Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી, અનેક જગ્યાએ વિરોધ ચાલુ

અહેવાલ: દિલીપ પટેલ

Gujarat: રાજ્યમાં 1 જાન્યુઆરી 2025થી નવી 9 મહાનગરપાલિકાઓ બનાવવાની સાથે આસપાસના 60 ગ્રામપંચાયતોને ભેળવી દેવાયા હતા. મહાનગરપાલિકામાં ભળી ગઈ હતી. ભાજપ સરકારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શહેરીકરણની ચાલથી નવી રાજકિય રણનીતિ ઘડી હતી. જેમાં 60 ગામો અને 12 નગરપાલિકાઓ મોટા શહેરમાં 1 જાન્યુઆરી 2025થી ભેળવી દેવાયા હતા. તમામ 60 ગામોના રેકોર્ડ હસ્તગત કરવામાં વ્યો હતો.આમ, સરકારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શહેરીકરણની ચાલથી નવી રણનીતિ ઘડી હોવાની ચર્ચા છે. કારણ કે શહેરી વિસ્તારો ભાજપની સાથે રહેતાં આવ્યા છે. હવે 51 ટકા વસતી શહેરોની બની છે. આમ શહેરી રાજકારણાં ગામડાઓનો ભોગ ધરી દેવાયો હતો. શરૂ થયેલા શહેરીકરણ કરવા સામે ગામોને દરખાસ્ત મોકલતા પહેલા ગ્રામજનોનો મત લેવાયો નથી. ત્યારે ગામડાઓ શહેરમાં ભળી ગયા પરંતુ સવલતો મળતી નથી જેથી અનેક જગ્યાએ વિરોધ ચાલુ છે.

17 મહાનગરપાલિકા

8 મહાનગરપાલિકા વધીને 17 થઈ છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર નગરપાલિકાઓ હતી. 9 નવી મહાનગરપાલિકાને મંજૂરી આપતાં હવે મનપાની સંખ્યા વધીને 17 છે.

નગરપાલિકાઓની સંખ્યા 149 થઈ ગઈ હતી. 165 નગરપાલિકાઓ નગરપાલિકા અધિનિયમ હેઠળ હતી. 9 નગરપાલિકા મહાનગરપાલિકા બનાવી હતી. જેમાં મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો હતો. પણ ભરૂચ નગરપાલિકાને મહાનગર પાલિકા નહીં બનાવીને તેને અન્યાય કરાયો હતો. આ રીતે અમદાવાદ જિલ્લાના સાણંદ અને બોપલને મહાનગરપાલિકાઓ આપી નથી.

15 વર્ષ પછી

ગુજરાતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના 1951થી બીપીએમસી એક્ટ હેઠળ મુંબઈ રાજ્ય દરમ્યાન થયેલી.
રાજ્યમાં 1950માં અમદાવાદ અને વડોદરાને મહાનગર પાલિકા જાહેર કરી હતી.
1962માં ભાવનગર,
1966માં સુરત,
1973માં રાજકોટ,
1981માં જામનગર,
2002માં જૂનાગઢ,
2010માં ગાંધીનગરને મહાનગરો જાહેર કરાયા હતા.
જુનાગઢ મહાનગરપાલિકાની વર્ષ 2002માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની 2010માં રચના કરવામાં આવેલી ગતી. ત્યારબાદ 23 વર્ષ અને 15 વર્ષ બાદ નવી 9 મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી હતી.

શહેરી વિકાસ સત્તામંડળો, ટાઉનપ્લાનિંગ એક્ટ- 1976 હેઠળ AUDA, SUDA, VUDA, GUDA, BADA, JADA છે.

નવસારીઃ 4 ગામો અને 1 નગરપાલિકા

નવસારી નગરપાલિકા તેમજ દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઈને નવસારી મહાનગરપાલિકામાં ભેળવી દેવાયા.

ગાંધીધામ: 7 ગામો અને 1 નગરપાલિકા

ગાંધીધામ નગરપાલિકા તેમજ કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયતોને ગાંધીધામ મહાનગરપાલિકા બનાવી હતી.

મોરબી: 9 ગામો 1 નગરપાલિકા

મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઇન્દિરાનગર) અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતોને મોરબી મહાનગરપાલિકામાં ભેળવી દેવાયા.

વાપી: 11 ગામો અને 1 નગરપાલિકા

વાપી નગરપાલિકા તેમજ બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગ્રામ પંચાયતોને વાપી મહાનગરપાલિકામાં ભેળી દેવાયા.

આણંદ: 4 ગામો અને 3 નગરપાલીકા

આણંદ, વલ્લભવિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા તેમજ મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતોને આણંદ મહાનગરપાલિકામાં 4 ગામો ભેળવી દેવાયા.

મહેસાણા: 10 ગામો અને 1 નગરપાલિકા

મહેસાણા નગરપાલિકા તેમજ ફતેપુરા, રામોસણા, રામોસણા N.A. વિસ્તાર, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારો સમાવિષ્ટ થઈને મહેસાણા મહાનગરપાલિકા બનશે.

સુરેન્દ્રનગર: 5 ગામો અને 2 નગરપાલિકા

સુરેન્દ્રનગર/ દૂધરેજ/ વઢવાણ નગરપાલિકા તેમજ ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતોને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભેળવી દેવાયા.

પોરબંદર: 4 ગામ અને 1 નગરપાલિકા

પોરબંદર/ છાયા નગરપાલિકા તેમજ વનાણા (વિરપુર), દિગ્વીજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયતોને પોરબંદર મહાનગરપાલિકામાં ભેળવી દેવાયા.

નડિયાદ: 10 ગામો અને 1 નગરપાલિકા

નડિયાદ નગરપાલિકા તેમજ યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમલા, માંજીપુરા, ડભાણ, બીલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગ્રામ પંચાયતોને નડિયાદ મહાનગરપાલિકામાં ભેળવી દેવાયા.

વેરો વધારાયો

પોરબંદર મહાનગરપાલિકા થતાં 6 મહિનામાં જ મિલકત વેરો વધારવામાં આવ્યો હતો. હાઉસ ટેક્સના બિલની ફાળવણી થતા વેરામાં અસહ્ય વધારાનો લોકો દ્વારા વિરોધ થયો હતો.

વિરોધ

ઘણાં ગામડા કહે છે કે, ગામને શહેર ના બનાવો. ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના જ નગર પાલિકા કે મહાનગરપાલિકા બનાવવામાં આવે છે. જેનો વિરોધ હોય છે પણ સરકાર ધ્યાને લેતી નથી.

કરમસદ

આણંદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કરમસદને ભેળવવા સામે જાન્યુઆરીથી વિરોધ થયો હતો. તેથી સરકારે આણંદની સાથે કરમસદ નામ ઉમેરવું પડ્યું હતું. કલેક્ટરને આવેદનપત્ર આપીને માગણી કરી હતી કે સરદાર વલ્લભભાઈ પટેલના કરમસદની ઓખળ જાળવી રાખો અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિને વિશેષ દરજ્જો આપો. કરમસદ સરદાર પટેલ, વિઠ્ઠલભાઈ, મણિબહેન, ભીખાકાકા તેમ જ અનેક સ્વાતંત્ર્યસેનાનીઓની ભૂમિ છે. કરમસદનું નામ નકશામાંથી ભૂંસવાનો પ્રયાસ થયો છે. કરમસદ આણંદનો એક વિસ્તાર બની જશે. કરમસદ સ્વતંત્ર રાખો.

વાપી

વાપી મહાનગરપાલિકામાં સમાવવામાં આવનારા 11 ગામના લોકોએ તેનો વિરોધ દર્શાવ્યો હતો. બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગામો સમાવાયા તે મતામ વિરોધ કરી રહ્યા હતા. મોડી રાત્રે મોરાઈ ગ્રામ પંચાયતમાં 2000 લોકોનું ટોળું ગ્રામ પંચાયતની બહાર વિરોધ કરતા આખી રાત બેસી રહ્યું હતું. જીવ જશે તો વાંધો નથી, પરંતુ મહાનગરપાલિકામાં અમારું ગામ અમે સમાવા નહીં દઈએ વિરોધ ચાલુ રાખીશું, એવી જાહેરાત કરી હતી.
વાપી GIDCમાં આવેલા નોટિફાઇડ વિસ્તારને વાપી મહાનગરપાલિકામાં સમાવવામાં માંગ હતી. વાપીના ડુંગરા ચણોદ છીરી અને છરવાડા જેવા ગામોની બોર્ડર નોટિફાઇડ વિસ્તારની કેટલાક ક્ષેત્રને અડીને આવેલી છે. જો આ તમામ ગામોને સમાવી લેવામાં આવ્યા હોય તો નોટિફાઇડ વિસ્તારને પણ તેમાં સમાવવામાં આવે એવી લોકોમાં માંગ હતી.

વડોદરા

શહેરમાં રહેવું મંજૂર ના હોય તેવા ગામ કે નગરપાલિકાના રહીશોએ વિરોધ કર્યો હતો. વડોદરા પાસેના વેમાલી ગામના રહીશોએ ગામડાને ગામડુ જ રહેવા દેવાની માંગણી કરી હતી. ઢોલ, થાળી વગાડીને વિરોધ કર્યો હતો.

ખંભાળિયા

ખંભાળીયા પાસેના ગામોને નગરપાલિકામાં જોડવા સામે વિરોધ હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડુ મથક ખંભાળીયા છે. પાલિકાનો વિસ્તાર વધે તથા નજીકની ગ્રામ પંચાયતોના વિસ્તારો જમીનો-વસ્તી ખંભાળીયામાં ભેળવી દેવા સામે વિરોધ થયો હતો. ધરમપુર, રામનગર, શક્તિનગર અને હર્ષદપુર ચાર ગ્રામ પંચાયતોએ વિરોધ કર્યો હતો. 4 ગામની એક શેરી ગ્રામ પંચાયતમાં અને સામેની શેરી ન.પા.માં છે ત્યારે સ્થિતિ એવી છે કે ગ્રામ પંચાયતોને બહુ મોટા વિસ્તારોમાં વર્ષે માંડ થોડી ગ્રાંટ મળે છે.

અમદાવાદ

જાન્યુઆરી 2020માં મ્યુનિસિપલ હદમાં ભેળવવા માટેના છ ગામ અંગે અમદાવાદ- ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે ખેંચતાણ થઈ હતી.
ઝુંડાલ, કોટેશ્વર, ભાટ, અમીયાપુર, સુઘડ, ખરોજના નામો અમદાવાદ અને ગાંધીનગર બંને મહાનગરપાલિકામાં સમાવવાની યાદીમાં હતા.
અમદાવાદની હદમાં બોપલ- ઘુમા નગરપાલિકા અને 17 ગામો પૂરેપૂરા કે તેના કેટલાક સર્વે નંબરોને ભેળવવા હીચલાચ થઈ હતી. વિવાદ થતાં મુદ્દો ગુંચવાઈને રાજ્ય સરકારના ટેબલ પર ઘોંચમાં પડયો છે.

ગાંધીનગરના ઝુંડાલ, ખોરજ, ભાટ, સુઘડ, અમીયાપુરા, રણાસણ, નાના ચિલોડા, કોટેશ્વર વગેરે ગામોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભળવા સામે વિરોધ નોંધાવ્યો હતો.

અસલાલીમાં અનેક ગોડાઉનો ભાડે અપાયેલા હોવાથી આ વિસ્તારે તો મ્યુનિકોર્પોરેશનની હદ સામે વિરોધ નોંધાવ્યો હતો.
આસપાસનો ગ્રામ વિસ્તાર અમદાવાદની હદમાં ભેળવવા સામે ભારે વિરોધ હતો.

અમદાવાદની હદમાં ગામોની દરખાસ્ત

1 – બોપલ, ઘુમા નગરપાલિકાનો સમગ્ર વિસ્તાર.
2 – ઝુંડાલ, કોટેશ્વર, ભાટ, ચિલોડા, નરોડા, કઠવાડા, અમીયાપુર છ ગ્રામ પંચાયતોનો વિસ્તાર.
3 – સનાથલ, વિસલપુર, અસલાલી, ગેરતપુર, બિલાસીયા, રણાસણ, સુઘડ, ખોરજ ખોડિયાર જેવા નવ ગામોના રીંગ રોડની અંદર આવતા સર્વે નંબરો.

ગાંધીનગરના ઠરાવમાં ગામો

1 – પેથાપુર નગરપાલિકાનો વિસ્તાર
2 – કુડાસણ, રાયસણ, રાંદેસણ, સરગાસણ, કોબા, વાસણા, હડમતીયા, વાવોલ, કોલવડા, પોર, અંબાપુર 11 ગ્રામ પંચાયતોનો વિસ્તાર.
3 – ધોળાકુવા, ઇન્દ્રોડા, તારાપુર, ઉવારસદ, શાહપુર, વાસણ, લાવણપુરના કેટલાક સર્વે નંબરો.
4 – તારાપુર, ઉવારસદ, ધોળાકુવાના કેટલાક સર્વે નંબરો.

અમદાવાદ-ગાંધીનગર

અમદાવાદમાં છેલ્લે 2007માં 30 નવા વિસ્તારોને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડવામાં આવ્યા હતા. ગાંધીનગરના બહારના વિસ્તારો જેવાં કે પેથાપુર, કુડાસણ, રાયસણ, સરગાસણ જેવા વિસ્તારોને મ્યુનિસિપલ કોર્પોરેશનના દાયરામાં લાવવામાં આવશે.

મોરબી

મોરબી જિલ્લો બનતા જામનગરમાંથી છુટા કરી આમરણ ચોવીસીને મોરબીમાં ભેળવ્યા હતા. મોરબી તાલુકાના આમરણ ગામ 500 વર્ષ જૂનું છે. વસ્તી 5 હજારની હતી.

કણજરી

વડતાલ, નરસંડા અને રાજનગરને કણજરી નગરપાલિકામાં જોડવા સામે 2014માં વિરોધ થયો હતો.

રાજકોટ

રાજકોટના શાપર વેરાવળને સંયુક્ત નગરપાલિકા બનાવવા સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. વેરાવળને સ્વતંત્ર નગરપાલિકા ફાળવવાની માંગ 2025માં હતી. ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના જ શાપર વેરાવળને સંયુક્ત નગર પાલિકા બનાવવાની શરુ કરાઈ કાર્યવાહી થાય છે.

ખેડા – નડિયાદ

ખેડાની 5 પાલિકામાં સમાવેશ કરવા સામે 30 ગામોમાં વિરોધ છે. ગ્રામસભા બોલાવી ઠરાવો પસાર કરાયા હતા. તમામ ગામોમાંથી નિર્ણયને તઘલખી અને ગેરવાજબી ગણાવાયો છે. ઠાસરા, ડાકોર, ખેડા, કણજરી, મહુધા પાલિકામાં ગામોને ભેળવવાના નિર્ણય સામે આંદોલન થયું હતું.
ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકાઓમાં 30 ગામોને ભેળવવા સામે વિરોધ છે.
ત્યારે દરેક ગામમાં વિરોધ દર્શાવવા ગ્રામસભાઓ બોલાવવામાં આવી રહી છે. ગામોએ પોતાની અસ્મિતા જાળવવા ગ્રામસભાનો ઠરાવ કરી નિર્ણયો પણ કરાઈ રહ્યા છે.
ખેડાની સેવાલિયા અને માતર ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવાનું આયોજન છે. સેવાલિયામાં 6 અને માતરમાં 5 ગામો લેવાનો સરવે કરાયો હતો. પાલિકા બનાવવા સામે વિરોધ ઉઠયો છે.

મહુધા

ખેડા જિલ્લાની મહુધા પાલિકામાં સમાવેશ કરવાના નિર્ણય સામે છ ગામોનો વિરોધ, તોરણીયા, ફિણાવ, ભુમસ, નંદગામ, મંગલપુર,સિંધાલી ગામોએ કર્યો હતો.

વિજાપુર

વિજાપુર પાલિકામાં ગામોને ભેળવવા સામે 8 ગામોનો વિરોધ છે. ગ્રામજનો અને 100થી વધુ સોસાયટીના રહીશોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું. ગોવિંદપુરા જૂથ પંચાયતમાં સમાવેશ ગામડાઓને વિજાપુર નગરપાલિકા વિસ્તારમાં ભેળવવા માટે રાજ્ય સરકાર અને સ્થાનિક નેતાગીરી દ્વારા વારંવાર પ્રયાસો કરાઇ રહ્યા છે. પરંતુ આ વિસ્તારો સ્થાનિક ગામડાના લોકોના વિરોધને લઈ નગરપાલિકા વિસ્તારમાં ભળી શક્યા નથી.

ટંકારા

ટંકારાને નગરપાલિકા બનાવવા સામે સપ્ટેમ્બર 2024થી વિરોધમા રેલી થઈ હતી.ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવી દેવાયા બાદ વિરોધ થયો હતો.ટંકારા તાલુકો બન્યો તેના અઢી દાયકા પછી સરકાર હજુ ગામડું જ છે. વિકાસને બદલે રકાસ થયો છે. ગંદકી, સ્વચ્છતા નથી. યુવાધનને રોજગારીની તકો પુરતી મળતી નથી. તેથી નગરપાલિકા ન બનાવવા કલ્યાણપર ગામે પાલિકામા ભળવા સામે વિરોધ કરીને આવેદનપત્ર આપેલું હતું. ટંકારાને પાલિકાનો નિર્ણય રદ કરવાની માંગણી સાથે રેલી નિકળી હતી.ગામડાને અંધારામાં રાખી લેવાયેલો નિર્ણય મંજુર નથી. ગંદી રાજરમત ગણાવી રોષ ઠાલવ્યો હતો. પ્રજા માથે પરાણે પાલિકા ઠોકી બેસાડવામાં આવી છે.

દયાનંદ જન્મભૂમિ ટંકારાને તાલુકો બનાવાયો પણ કોઈ ફાયદો થયો નથી. વિકાસ થયાનુ નજરે જણાતુ નથી. પાયાની સવલતો નથી. ધંધા-રોજગાર નથી. યુવાધન બેરોજગારીમાં બરબાદ થઈ રહ્યુ છે.અપરિપકવ નિર્ણય લેવાયો છે. પાંચ દિવસે પાણી આવે છે.કલ્યાણપર ગામને નગરપાલિકામા ભેળવવા સામે ભારે વિરોધ વ્યક્ત કરી પોતાના ગામડાને નગરપાલિકા માથી બાકાત કરવા અને ગ્રામ પંચાયત ચાલુ રાખવા માંગણી ઉઠાવતુ આવેદનપત્ર મુ.મંત્રી, રાજ્યપાલ સહિતનાઓને પાઠવ્યુ હતુ. પાલિકા આવ્યે ટેક્સ સ્લેબ ઉંચો જશે અને સુવિધા ના નામે આમ પ્રજા ખોટી રીતે ખંખેરવાની ખંધી ચાલ ખેલી રાજકીય રોટલા શેકવા ની ગેમ ગણાવી હતી.

માન્યતા ખોટી

મહાનગરપાલિકામાં ભેળવ્યા પછી સારી સુવિધા મળે છે એ માન્યતા ખોટી છે. અગાઉ મહાનરપાલિકામાં ભળેલા ગામમાં વધારાની કોઈ જ સુખ સુવિધા ઉપલબ્ધ નથી કરાઈ. ગામને મનપાની હદમાં ભેળવતા સમયે સ્થાનિકોને વિકાસના વિવિધ સ્વપ્નો બતાવ્યા હતા. જે હજુ પૂરા નથી કરાયા. આવા ગામોનો વહીવટ ગ્રામ પંચાયત જોવે છે.

નવસારી

નવસારી-વિજલપોર પાલિકામાં વધુ ત્રણ ગામ એરૂ, હાંસાપોર, ધારાગીરીને સમાવવા સામે વિરોધ હતો.

નીતિ આયોગ માને છે કે, સિટીઝ એઝ એન્જિન્સ ઓફ ગ્રોથ છે.

સુવિધા

મહાનગરો બનતાં ગામોને અર્બન પ્લાનિંગ, રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,આરોગ્યલક્ષી સેવાઓ, શિક્ષણ, સ્ટ્રીટલાઇટ, બાગ બગીચા, કોમ્યુનીટી હોલ તથા ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવી પાયાની સુવિધાઓ મળે છે.

9 નવી મહાનગરપાલિકા બનતાં બી.આર.ટી.એસ., મેટ્રો રેલ, રિવરફ્રન્ટ જેવા વિશેષ પ્રોજેક્ટ્સ અમલમાં આવશે એવી જાહેરાત કરી હતી. પણ તે માટે દાયકાઓ પસાર થશે.

અન્યાય

11 શહેરો મહાનગર કેમ નહીં

પાટણ, પાલનપુર, હિંમતનગર, દાહોદ, ગોધરા, ખંભાત, છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, ભુજ, અમરેલી શહેરો મહાનગરપાલિકા બનવાની લાયકાત ધરાવે છે. છતાં બનાવી નથી. કારણ માત્ર એટલું જ કે તે રાજકીય રીતે ભાજપને મદદ કરી શકે તેમ નથી.
નીચલી કક્ષાના અધિકારીઓ નગરપાલિકાઓને મળે છે. જેને કારણે જે તે નગરનો એટલો વિકાસ થઈ શકતો નથી. જો તેને મહાનગર પાલિકા બનાવવામાં આવે તો જે તે શહેરની આવકમાં સુધારો થઈ શકે છે.

13 શહેરોને અન્યાય

સામાન્ય રીતે 1 લાખથી વધારે વસતી હોય તેને મહાનગર જાહેર કરવામાં આવે છે. ગુજરાતમાં દોઢ લાખ સુધીની વસતી ધરાવતાં 13 શહેરો છે. છતાં તેમને મહાનગરનો દરજ્જો આપવામાં આવ્યો નથી.
પોરબંદરની વસતી 2,79,245 છે. તેનાથી વધારે વસતી ભરૂચ અને પાટણની છે છતાં તેમને મહાનગરો જાહેર કરાયા નથી. સરકારની ભેદભાવભરી નીતિ અહીં દેખાઈ આવે છે. જો તમામને સરખો ન્યાય આપવામા આવે તો 17 મહાનગરો જાહેર થયા અને બીજા 13 મહાનગરો જાહેર કરવામાં આવે તો 30 મહાનગરો બનાવવા જોઈએ.

અન્ય ભોગવતાં શહેરો

ભરૂચ – 2,90,000
પાટણ – 2,83,000
ભુજ – 2,44,000
વેરાવળ – 2,41,000
વલસાડ – 2,21,000
ગોધરા – 2,11,000
પાલનપુર – 1,84,000
હિંમતનગર – 1,81,000
કલોલ – 1,74,000
બોટાદ – 1,69,000
અમરેલી – 1,53,000
ગોંડલ – 1,45,000
જેતપુર – 1,53,000
ગુજરાતની 60 ટકા વસતી જ્યાં વસે છે એવા શહેરો અને કસ્બા છે. જે તાલુકા, જિલ્લા મથકો, નગરપાલિકી કે મહાનગરો છે.

વિરમગામ અલગ જિલ્લો બનાવો

અમદાવાદના વિરમગામ તાલુકાને અલગ જિલ્લો બનાવવાની માંગણી પણ વારંવાર થતી રહી છે. જે રીતે બોટાદને અમદાવાદથી અલગ કરીને સૌરાષ્ટ્રમાં તે ભેળવી દેવાયો તે જ રીતે વિરમગામને અલગ જિલ્લો કરીને સૌરાષ્ટ્રમાં તેનો સમાવેશ કરવાની લાંબા સમયથી માંગણી છે.

કચ્છનું વિભાજન કરી પૂર્વ કચ્છ એવો નવો જિલ્લો બનાવવાની માંગ હતી.
21 લાખની વસતી અને 45,674 ચો.કી. વિસ્તારમાં કચ્છ વિસ્તરેલો છે.

અગાઉ શું થયું ?

22 મહાનગરો બનવાના હતા

એપ્રિલ 2024માં સરકાર ગુપ્ત રીતે મહાનગરો જાહેર કરવાનું આયોજન બનાવી રહી હતી. જે હિસાબે
અગાઉની જાહેરાત બાદ નવી 8 મહાનગરપાલિકા ઉમેરવામાં આવે તો 14 મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ગુજરાતમાં કુલ 22 મહાનગરપાલિકાઓ બનવાની હતી.

5 મહાનગરો બનવાના હતા

29 જૂન 2023માં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી એમ 5 નગરપાલિકા બનાવવા પ્રધાન મંડળમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
એકાએક બે વધી ગઈ.

માર્ચ 2024ના અંદાજપત્રમાં ગુજરાત સરકારે 7 નગરપાલિકા જાહેર કરવાનું કહ્યું હતું. જેમાં મહેસાણા, ગાંધીધામ, આણંદ, મોરબી, નવસારી, વાપી અને સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા જાહેર કરાયું હતું. પણ, 10 મહિનામાં એવું કંઈક થયું કે 7ના બદલે 2 શહેરોને એકાએક 1 જાન્યુઆરી 2025માં મહાનગર પાલિકાને જાહેર કરી છે. જેમાં પોરબંદર અને નડિયાદનો સમાવેશ થાય છે.

રાજકિય ગણીત

આમ તો માર્ચ 2020થી નવા મહાનગરો બનાવવાના હતા. તે અંગે વિભાગોને સૂચના આપી દેવામાં આવી હતી. પણ વિજય રૂપાણીને એવું ન કરવા માટે પાછળથી દિલ્હીથી આદેશ આવી ગયો હતો.

ગુજરાતના 8 મહાનગરોની હદ વધારીને તેને મોટા કરવા માટે રાજ્યની શહેરી સરકારે વિચારણા શરૂં કરી હતી. શહેરી વિકાસ વિભાગ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડશે.

2027ની વિધાનસભાની ચૂંટણીમાં 80 શહેરી બેઠકો વધીને 96થી 100ની આસપાસ થઈ છે.

2020માં આદેશો

2020માં રાજ્યના શહેરી વિકાસ વિભાગે 8 મહાનગરપાલિકાને પત્ર લખી નગરપાલિકા અને ગ્રામપંચાયતોના વિલયનો પ્રસ્તાવ ઝડપથી મોકલવાની સૂચના આપી હતી. મહાનગરમાં કેટલી ગ્રામપંચાયતો કે નગરપાલિકાઓને ભેળવી શકાય છે તેની યાદી ઝડપથી તૈયાર કરવાનું ત્યારે કહેવાયું હતું.
ગામડાં અને કસ્બા તેમજ શહેરના બહારના વિસ્તારો ભેળવી દેવાની દરખાસ્તો મંગાવવામાં આવી હતી.
સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, જૂનાગઢ અને ભાવનગરમાં બહારના વિસ્તારોને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડવાની દરખાસ્ત તૈયાર કરવાની સૂચના આપી દેવામાં આવી હતી.

બીજી 8 મહાનગર પાલિકા

8 મહાનગરપાલિકા છે અને બીજી 8 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે માગણી થઇ હતી. જેમાં ભરૂચ, નડીયાદ, આણંદ, અમરેલી, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર, વલસાડ, નવસારી હતા. આમ કરવામાં આવતા 2022માં શહેરી વિસ્તાર હાલ 43 ટકા છે તે વધીને 50 ટકા થઈ જાય તેમ હતી. તેથી ભાજપને આસપાસના ગામડાઓ વાળી વિધાનસભા બનાવીને 100 વિધાનસભાની બેઠક થઈ જાય અને તેમાંથી 85 બેઠક તો આસાનીતી જીતી શકાય તેમ છે. 2022માં વિજય રૂપાણી ફરી એક વખત સરકાર બનાવી શકે છે.

રાજકાણ

2017માં ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને લોકોએ ભાજપની સરકારને મત આપ્યા ન હતા તેથી આ ગેમ પ્લાન બનાવીને વિધાનસભામાં ફરી સરકાર બનાવવા યોજના તૈયાર કરી છે.
8 નવી મહાનગરપાલિકામાં આસપાસના ગામડાઓ સમાવીને શહેરના મતદારોનું પ્રભુત્વ વધારે અને ગામડાના મતદારોનું વજન ઓછું કરવા માટે બીજા એક હજાર ગામને આ શહેરમાં ભેળવી દઇને મોટા કદના શહેરોમાં ફેરવી દેવાનું આયોજન છે.

વિધાનસભાની બેઠકોનું ગણીત, તો કોંગ્રેસ ફરી હારે

8 મહાનગરોમાં ચોક્ખી 53 અને શહેર અને ગામડા મળીને 27 બીજી બેઠક મળીને 80 બેઠકો હાલ છે. 53 શહેરી ચોખ્ખી બેઠકમાં ભાજપની સામે કોંગ્રેસના કુલ 7 ધારાસભ્યો જ છે. આમ હાલના મહાનગરો અને નવા મહાનગર મળીને 100 બેઠક થઈ શકે તેમ છે. ભાજપ શહેરી મતદારોનો મૂકીવાદી પક્ષ બની ગયો છે. 100માંથી કોંગ્રેસ કે આમ આદમી પક્ષને માંડ 20-25 બેઠકો મળી શકે તેનાથી વધું નહીં. નગરપાલિકાઓની બેઠકો પર પણ ભાજપનો જંડો લહેરાય છે.
2012ની વિધાનસભાની ચૂંટણીમાં આઠ મહાનગરપાલિકાની 45 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે ૪૦ બેઠકો જીતી હતી તો કોંગ્રેસને ફાળે માત્ર પાંચ બેઠકો આવી હતી.

રાજ્યની 8 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભાજપની સત્તા છે.

નાગરિકોની માન્યતા

જીવન ગામડામાં રહેવાનું છે. મોટાભાગના ગામડાઓમાં ઇન્ટરનેટ જોડાણ ધરાવે છે અને શહેરમાં જે કંઈ મળી શકે તે બધું જ છે.
ગામોમાં પીઝા, બર્ગર કે સોફ્ટ ડ્રિંક્સ જેવા જંક ફૂડ મળતા નથી. ગોબી મંચુરિયન, ગોલ ગપ્પે વગેરે મળે છે. ગામોમાં બાળકો માટે શુદ્ધ હવા અને ચાલવાની સ્વતંત્રતા એ સૌથી મોટો ફાયદો છે.

ગામોમાં ઘરની પાછળ અને બહાર ઘણી જગ્યા પણ મળે છે. ભીડ અને ટ્રાફિક જામની સમસ્યા હોતી નથી. આરોગ્ય કટોકટી વખતે મદદ મોડી મળે છે. શહેરોમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય છે. શહેરના હોસ્પિટલો અને ઘર વચ્ચે પણ અંતર શહેર અને ગામડાઓમાં મોટા ભાગે સમાન હોય છે.
ગામડામાં રહેવું ખૂબ સારું છે. શહેર નિરાશાજનક છે. હવે કોઈ ખેડૂત બનવા માંગતું નથી. ગામમાં સુંદરતા અને બાળપણમાં અનુભવેલી પ્રકૃતિની શુદ્ધતા ગુમાવી દીધી છે.
શહેરો બની જતાં ગામનું જૂનું સંસ્કરણ યાદ આવે છે.

કાયદો શું કહે છે ?

ગુજરાતના શહેરોના સુશાસન માટે “Common Urban Cadre” બનાવવાની જરૂર છે. શહેરી શાસકોની જવાબદેહી નક્કી થાય તેવા વ્યવસ્થાતંત્રની જરૂર છે

મહાનગરપાલિકાઓ માટે ગુજરાત પ્રોબીન્સીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ – 1948 (જીપીએમસી એક્ટ) અમલમાં છે.
નગરપાલિકાઓ માટે નગરપાલિકાધિનીયમ અમલમાં છે.

2002 સુધી સ્વશાસનની સંસ્થાઓ તરીકે ઓક્ટ્રોય મુખ્ય આવકનું સાધન હતું. હવે રાજ્ય સરકારની ગ્રાન્ટ, તેઓના મિલ્કતવેરા, પ્રોફેશનલ ટેક્ષ ઉપર તેઓ દ્વારા લાદવામાં આવેલા વેરાઓ ઉપર નિર્ભર છે.

ગુજરાતની મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓમાં – 1975 સુધી ચુંટાયેલ શાસકો કે કાઉન્સીલર – City Fathers – મહાજનની ભુમિકામાં હતા.

ચુંટાયેલ કાઉન્સીલર અપેક્ષિત ધોરણે સેવાઓ નથી.

મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી છે તેમાં જીપીએમસી એક્ટમાં ત્રણ સત્તાધિકારીઓ છે. મેયર, જનરલ બોર્ડ, ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી અને મ્યુનિસિપલ કમિશ્નર છે.

આ કાયદામાં ત્રણેય સત્તાધિકારીઓની સત્તાઓ ખુબ જ સ્પષ્ટ રીતે છે. આ કાયદામાં કલમ-66 અને 67 હેઠળ ફરજીયાત ફરજો અને મરજીયાત ફરજો વિસ્તૃત સ્વરૂપે સ્પષ્ટ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશ્નર અમલીકરણ અધિકારી તરીકે છે, ચુંટાયેલ પાંખના શાસકોને સત્તા નથી. પરંતું આજકાલ રાજકીય હસ્તક્ષેપના કારણે વહિવટીતંત્રના અધિકારીઓ કાર્યદક્ષતાથી ફરજ બજાવતા નથી.

નાગરિકોને આવશ્યક સેવાઓ પુરી પાડવામાં ખોટ છે.

મહાનગરપાલિકાના નિયમો

1 લાખ કરતા વધારે વસ્તી ધરાવતા શહેરો અ નગરવર્ગની પાલીકા હોય છે.
કાયદાના પ્રમાણે 3 લાખથી વધારે વસતિ થાય ત્યારે સરકાર મહાનગરપાલિકા બનાવી શકે છે, કેટલાક કિસ્સામાં આસપાસનાં ગામ જોડીને પણ મહાનગરપાલિકા બનાવી શકાય છે.

ગુજરાતમાં ત્રણ મ્યુનિસિપલ એક્ટ અમલમાં છે:
ગુજરાત પ્રાંતીય મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1949
ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993- ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતો

આ પણ વાંચો:   

Godhra: ગોધરા પોલીસ સ્ટેશન પર લઘુમતિ ટોળાએ કર્યો હુમલો, પોલીસે શું કર્યો ખુલાસો?

Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ

Vadodara: જુનીગઢીમાં જૂથ અથડામણ, સામસામે પથ્થરમારો થતા બે પોલીસકર્મી ઘાયલ

Mumbai: ‘તું મૂર્ખ છે, એટલે જ સરહદ પર..’ HDFC ના મહિલા કર્મચારીનું સેનાના જવાન સાથે અભદ્ર વર્તન, બેંકે આપી સ્પષ્ટતા

Arunachal Pradesh: 90 વિદ્યાર્થિનીઓ રાત્રે 65 કિલોમીટર પદયાત્રા કરી, તંત્રએ તાત્કાલિક લેવો પડ્યો આ નિર્ણય

The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
  • October 14, 2025

-દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 3 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 3 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 15 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 21 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

  • October 27, 2025
  • 3 views
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

  • October 27, 2025
  • 11 views
BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા