
Gujarat Heavy Rain: ગુજરાતમાં મેઘરાજાએ બે દિવસથી વરસાદની ધબદાટી બોલાવી દીધી છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેડા, ભાવનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને ઘણા લોકો પૂરના પાણીમાં ફસાયા છે. આવી જ એક ઘટના ભાવનગરના વલભીપુર તાલુકાના નસીતપુર ગામમાં બની, જ્યાં ઈકો ગાડી અને એક શ્વાન પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા હતા, જેમને સ્થાનિક લોકોની મદદથી બચાવી લેવામાં આવ્યા.
નસીતપુરમાં રેસ્ક્યૂ ઓપરેશન
ભાવનગરના વલભીપુર તાલુકાના નસીતપુર ગામના કોઝવે પર પાણીનો પ્રવાહ વધી જતાં શ્વાન અને ઈકો તણાયા pic.twitter.com/pVNXOaG7jy
— The Gujarat Report (@TGujarat_Report) September 7, 2025
ભાવનગરના વલભીપુર તાલુકાના નસીતપુર ગામના કોઝવે પર ભીમડાદ ડેમ ઓવરફ્લો થવાના કારણે પાણીનો પ્રવાહ વધી ગયો હતો. આ ધસમસતા પ્રવાહમાં ઈકો ગાડીના ચાલકે કોઝવે પસાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગાડી પાણીમાં ફસાઈ ગઈ. ગાડીમાં સવાર પરેશભાઈ બારૈયા અને વિજયભાઈ બારૈયા નામના બે વ્યક્તિઓ પણ ખતરનાક સ્થિતિમાં મુકાયા. ગામના સરપંચને આ ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક JCB અને દોરડાની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું. ઘણી જહેમત બાદ બંને વ્યક્તિઓને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા. આ કોઝેવે પરથી એક શ્વાન પણ તણાઈ ગયું.
અમદાવાદમાં પણ વરસાદનો કહેર
અમદાવાદમાં 6 સપ્ટેમ્બરની મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બોપલ વિસ્તારમાં ઇસ્કોન ગાંઠિયા નજીક સરસ્વતી હોસ્પિટલના પાર્કિંગની દીવાલ ધરાશાયી થઈ, જેના કારણે ત્રણ ગાડીઓ નજીકની કન્સ્ટ્રક્શન સાઇટમાં પડી ગઈ. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નિર્માણ સ્થળો પર સલામતીના ધોરણોની ચકાસણીની જરૂરિયાત ઉભી થઈ છે. સાબરમતી નદી પરના વાસણા બેરજના 27 ગેટ ખોલવામાં આવ્યા છે, જેના દ્વારા 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી નદીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ ઘટાડી શકાય.
ભાવનગરમાં બાળકોનું રેસ્ક્યૂ
ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યું, જેના લીધે શાળામાંથી પરત ફરતા 40થી વધુ વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા હતા. સ્થાનિક વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ અને ગામ લોકોની મદદથી તમામ બાળકોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા. આ ઘટનામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ તંત્રને તાત્કાલિક મદદ પૂરી પાડવા સૂચના આપી હતી.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ દિશામાં સક્રિય થયેલા ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 23% વધુ વરસાદ નોંધાયો છે. દરિયાઈ મોજાં અને ભારે પવનની શક્યતાને ધ્યાને રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો:
Gujarat Rain Forecast: ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો કયાં બગડશે સ્થિતિ?
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત થયું જળબંબાકાર, આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ | Gujarat Heavy Rain
Gujarat: અમદાવાદમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના પડઘા ભાવનગર સુધી, લોકોએ કાઢી રેલી, કલેકટરને આવેદનપત્ર
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત થયું જળબંબાકાર, આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ | Gujarat Heavy Rain
UP: પુત્રના ગળા પર છરી મૂકી માતાના કપડાં કઢાવી વીડિયો બનાવ્યો, દૂધવાળોએ પછી મહિલાને…
Maharashtra: મહિલા IPS નાયબ CM સામે પડી તો દસ્તાવેજો તપાસવા માંગ, IPSનો શું છે વાંક?
Bihar: ‘મુદિયા કે માઈ કો ગાલી દિયા હૈ, યહી ઝંડે સે મારેગે ભાજપાવાલો કો’, ભાજપનો પડ્યો ઉલટો દાવ









