
Gambhira Bridge Collapse: 9 જુલાઈની સવારે ગુજરાતના વડોદરા-આણંદને જોડતા ગંભીરા ગામ નજીક મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડતાં 18 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ દુખદ ઘટનામાં 2 લોકો હજુ ગુમ છે, અને તેમની શોધખોળ માટે બચાવ ટીમ કામે લાગી છે. આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ભય અને આઘાતનો માહોલ સર્જ્યો છે, જ્યારે સરકારે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.
4 એન્જિનિયરો સસ્પેન્ડ
રાજ્ય સરકારે આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ માટે પાંચ સભ્યોની ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. આ કમિટીમાં મુખ્ય ઇજનેર સી.પી. પટેલ, એન.કે. પટેલ, અધિક્ષક ઇજનેર કે.એમ. પટેલ, એમ.બી. દેસાઈ અને એન.વી. રાઠવાનો સમાવેશ થાય છે. કમિટીએ ઘટનાસ્થળની મુલાકાત લઈને પ્રાથમિક તપાસ હાથ ધરી, જેમાં માર્ગ અને મકાન વિભાગ (આરએન્ડબી)ના ચાર એન્જિનિયરોની બેદરકારી સામે આવી.
એન.એમ. નાયકાવાલા (કાર્યપાલક ઇજનેર), યુ.સી. પટેલ (નાયબ કાર્યપાલક ઇજનેર), આર.ટી. પટેલ (નાયબ કાર્યપાલક ઇજનેર) અને જે.વી. શાહ (મદદનીશ ઇજનેર)ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ અધિકારીઓએ બ્રિજની તપાસ દરમિયાન ડિઝાઈન ટીમને બોલાવી હતી, પરંતુ તેમના રિપોર્ટને ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો. ખાસ કરીને, એન.એમ. નાયકાવાલાએ ઘટના બાદ દાવો કર્યો હતો કે બ્રિજના રિપોર્ટમાં કોઈ મોટું નુકસાન નોંધાયું ન હતું. જોકે, તપાસ કમિટીએ આ નિવેદનને નકારી કાઢતાં તેમની બેદરકારીને જવાબદાર ગણી અને કડક પગલાં લેવામાં આવ્યા.
વિગતવાર તપાસના આદેશ
ગુજરાતના મુખ્યમંત્રીએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે. કારણે માર્ગ મકાનનું ખાતુ તેમની પાસે છે. જેથી તેમની પણ નિષ્ક્રિયતા બહાર આવી છે. જો કે હાલ સરકાર નાની માછલીઓની ભોગ લઈ રહી છે.
જેથી મુખ્યમંત્રીએ પોતાની બેદરકારી બદલ નિષ્ણાતોની ટીમને બ્રિજના નિર્માણ, મરામત, નિરીક્ષણ અને ગુણવત્તા ચકાસણીની સમગ્ર પ્રક્રિયાનો વિગતવાર અહેવાલ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈને બ્રિજના ધરાશાયી થવાના કારણોનું વિશ્લેષણ શરૂ કર્યું છે. આ અહેવાલમાં બ્રિજની ડિઝાઈન, નિર્માણમાં વપરાયેલી સામગ્રી અને નિયમિત નિરીક્ષણની ખામીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
સ્થાનિકોમાં રોષ અને સવાલો
આ દુર્ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં રોષની લાગણી ફેલાવી છે. ઘણા લોકોનું માનવું છે કે બ્રિજની જર્જરિત હાલત વિશે અગાઉથી ચેતવણીઓ હોવા છતાં તેની અવગણના કરવામાં આવી. સ્થાનિકો દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે બ્રિજની જાળવણી અને નિરીક્ષણમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી, જેના કારણે આ દુર્ઘટના બની.બચાવ કામગીરી અને તપાસની રાહદુર્ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં ફાયર બ્રિગેડ, NDRF અને સ્થાનિક પોલીસની ટીમો સતત કામ કરી રહી છે. ગુમ થયેલા બે વ્યક્તિઓને શોધવા માટે ડ્રોન અને ખાસ સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, તપાસ કમિટી આગામી દિવસોમાં પોતાનો વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને સોંપશે, જેમાં બ્રિજના ધરાશાયી થવાના મૂળ કારણો અને જવાબદાર વ્યક્તિઓ વિશે સ્પષ્ટતા થશે.
આ ઘટનાએ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. રાજ્ય સરકારે ખાતરી આપી છે કે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં લેવામાં આવશે. બ્રિજના પુનર્નિર્માણ અને અન્ય જર્જરિત પુલોના નિરીક્ષણ માટે પણ ઝડપી કાર્યવાહીની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટળી શકે.
નાયકાવાલાની જાહેરમાં જાટકણી
ગંભીરા બ્રીજ દુર્ઘટનાના જવાબદારો પૈકીના એક સસ્પેન્ડેડ એન્જિનિયર નાયકાવાલાની જાહેરમાં જાટકણી. #Gujarat #Vadodara pic.twitter.com/URVVp8mtma
— Sagar Patoliya (@kathiyawadiii) July 11, 2025
સસ્પેન્ડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર એન. એમ. નાયકાવાલાને સ્થાનિક લોકોએ જાહેરમાં ઝાટકણી કાઢી, કારણ કે તેમણે ઓગસ્ટ 2022માં બ્રિજની તપાસ કરી હતી અને દાવો કર્યો હતો કે બ્રિજમાં કોઈ મોટું નુકસાન નથી, જોકે તપાસ સમયે બ્રિજ પર મોટા ખાડા હોવાનું જાણવા મળ્યું હતું. લોકોનો આક્રોશ એ વાત પર હતો કે બ્રિજની જર્જરિત હાલત છતાં યોગ્ય નિરીક્ષણ અને સમારકામ નહોતું થયું, જેના કારણે આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ.
આ પણ વાંચોઃ
UP husband murder: 8 વિઘા જમીન માટે પ્રેમી સાથે મળી પતિને પૂરો કરી નાખ્યો, પછી લાશને….
Sabarkantha: ગાંજો રાખવા અને ઉગાડવા મામલે મંદિરના મહંત સહિત બેની ધરપકડ
Japan Heavy Rain: જાપાનમાં વરસાદે અને વાવાઝોડાએ મચાવી તબાહી, બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી!









