
Gujarat BJP | કોઈ પણ રાજકીય પક્ષ માટે પ્રદેશ પ્રમુખનું પદ સર્વસ્વ રહે છે. પાર્ટીની દરેક હલચલના તેઓ કર્તાધર્તા હોય છે. એવામાં 2027ની ચૂંટણીનું બણગું ફૂંકાઈ ગયું છે, ત્યાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું એલાન ઘણો મોટો ફાળો ભજવશે. ત્યારે આવો જાણીએ, ગુજરાતના આજ સુધીના ભાજપ પ્રમુખો વિશે…
કેશુભાઈ પટેલ (1980–1983)
ગુજરાત ભાજપના પ્રથમ પ્રદેશ પ્રમુખ. તેમણે સંગઠનની પાયાની રચના કરી અને કાર્યકર્તાઓમાં વિશ્વાસ જગાવ્યો. બાદમાં બે વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા.
મકરંદ દેસાઈ (1983–1985)
પાર્ટી સંગઠનને ગ્રામ્ય સ્તરે મજબૂત કરવા પર ભાર મૂક્યો. ભાજપને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
ડો. એ. કે. પટેલ (1985–1986)
વ્યવસાયે તબીબ હોવા છતાં રાજકારણમાં સેવા ભાવથી જોડાયા. ટૂંકા સમયમાં લોકપ્રિય પ્રદેશ પ્રમુખ તરીકે ઓળખાયા.
શંકરસિંહ વાઘેલા (1986–1991)
ગુજરાત ભાજપના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક. તેમણે સંગઠનને મજબૂત બનાવ્યું, પરંતુ બાદમાં ભાજપ છોડી પોતાની પાર્ટી બનાવી અને કોંગ્રેસમાં જોડાયા.
કાશીરામ રાણા (1991–1996)
દક્ષિણ ગુજરાતના પ્રભાવશાળી નેતા. પ્રદેશ પ્રમુખ રહી ભાજપને રાજ્યમાં મજબૂત પાયા આપ્યા. બાદમાં તેઓ અનેક વખત સાંસદ પણ રહ્યા.
વજુભાઈ વાળા (1996–1998)
ભાજપના વફાદાર સંગઠક. પ્રદેશ પ્રમુખ રહી સંગઠનને ગતિ આપી. બાદમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને કર્ણાટકના રાજ્યપાલ બન્યા.
રાજેન્દ્રસિંહ રાણા (1998–2005)
લાંબા ગાળે પ્રદેશ પ્રમુખ રહી ભાજપને સંગઠનાત્મક રીતે મજબૂત બનાવ્યા. તેમના કાર્યકાળ દરમિયાન ભાજપે રાજ્યમાં પોતાની સ્થિરતા જાળવી રાખી.
વજુભાઈ વાળા (2005–2006)
બીજી વખત ટૂંકા ગાળે પ્રદેશ પ્રમુખ રહ્યા. સંગઠનમાં સ્થિરતા જાળવવા તેમણે મહત્વનું યોગદાન આપ્યું.
પરસોત્તમ રૂપાલા (2006–2010)
ખેડૂત અને ગ્રામ્ય સમાજમાં પ્રભાવશાળી. પ્રદેશ પ્રમુખ તરીકે લોકજાગૃતિ લાવી અને હાલ તેઓ કેન્દ્રમાં મંત્રી તરીકે સેવા આપે છે.
આર. સી. ફળદુ (2010–2016)
સૌરાષ્ટ્રના વરિષ્ઠ નેતા. પ્રદેશ પ્રમુખ રહી છ વર્ષમાં સંગઠનને ગ્રામ્ય અને ખેડૂત વર્ગ સુધી મજબૂત બનાવ્યું.
વિજય રૂપાણી (ફેબ્રુઆરી–ઓગષ્ટ 2016)
પ્રદેશ પ્રમુખ તરીકે ટૂંકા સમય માટે રહ્યા, પરંતુ પછી મુખ્યમંત્રી પદ સંભાળ્યું. સંગઠન અને સરકાર બંનેમાં સક્રિય રહ્યા.
જીતુ વાઘાણી (2016–2020)
યુવા અને ઉત્સાહી સંગઠનકાર. પ્રદેશ પ્રમુખ રહી ભાજપને સતત ચુસ્ત રાખ્યું. હાલ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે કામ કરે છે.
સી. આર. પાટીલ (2020–2025)
સુરતથી લોકસભામાં સૌથી વધુ મતોથી જીતનાર નેતા. પ્રદેશ પ્રમુખ તરીકે ભાજપને ચૂંટણી જીતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. મજબૂત સંગઠનક્ષમતા માટે જાણીતા.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા








