ગુજરાત તરફ ડિપ્રેશન આગળ વધ્યુ, આજથી 4 દિવસ બર્ફીલા ઠંડા તોફાની પવનો સાથે ભારે વરસાદની આગાહી | Gujarat

  • Gujarat
  • October 30, 2025
  • 0 Comments

Gujarat: રાજ્યમાં ચાલુ રહેલા વરસાદી માહોલ વચ્ચે હજી પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવા સાથે 55થી 65 કિમી પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવવાને કારણે ભારે પવન સાથે તોફાની વરસાદ પડશે.

અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે એક ટ્રફ રચાયો છે જે અરબી સમુદ્રથી લઈને પૂર્વ મધ્ય પ્રદેશ સુધી ફેલાયેલો છે જેમાં ગુજરાત પણ આવી જાય છે જેથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ છેલ્લા 2 દિવસમાં સરેરાશ 4થી 12 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. આવતીકાલ સુધીમાં ગુજરાત પર ડીપ ડિપ્રેશન ત્રાટકવાની સ્થિતિ ઉભી થતા ભારે પવનો સાથે તોફાની વરસાદની શકયતા સર્જાઈ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડવાનું એલર્ટ અપાયું છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડશે આજ વિસ્તારમાં આજે 30 ઓક્ટોબર અને આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ 48 કલાકમાં વધારાનો 8 ઈંચ કે તેથી વધુ વરસાદ પડવાની આગાહી થઈ છે જ્યારે કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે, રાજ્યમાં હજુ આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના છે. વરસાદની સાથે સાથે બર્ફીલા પવનો ફૂંકાતા ઠંડીનું જોર પણ વધવાની શક્યતા છે,ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

UP: યોગીરાજમાં રક્ષક જ ભક્ષક બન્યા, પોલીસકર્મી પર મહિલાની છેડતીનો આરોપ

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 3 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 7 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 8 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 8 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ