Gujarat Weather Update: ગુજરાતના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે તુટી પડ્યો વરસાદ, જાણો ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ નોંધાયો

Gujarat Weather Update: ગુજરાતમાં (Gujarat) છેલ્લા ત્રણ દિવસથી હવામાનમાં (Weather)  પલટો જોવા મળી રહ્યો છે, જેના કારણે કાળઝાળ ગરમીથી પરેશાન લોકોને રાહત મળી છે. આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, ભાવનગર, અમરેલીમાં વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે, છેલ્લા 4 દિવસથી ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, જેમાં ગયા રવિવાર મોડી રાતથી રાજ્યના વિવિધ ભાગોમાં ગરમી પડી રહી છે. આજે પણ રાજ્યના 191 તાલુકાઓમાં સારો વરસાદ પડ્યો છે.

 રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો?

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, આજે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યના 191 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાંથી 59 તાલુકામાં 1 ઇંચથી વધુ અને 9 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આજે આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં સૌથી વધુ 102 મીમી (4 ઇંચ) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, ભાવનગરમાં 76 મીમી (2.9 ઇંચ), અમદાવાદના બાવલામાં 69 મીમી (2.7 ઇંચ), વડોદરામાં 67 મીમી (2.6 ઇંચ), આણંદના બોરસદમાં 64 મીમી (2.5 ઇંચ), ખેડાના નડિયાદમાં 59 મીમી (2.3 ઇંચ) અને જૂનાગઢના વંથલીમાં 58 મીમી (2.2 ઇંચ) વરસાદ નોંધાયો હતો.

રાત્રે 8 થી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો, છેલ્લા 2 કલાકમાં વરસાદ બંધ થઈ ગયો હોવાથી માત્ર 4 તાલુકામાં જ વરસાદ પડ્યો છે. જેમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 37 મીમી, ખંભાળિયામાં 6 મીમી, ભાણવડમાં ૪ મીમી અને કચ્છના નખત્રાણા તાલુકામાં 30 મીમી વરસાદ નોંધાયો છે.

આણંદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. સવારે 6 થી 8 વાગ્યા વચ્ચે માત્ર 2 કલાકમાં 58 મીમી વરસાદ પડ્યો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે. બીજી તરફ, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.

ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ

ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતુ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શહેરી વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના ઘણા તાલુકાઓમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. આજે પણ ભાવનગર શહેરમાં છેલ્લા એક કલાકથી હળવો વરસાદ પડી રહ્યો છે, ક્યારેક ઝરમર ઝરમર તો ક્યારેક ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાના અહેવાલો મળ્યા છે વરસાદને કારણે શહેરના અનેક મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો :

Firing at LOC: ઓપરેશન સિંદૂરથી બોખલાયેલ પાકિસ્તાની સેનાએ આ વિસ્તારોમાં કર્યો ગોળીબાર, 1 જવાન શહીદ

GSEB 10th SSC Results 2025: ધોરણ 10 નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ આ રીતે ચેક કરી શકશે પોતાનું રિઝલ્ટ

Rajkot: રીબડાના યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટો ધડાકો, મૃતક યુવકને હની ટ્રેપમાં ફસાવવાનું કોનું ષડયંત્ર ?

પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 2 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 3 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 8 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 7 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 11 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત