રોડ છે તો ખાડા રહેવાના, BJP મંત્રી રાકેશ સિંહ બોલ્યા, ભૂપેન્દ્ર પટેલ સાથે ગુજરાત મોડલ અપનાવાની વાત કરી હતી, હવે બ્રિજ તૂટ્યો

  • India
  • July 10, 2025
  • 0 Comments

ગુજરાતમાં વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટ્યો પછી દેશભરમાં ભાજપ સરકાર ભીંસમાં આવી છે. ત્યારે હવે  મધ્યપ્રદેશની BJP સરકારના  બાંધકામ વિભાગ (PWD) ના મંત્રી રાકેશ સિંહના નિવેદનથી લોકોમાં રોષ ભભૂક્યો છે. તેમનું એક નિવેદન ભારે ચર્ચાનો વિષય બન્યું છે. રાજ્યમાં રોડ પર પડેલા ખાડા અંગે પત્રકારોએ પ્રશ્ન પૂછતાં જવાબમાં મંત્રી રાકેશ સિંહે કહ્યું કે જ્યાં સુધી રસ્તાઓ છે ત્યાં સુધી ખાડા રહેશે. મંત્રીએ કહ્યું કે અત્યાર સુધી એવી કોઈ ટેકનોલોજી આવી નથી જે સંપૂર્ણપણે ખાડા મુક્ત રસ્તાઓ થઈ શકે.

ગઈકાલે 9 જુલાઈએ મીડિયા સાથે વાત કરતા મંત્રી રાકેશ સિંહે કહ્યું કે, વરસાદની ઋતુમાં કયા રાજ્યમાં ખાડા નથી હોતા? આ સમસ્યાઓ એવા રાજ્યોમાં પણ જોવા મળે છે જે દેશના શ્રેષ્ઠ રસ્તાઓ ધરાવતા ગણાય છે. ભારે વરસાદ અને અપેક્ષા કરતા વધુ ટ્રાફિકને કારણે રસ્તાઓ ખરાબ થાય છે. મંત્રીએ એ પણ સ્વીકાર્યું કે રસ્તાઓની ગુણવત્તા હંમેશા સારી હોતી નથી. તેમણે કહ્યું કે, વરસાદની ઋતુમાં ક્યાં ખાડા નથી હોતા?

તેમણે વધુમાં કહ્યું કે એવું કયું રાજ્ય છે જ્યાં રસ્તાઓ પર ખાડા નથી? જો ગુણવત્તા સારી હોત તો ખાડા ન પડત. આનો અર્થ એ નથી કે ખાડા હોવા જોઈએ, પરંતુ આપણે ટેકનિકલ પડકારોનો ઉકેલ શોધવા પડશે અને જનતાની અપેક્ષાઓ મુજબ રસ્તા બનાવવા પડશે. અમે આ દિશામાં ફેરફારોનું આયોજન કરી રહ્યા છીએ. મંત્રીએ લીલા સાહુના રસ્તા સંબંધિત વીડિયો પર પણ પ્રતિક્રિયા આપી જે તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

‘અમે એક યોજના મુજબ કામ કરીએ છીએ’

તેમણે કહ્યું કે PWDનું બજેટ એટલું મોટું નથી કે જો કોઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે તો તેને આપણે તરત જ ત્યાં રસ્તો બનાવી દઈએ. વિભાગની પોતાની મર્યાદાઓ છે. આપણે ફક્ત યોજના હેઠળ જ કામ કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે ભવિષ્ય માટે આપણી પાસે ઘણી મોટી યોજનાઓ છે. અમે તે દિશામાં કામ કરી રહ્યા છીએ.

માર્ગ, મકાન મંત્રી રાકેશ સિંહ અને  ભૂપેન્દ્ર પટેલ મળેલા!

મધ્ય પ્રદેશમાં માર્ગ, મકાન ખાતુ સંભાળતાં રાકેશ સિંહ અને ગુજરા   તેવું જ ખાતુ સંભાળતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બંને વચ્ચે 6 મહિના પહેલા જ ગુજરાતમાં મુલાકાત થઈ હતી. ત્યારે રાકેશ સિંહના નેતૃત્વમાં 15 સભ્યોના પ્રતિનિધિમંડળે ગુજરાતમાં માર્ગ અને મકાન બાંધકામનો અભ્યાસ કરી ગુજરાત જેવા રસ્તો બનાવવાની વાત કરી હતી. મધ્ય પ્રદેશમાં ગુજરાત મોડલ અપનાવાની વાત કરી હતી.

જોકે હવે વડોદરા નજીક આવેલો ગંભીરા બ્રિજ તૂટી ગયો છે. જેમાં 14 લોકોના મોત થઈ ગયા છે. ઘણા ઘાયલ થયા છે. ત્યારે હવે ગુજરાત મોડલ પર સવાલો ઉભા થયા છે. ત્યારે શું મધ્ય પ્રદેશ હજુ પણ ગુજરાત મોડલનો રસ ચાખશે. કે પોતાનું કંઈ અલગ આયોજન કરશે.

આ પણ વાંચોઃ

Gambhira Bridge collapse: ભાજપના ભ્રષ્ટાચારે વડોદરા અને આણંદ વચ્ચેની સીધી રસ્તા કડી તોડી!, 14 નો જીવ લીધો

Gambhira Bridge collapse: મદદ કરતાં માણસને પોલીસે ધમકાવ્યો, ‘NDRF ની ટીમ બોલાવી છે નીચે બસી જા’, જોઈ લો પોલીસનું વર્તન

Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!

Vadodara Bridge Collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ સરકારને ઘેરી

Language Controversy:  મુંબઈ કે દિલ્હીમાં ભોજપુરી જ બોલી છું, નિરહુઆએ ગીત ગાઈને ઠાકરે ભાઈને જવાબ આપ્યો!

Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે

UP: જનેતા 11 માસની પુત્રીને મૂકી ભાડૂઆત સાથે ભાગી, માસૂમનું તડપી તડપીને મોત, જાણો સમગ્ર કિસ્સો

Gujarat: માર્ગ અને પુલની વર્ષે 30 હજાર ફરિયાદો, પૂર્ણેશ મોદીએ પ્રજાની સેવા શરૂ કરીને પાટીલે હાંકી કાઢ્યા

Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે

Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા

Nirav Soni Arrest: નડિયાદમાં 1 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર નીરવ સોની પોલીસ સકંજામાં, બે દિવસના રિમાન્ડ પર, મહિલાને આ રીતે છેતરી!

Related Posts

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ
  • August 11, 2026

Sonia Gandhi: કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના કાર્યકાળ અને તેમની રાજકીય છબીને લઈને વિસ્તૃત લેખ લખતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર તીખો પ્રહાર કર્યો છે.…

Continue reading
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?
  • August 11, 2026

UPI Merchant Charge: સંસદે સોમવાર, 10 ઑગસ્ટે ‘કરાધાન તથા અન્ય કાયદા (સંશોધન) વિધેયક, 2026’ને અંતિમ મંજૂરી આપી દીધી છે. આ વિધેયક હેઠળ કેન્દ્ર સરકારને ભવિષ્યમાં કેટલાક યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 2 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 3 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

  • August 11, 2026
  • 7 views
Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

  • August 11, 2026
  • 9 views
VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

  • August 11, 2026
  • 10 views
Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 13 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ