
Gujarat, drugs hub: ગુજરાતનો ઈતિહાસ પહેલા તેની સંસ્કૃતિ, ગરબાથી ઓળખાતો હતો. જોકે ભાજપની સરકાર આવ્યા બાદ તે ઈતિહાસ બદલાતો દેખાઈ રહ્યો છે. નશામુક્ત ગુજરાતની વાતો વચ્ચે નશાયુક્ત બની રહ્યું છે. ગુજરાતનો ઈતિહાસ હવે દારુ સાથે જોડાઈ તો નવાઈ નહીં!. કારણે કે હવે ગુજરાતમાં મધરો દારુડો મહેકી રહ્યો છે. લોકોની ચર્ચા, ગીત, મુસાફરીમાં બસ નસો છે. ગુજરાતના લોકોની હવે નશા સિવાય વાતો અધૂરી રહે છે. ગુજરાતના દરેક સ્થળે, દેશી દારુ, વિદેશી દારુ, ગાંજો અને ડ્રગ્સની વાતો ચર્ચાનો મુખ્ય ભાગ બની ગયો છે. ગુજરાતના સ્થળોએથી દારુ પકડાવો, ડ્રગ્સ પકડાવા, ડ્રગ્સનું ઉત્પાદન, દરિયા કિનારે થતી ડ્રગ્સની હેરાફેરી હવે સરકારને પણ સામાન્ય લાગી રહી છે. કારણે આવા ઉત્પાદકો પકડવા છતાં નક્કર કાર્યવાહી થતી નથી.
ત્યારે તાજેતરમાં ગુજરાતના પોરબંદર દરિયાકાંઠેથી 1800 કરોડ રૂપિયાની કિંમતનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું છે, ત્યારથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષ ભાજપ પર ચાબખા મારી રહ્યો છે. હર્ષ સંઘવી વિરુધ્ધ સૂત્રચ્ચાર થઈ રહ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામુ લઈ લેવાની લોકો માગ કરી રહ્યા છે. કારણ કે હર્ષ સંઘવીના રાજમાં ડ્રગ્સ માફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે. વારંવાર મોટા પાયે ડ્રગ્સ પકડવા છતાં સરકાર કડક પગલાં લેતી નથી. માત્ર જપ્ત કરી સંતોષ માની લે છે. વિક્ષો પૂછે કે ઝડપાયેલા ડ્રગ્સનું સરકાર અંતે કરે છે શું. તેનો જવાબ પણ સરકાર આપી રહી નથી. ખુદ ગૃહ મંત્રી હર્ષ સંઘવીના સુરતમાં લોકો વિરોધ કરી રહ્યા છે.
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતને “ડ્રગ્સ દાણચોરીનું પ્રવેશદ્વાર” ગણાવ્યું. આ સાથે જ ડ્રગ્સ પાછળ ભ્રષ્ટાચાર અને હપ્તાખોરીને પણ અસામાજિક પ્રવૃતિ વધવા પાછળ જવાબદાર ઠેરવી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાવો કર્યો છે કે ગુજરાત પોલીસ અને ATS, NCB જેવી એજન્સીઓ સતત પેટ્રોલિંગ અને બાતમીઓ દ્વારા ડ્રગ્સ પકડે છે, જેના કારણે જપ્તીનું પ્રમાણ વધુ દેખાય છે. જો કે ગૃહમંત્રી આ નિવેદન બાલિશ પ્રકારનું છે. જો જપ્તનું પ્રમાણ વધુ દેખાતું હોય તો એકવાર પકડાઈ છે પછી ભીનું કેમ સંકોલી લો છો તે પણ એક સવાલ છે?
બીજી બાજુ ગુજરાતમાં સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન પણ વધ્યું છે, ખાસ કરીને સુરત, ભરૂચ અને અંકલેશ્વરમાં, જ્યાં રસાયણોની સરળ ઉપલબ્ધતાનો લાભ લેવાય છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ ગુજરાતને હબ બનાવે છે, પરંતુ સરકારી નિષ્ફળતા કરતાં ભૌગોલિક અને લોજિસ્ટિક પરિબળો મુખ્ય ભૂમિકા ભજવે છે. ડ્રગ્સની રોક માટે વધુ કડક દેખરેખની જરૂરી છે.
ત્યારે જુઓ વીડિયોમાં ડ્રગ્સનો વેપાર ગુજરાતમાં કેમ ફૂલ્યોફાલ્યો છે?
આ પણ વાંચોઃ
Rajkot માં 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, છાશ પીધા તબિયત બગડી
Sports Teachers: 1 મહિના બાદ ખેલ સહાયકોની પાછી પાની, સરકારે રાજી કરી લીધા!
Gujarat: ભાજપના ભ્રષ્ટાચાર સામે બોલી ન શકતી કોંગ્રેસ ચૂંટણી જીતી શકે?
Cooperative Banks: સહકારી બેન્કોના ડિરેક્ટર પદ પર તવાઈ, 2300 ડિરેક્ટરોની થશે હાકલપટ્ટી?