
GSEB 10th SSC Results 2025: ગુજરાતના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ- 10 ની (SSC) પરિક્ષા બાદ વિદ્યાર્થીઓ આતુરતાથી પરિણામની રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેમની આતુરતાનો અંત આવ્યો છે. ધો-10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSEB) આ અંગે જાહેરાત કરી છે.
ધો-10ની પરીક્ષાનું પરિણામ જાહેર
27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો (SSC) યોજાઈ હતી, જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી. ત્યારે આજે ધોરણ 10નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. રાજ્યમાં 1574 શાળાનું 100 ટકા પરિણામ જાહેર થયુંછે. જેમાં ધોરણ 10માં 28055 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. જ્યારે 86459 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો
બોર્ડના પરિણામમાં ક્યા જિલ્લાના કેન્દ્રએ મારી બાજી ?
આ વર્ષે ધોરણ 10નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ આવ્યું છે. તેમજ ભાવનગરના ભોળાદ કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ આવ્યુંછે જ્યારે ખેડાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછુ 29.56 ટકા પરિણામ આવ્યું છે. તેમજ સૌથી વધુ પરિણામ બનાસકાંઠા જિલ્લામાં 89.29% પરિણામ આવ્યું છે.
ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ આવ્યું
આ વર્ષે બોર્ડનું 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. જો કે ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ આવ્યું છે. ગત વર્ષે ધોરણ 10નું 82.56 ટકા પરિણામ આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષે 2024 માં ધોરણ 10નું પરિણામ 11 મેના રોજ આવ્યું હતું. જ્યારે આ વર્ષે એના કરતાં ત્રણ દિવસ વહેલું એટલે આજે 8 મે ના રોજ જાહેર થયું છે.
વિદ્યાર્થીઓ આ રીતે જોઈ શકશે પોતાનું રિઝલ્ટ
ધોરણ 10નું પરિણામ વિદ્યાર્થીઓ http://gseb.org વેબસાઈટ પર પોતાનો સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે. આ ઉપરાંત વ્હોટ્સએપના 6357300971 પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પણ પરિણામ મેળવી શકશે.
આ પણ વાંચો :
પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ
Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, પાકિસ્તાનના નામથી મળ્યો મેઇલ | Bomb Blast Threat
Mock drill: ગુજરાતમાં મોક ડ્રીલ શરૂ, યુધ્ધ થાય તો કેવી રીતે બચશો?








