકાના પત્રકાર દિપક તડવી પર ડભોઈ ખાતે હુમલો કરાયો હતો.
જૂન 2023માં મહીસાગરના બાલાસિનોરમાં પત્રકારો પર ફજર દરમિયાન હુમલો કરાયો હતો.
ઓક્ટોબર 2022માં પોરબંદરમાં પત્રકાર પર હુમલો થયો હતો.
એપ્રિલ 2022માં વાલોડ તાલુકાના પત્રકાર વિકાસ ભરતભાઈ શાહ ઉપર હુમલો થયો હતો.
ઓગસ્ટ 2021માં અમદાવાદમાં ચાંદલોડિયામાં પત્રકાર દિનેશ કલાલ પર હુમલો થયો હતો.
ઓગસ્ટ 2021માં અમદાવાદ શહેરમાં આશારામ આશ્રમમાં પત્રકારો પર હુમલો કરનારા સાધકોને એક વર્ષની કોર્ટે સજા ફટકારી હતી.
મે 2022માં રાજુલા હુમલો કરી હાથ પગ ભાંગી નાખવાની ઘટના બની હતી.
2022માં અમદાવાદના નારોલ વિસ્તારમાં પોલીસની હાજરી પત્રકાર નીધી દવે પર જાન લેવા હુમલો થયો હતો.
નવેમ્બર 2022માં વડોદરાના સાવલી તાલુકામાં પત્રકાર પર જીવલેણ હુમલો કરાયો હતો.
7 મે 2020 ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદની ન્યૂઝ પોર્ટલ ફેસ ઓફ નેશનના
તેને વિદેશ ભાગી જવું પડ્યું હતું.
જૂલાઈ 2020માં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં પત્રકાર રાજેશ ગજ્જર ઉપર હુમલાની ઘટના બની હતી.
2019માં જામનગરમાં પત્રકાર સમીર અશોકભાઈ ગડકરી પર હુમલો કરાયો હતો.
ડિસેમ્બર 2019માં નડિયાદના કનીપુરામાં પત્રકાર ગિરધારીભાઇ પર કેટલાક હુમલો કરવામાં આવ્યો હતો.
ઓક્ટોબર 2019માં બનાસકાંઠાના રિપોર્ટર કુલદીપ પરમાર અને કૅમેરામૅન આકાશ પરમાર હુમલો કરાયો હતો.
મે 2019માં જૂનાગઢમાં પત્રકારો ઉપર પોલીસે કોઈ કારણ વગર અમાનવીય રીતે લાઠીચાર્જ કરી અને હુમલો કર્યો હતો.
2019માં જામનગરમાં એક બુટલેગરે પત્રકારના ઘર પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ભુજમાં સુરેશગીરી ગોસ્વામી પર હુમલો થયો હતો.
ભરૂચના આમોદમાં પત્રકારો પર હુમલા થયા હતા.
2016માં અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં મોડી રાત્રે પત્રકાર ગોપાલ પટેલ પર હુમલો થયો હતો.
2016માં જામનગરમાં પત્રકાર સંજય જાની પર હુમલો કરાયો હતો.
ભરૂચના પત્રકાર દિનેશભાઇ અડવાણી પર હુમલો કરી ફરાર થઇ ગયા હતા અને તેમને ફ્રેક્ચર થયું હતું.
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા મીડિયા ને આપેલી ધાક ધમકી
પત્રકારો પર સાયબર હુમલા
ન્યુઈન્ડિયન એક્સપ્રેસના ગુજરાત બ્યુરો ચીફ પર આ રીતના હુમલા થયા હતા.
વલસાડમાં અત્યાચાર
300 અખબારોએ દેખાવો કર્યા તો પોલીસે પકડી લીધા ગુજરાતમાં 4100 નાના અને મધ્યમ અખબારો અલગઅલગ કારણોસર બંધ છે.જૂલાઈ 2023માં ગાંધીનગર સમાચારની જાહેરાતો બંધ કરી દઈને આ અખબારની હત્યા ભૂપેન્દ્ર પટેલની સરકારે કરી છે.
ફૂલછાબ કોર્પોરેટ પાસે ગયું 2019માં ગુજરાતમાં પત્રકારો ઉપર 16 હુમલા થયા બે ટીવી ચેનલ બંધ યુટ્યુબ ચેનલો પર તવાઈ અનેક યુટ્યુબ ચેનલો સ્વચ્છ પત્રકારો ચલાવે છે. તેમની સામે તવાઈ વારંવાર આવતી રહી છે, ભાસ્કરને દબાવવા દરોડા
VTV, GSTV, ગુજરાત સમાચાર પર દરોડા
વડોદરામાં ગણેશ વિસર્જનની રાતે વડોદરા પોલીસે GSTVના પત્રકાર પર હિચકારો હુમલો કર્યો હતો.જામનગરના દિવ્ય ભાસ્કરના પત્રકાર પર હુમલો 2015માં પાટીદાર રેલીમાં અમદાવાદ જીએમડીસી મેદાનમાં 22 પત્રકારો પર હુમલા થયા હતા.ટીવી9 ના પત્રકાર ચિરાગ પટેલનું રહસ્યમય મોત ધારાસભ્યની કચેરીમાં અસામાજિક તત્વો દ્વારા પત્રકાર પર હુમલો અરવલ્લી. હળવદમાં પત્રકાર પત્રકાર જયેશભાઈ ભાઈલાલભાઈ ઝાલા પર હુમલો રાજકોટમાં ભાજપના હોદ્દેદારે એક પત્રકાર પર હુમલો કર્યો હતો.
18 નવેમ્બર 2018માં સરહદ ડેરીની ખારીવાવ મંડળીમાં થતી ગેરરીતિઓ બાબતે લખનાર પત્રકાર પત્રકાર હારૂન તોગાજી નોડે પર હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. હુમલો કરી ખભાના ભાગે ઇજા પહોચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સુરત યંગપ્રતિભાના પત્રકાર પર બુટલેગરો દ્વારા હુમલો કરાયો હતો, ગુજરાતમાં ટીવી9ના બનાસકાંઠાના પત્રકાર કુલદીપ પરમાર અને કેમેરામેન આકાશ પરમારપર હુમલો ભાજપના નેતાના ભાઈ દ્વારા અપહરણ કરીને પત્રકારને માર મારવામાં આવ્યો છે.
દિયોદરમાં પત્રકાર રાજેશ ગજ્જર પર હુમલો કરાયો હતો, બનાસકાંઠાનાં દિયોદરમાં ન્યૂઝ ચેનલના પત્રકાર પર દિવ્યભાસ્કરના મહિલા પત્રકાર માનસી પર પોલિસનો હુમલો કર્યો ત્યારે તેના તંત્રીએ લખવું પડ્યું હતું કે, તમે ગોળી મારી શકશો પણ અમને જૂઠાણાઓનો પર્દાફાશ કરતાં રોકી શકશો નહીં.
જુનાગઢના કેશોદમાં મહિલા પત્રકાર પર હુમલો કરાયો હતો, ચાંદલોડિયા ખાતે ક્રાઇમ તહેલકા સાપ્તાહિકના તંત્રી દિનેશ કલાલ પર હુમલો થયો હતો.જી 24 કલાક ના પત્રકાર ટાર્ગેટ બનાવીને હુમલો કરાયો હતો, કોરોનામાં 110 પત્રકારોના અપમોત થયા હતા.
ડીસામાં કોર્ટની બહાર એક પત્રકાર પર લુખ્ખા તત્વોએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, પત્રકાર પર હુમલો કરનાર સામે ડોલવણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, ખેડૂત ટ્રેક્ટર રેલીમાં વરિષ્ઠ પત્રકારો સામે દેશદ્રોહનો કેસ
સુરેન્દ્રનગરમાં ભાજપના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરાએ વી ટીવી અને ગુજરાત સમાચારના પત્રકારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અગાઉ તેઓ 3 પત્રકારોને અલગ અલગ સમયે પત્રકારો સાથે ખરાબ વર્તન કરી ચૂક્યા છે.
અદાણી ગૃપ દ્વારા પત્રકાર સામે ગુજરાતમાં ગુનો દાખલ કરવાની ઘટના કિશોર દવે નામના જૂનાગઢના પત્રકાર પર તેની કચેરીમાં જ હત્યા કરી દેવામાં આવી હતી, તાપી જિલ્લામાં પત્રકાર સાથે ખરાબ ઘટના 2020માં ગુજરાતમાં 3 પત્રકારો સામે દેશદ્રોહના ગુના નોંધાયા છે.આમ પત્રકાર સામે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે






