Gujarat: સરકાર હવે રેશન કાર્ડને રહેઠાણનો પુરાવો માનવા તૈયાર નહીં, શું છે કારણ?

  • Gujarat
  • October 16, 2025
  • 0 Comments

Gujarat Ration Card: ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં હવેથી નાગરિકો રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા (Identity Proof) કે રહેઠાણના પુરાવા (Address Proof) તરીકે કરી શકાશે નહીં. રેશન કાર્ડ હવે માત્ર રેશનિંગ તથા ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે.

નાગરિકોએ હવે સરકારી કે બિન-સરકારી કામકાજમાં ઓળખ અથવા રહેઠાણના પુરાવા માટે હવેથી આધાર કાર્ડ, મતદાર કાર્ડ અથવા પાસપોર્ટ જેવા અન્ય માન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે.

ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિપત્ર જાહેર કરીને કહેવાયું છે કે, રેશનકાર્ડની માન્યતા હવે માત્ર રેશનકાર્ડ મેળવવા અને રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ સબસિડીવાળું અનાજ મેળવવા પૂરતી જ સીમિત રહેશે.

પરિપત્રમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના વંચાણે લીધેલ ક્રમ-(૧) પરના તા.28/09/1994ના પત્રથી રેશનકાર્ડનો ઉપયોગ ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે જ કરવા સંબંધિત સૂચના આપવામાં આવેલ છે.

ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયના વંચાણે લીધેલ ક્રમ-(૨) પરના તારીખ 20/03/2015ના Targeted Public Distribution System (Control) Order, 2015ની કંડિકા નં. 4 રેશનકાર્ડ સંબંધિત જોગવાઈઓ/સૂચનાઓ સમાવિષ્ટ છે.

રેશનકાર્ડ રહેઠાણ ના પુરાવા તરીકે માન્ય નહિ રહે કંડીકા નં-4(6) થી -Ration Card Shall not be document of identity or proof of residence” મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે.  ગુજરાત માહિતી આયોગના વંચાણે લીધેલ ક્રમ-(૩) પરના તા.05/08/2025ના હુકમ અન્વયે રાશનકાર્ડના ઉપયોગ સંબંધિત સૂચના પ્રસિદ્ધ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.

કાળજીપૂર્વકની વિચારણાના અંતે રાશનકાર્ડના ઉપયોગ સંબંધિત નીચે મુજબની સૂચના પરિપત્રિત કરવામાં આવે છે. સરકારના આ નિર્ણયને કારણે હવે બેંક ખાતું ખોલાવવું, મોબાઇલ સિમ કાર્ડ મેળવવું, કે સરકારી યોજનાઓનો લાભ લેવા જેવી વિવિધ સેવાઓ અને દસ્તાવેજો માટે રેશનકાર્ડ રજૂ કરી શકાશે નહીં. આ માટે નાગરિકોએ આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ અથવા અન્ય માન્ય સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે.

આ નિર્ણયનો હેતુ રેશનકાર્ડનો દુરુપયોગ અટકાવવાનો અને તેના મૂળ હેતુ ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવાનું સરકારનું માનવું છે.

આ નિર્ણય કેન્દ્ર સરકારના ‘ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (કંટ્રોલ) ઓર્ડર, 2015’ ની કલમ 4(6) અને ગુજરાત માહિતી આયોગના તાજેતરના હુકમને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. વિભાગના ઉપ સચિવ અમિત સંગાડાની સહીથી જારી થયેલા આ પરિપત્રનો તાત્કાલિક અમલ કરવા માટે તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને સૂચના આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો:

Gujarat politics: ગુજરાતમાં દિવાળી પહેલા મોટા રાજકીય ફેરફારોની અટકળો તેજ, દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે મહત્વપૂર્ણ બેઠકો

Ring One: હવે ‘વીંટી’થી થઈ જશે ઓનલાઈન પેમેન્ટ, સ્માર્ટફોન, વોલેટ જૂના થયા!, જાણો કિંમત

IND vs AUS ODI: ભારતીય ખેલાડીઓની ઓસ્ટ્રેલિયાની ટીમે ઉડાવી મજાક, પાકિસ્તાની ટીમ સાથે હાથ નહિ મિલાવવા મુદ્દે કર્યા અભદ્ર ઈશારા

Supreme Court: ક્રિકેટની રમત હવે એક ધંધો બની ગયો, જાણો કોર્ટે આવું કેમ કહ્યું?

 

Related Posts

Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!
  • March 26, 2026

Gopal Italia: મોદી સરકાર દ્વારા અનેક વિભાગોનું ખાનગી કરણ કરી દેવામાં આવ્યું છે અને તેની સામે વિપક્ષ દ્વારા અવારનવાર સવાલો પણ ઉઠાવવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ…

Continue reading
UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.
  • March 25, 2026

■ સાત કલાકની ચર્ચા બાદ, ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર કરવામાં આવ્યું UCC Bill: ગુજરાત વિધાનસભાએ મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર કર્યું. સાત કલાકની ચર્ચા પછી આ બિલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Navami 2026: વડોદરા સહિત દેશભરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો માહોલ

  • March 26, 2026
  • 3 views
Ram Navami 2026: વડોદરા સહિત દેશભરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો માહોલ

Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!

  • March 26, 2026
  • 6 views
Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!

Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!

  • March 26, 2026
  • 14 views
Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!

SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

  • March 25, 2026
  • 6 views
SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

  • March 25, 2026
  • 14 views
Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી!  અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

  • March 25, 2026
  • 12 views
Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો