Gujarat Helmet Fine Drive: હેલ્મેટ ભંગ: 5 હજાર સરકારી કર્મચારીઓને દંડ, ચૂંટણીમાં રાજનેતાઓને કોઈ દંડ નહીં

Gujarat Helmet Fine Drive: હેલ્મેટ ભંગ: 5 હજાર સરકારી કર્મચારીઓને દંડ, ચૂંટણીમાં રાજનેતાઓને કોઈ દંડ નહીં

દિલીપ પટેલ
અમદાવાદ, 11 જૂન 2026
રાજ્યના તા.1 થી 31 મે દરમિયાન એક મહિનાની હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી.

સરકારી કચેરીઓના પ્રવેશદ્વારે જ ટ્રાફિક પોલીસ તૈનાત કરીને હેલ્મેટ નિયમભંગ કરનારા 5,123 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરીને તેમની પાસેથી કુલ રૂ. 16.58 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

જે સરેરાશ રૂ. 323 દંડ થાય છે. જ્યારે સામાન્ય લોકોને રૂ. 1 હજારથી રૂ. 500નો દંડ કરાય છે.

જોકે કારમાં જતાં આએએસ, આપીએસ, આઈએફએસ અધિકારીઓ અને બીજા અધિકારીઓને સિટબેલ્ટ ન પહેરેલો હોય તો તેમને કેટલો દંડ કરાયો તેની વિગતો જાહેર કરાઈ નથી.
સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા રાજ્યભરમાં યોજાયેલી આ ઝુંબેશમાં સરકારી અધિકારી કર્મચારીઓ સહિત કુલ 1.88 લાખથી વધુ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરીને તેમની પાસેથી કુલ રૂ. 5.21 કરોડની રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે.

હેલ્મેટ નિયમભંગ સંબંધિત દંડ કે ચાલાન અપાયા હતા. જોકે ગઈ સ્થાનિક સ્વરાજ્યની સરકારોની ચૂંટણીમાં રેલી દરમિયાન હજારો ઉમેદવારો, કાર્યકરો અને લોકોએ પ્રચારમાં હેલ્મેટ પહેર્યા વગર વાહનો ચલાવ્યા હોવા છતાં તે સમયે કોઈને દંડ કરાયો ન હતો.

અગાઉ
ગૃહ વિભાગે ફેબ્રુઆરી 2025માં સરકારી કર્મચારીઓ સામે વિશેષ અભિયાન ચલાવ્યું. માત્ર ત્રણ કલાકમાં 3,192 કર્મચારીઓને હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ દંડ ફટકારવામાં આવ્યો અને રૂ.15.96 લાખ વસૂલાયા. આ કાર્યવાહી બાદ વિધાનસભામાં હેલ્મેટ અમલવારી અંગે ચર્ચા થઈ હતી

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ 2030 સુધી હેલ્મેટ અને સીટબેલ્ટ નિયમોના 75% પાલનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. રાજ્ય સરકારે વિધાનસભામાં માર્ગ અકસ્માત ઘટાડવા માટે હેલ્મેટ અમલવારીને મુખ્ય સાધન ગણાવ્યું છે.
સરકારે હેલ્મેટ ઉલ્લંઘન શોધવા માટે AI કેમેરા અને ઈ-ચાલાન સિસ્ટમનો ઉપયોગ વધાર્યો.

ગુજરાતમાં દર વર્ષે લગભગ 3,000–4,000 લોકો હેલ્મેટ અથવા સીટબેલ્ટ ન પહેરવાને કારણે જીવ ગુમાવે છે.
હાલ ગુજરાતમાં હેલ્મેટ ન પહેરવા બદલ સામાન્ય દંડ રૂ.1,000 છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઈ પણ છે. વાહનચાલકો અને પાછળ બેસનાર વ્યક્તિ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવી ફજરિયાત છે.

અમદાવાદ
2023માં દંડ રૂ.11.15 કરોડ
2024માં દંડ રૂ.21.69 કરોડ અને 10 લાખ ચાલાન જારી કરાયા હતા. સરેરાશ દર 30 સેકન્ડે એક હેલ્મેટ ઉલ્લંઘનનો કેસ નોંધાયો હતો.

2025માં 26.9 લાખ લોકો પાસેથી રૂ.134.4 કરોડ દંડ વસૂલાયો જે ટ્રાફિક દંડમાંથી અડધી રકમ હેલ્મેટ ન પહેરવાના કેસોમાંથી આવી હતી. જે 166%નો વધારો દર્શાવે છે.

સુરત
સુરતમાં 2025માં 7.97 લાખ હેલ્મેટ કેસ અને રૂ.39.85 કરોડ (રૂ.500 દંડના દરે) નોંધાયા. 2024 13,379 હેલ્મેટ કેસ અંદાજે રૂ.66.9 લાખ દંડ થયો હતો. સુરતમાં 2024ના 13,379 કેસ સામે 2025માં 7.97 લાખ હેલ્મેટ કેસ નોંધાયા, એટલે લગભગ 60 ગણો વધારો થયો.

વડોદરા
વડોદરામાં 2018માં 1.15 લાખ હેલ્મેટ કેસ રૂ.1.15 કરોડ દંડ ક્યો હતો.
2018–2022માં ઈ-ચાલાન દ્વારા કુલ રૂ.127 કરોડના દંડ કર્યો હતો. 2018–2022 આશરે રૂ.23 કરોડ વસૂલાત કરી હતી.

ગુજરાતમાં તમામ પ્રકારના કુલ ટ્રાફિક નિયમભંગ માટે વસૂલાયેલ દંડ 2025માં કુલ ચાલાન 85.71 લાખ અપાયા અને રૂ.231.39 કરોડ વસૂલાયેલો દંડ હતો.
વર્ષ કુલ ટ્રાફિક દંડ વસૂલાત
2023 રૂ.153.78 કરોડ
2024 રૂ.195.87 કરોડ
2025 રૂ.231.39 કરોડ દંડ હતો.

ઈ-ચાલાન દંડની બાકી રહેલી રકમ
વિધાનસભાની વિગતો પ્રમાણે માર્ચ 2016થી ફેબ્રુઆરી 2023 દરમિયાન રૂ.1,043 કરોડના ઈ-ચાલાન જારી થયા.
તેમાંમાંથી રૂ.365 કરોડની વસૂલાત બાકી હતી.

2020–21 રૂ.134.90 કરોડ
2021–22 રૂ.138.47 કરોડ
2022–23 રૂ.141.92 કરોડ
કુલ (ત્રણ વર્ષ) રૂ.415.29 કરોડ

તે પહેલાં રાજ્યમાં લગભગ 56.18 લાખ ઈ-મેમો જારી થયા હતા.
કુલ દંડમાંથી માત્ર આશરે 16.5% વસૂલાયો હતો.
રૂ.309 કરોડ જેટલો દંડ બાકી હતો.
બાકી દંડમાં રાજકોટ આશરે રૂ.113.6 કરોડ સાથે ટોચ પર અને અમદાવાદ આશરે રૂ.107.71 કરોડ સાથે બીજા ક્રમે હતું.

વિધાનસભાની વિગતો પ્રમાણે માર્ચ 2016થી ફેબ્રુઆરી 2023 દરમિયાન રાજ્યમાં રૂ.1,043 કરોડના ઈ-ચાલાન જારી થયા. તેમાંમાંથી રૂ.365 કરોડની વસૂલાત બાકી હતી.
વિધાનસભાની વિગતો પ્રમાણે રૂ.415.29 કરોડ (2020–21 થી 2022–23ના ઈ-મેમો માટે બાકી દંડ થયો હતો.

બીજા રાજ્યોમાં શું થયું
2025માં સમગ્ર ભારતમાં 1.46 કરોડ હેલ્મેટ ઉલ્લંઘન ચાલાન જારી થયા. હેલ્મેટ ઉલ્લંઘન તમામ ટ્રાફિક ચાલાનોમાં સૌથી મોટો હિસ્સો (28.2%) હતો.
2025માં ભારતમાં 5.16 કરોડ ટ્રાફિક ચલણોમાંથી 3.31 કરોડ ચલણ બાકી રહ્યા હતા અને આશરે રૂ.5,714 કરોડનો દંડ વસૂલવાનો બાકી હતો. હેલ્મેટ ઉલ્લંઘન દેશની સૌથી મોટી ટ્રાફિક ગુના શ્રેણીઓમાંની એક હોવાથી આ બાકી દંડમાં તેનો નોંધપાત્ર હિસ્સો હોવાનું માનવામાં આવે છે.

તેલંગાણા
હૈદરાબાદ, સાયબરાબાદ અને રાચકોંડા વિસ્તારમાં 2025 દરમિયાન 1.17 કરોડ ટ્રાફિક ચાલાન આપી રૂ.492 કરોડ દંડ ફટકારાયો અને રૂ.67 કરોડ વસૂલાયો હતો.

કેરળ
માર્ચ 2026ની એક અઠવાડિયાની વિશેષ હેલ્મેટ ઝુંબેશ દરમિયાન 51,604 હેલ્મેટ ઉલ્લંઘન કેસ અને રૂ.2.70 કરોડ દંડ વસૂલાયો.

હરિયાણા (ગુડગાંવ)
2025 દરમિયાન હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ જ રૂ.32 કરોડના દંડ ફટકારાયા હતા.
4.38 લાખથી વધુ પિલિયન રાઇડરો સામે કાર્યવાહી થઈ હતી.

દેશમાં બાકી રકમ
રાજ્ય/શહેર બાકી દંડ
ગુજરાતમાં રૂ.415.29 કરોડ (2020–23ના ઈ-મેમો)
તેલંગાણામાં રૂ.683 કરોડથી વધુ બાકી ચલણ, 8.17 લાખ વાહનો પર હતો.
મહારાષ્ટ્ર (નાગપુર)માં રૂ.248.19 કરોડના બાકી ટ્રાફિક દંડ (2021–જૂન 2025) હતો.
ઓડિશામાં 31 લાખથી વધુ બાકી ઈ-ચાલાન, રૂ.1,265 કરોડથી વધુ બાકી દંડ હતો.
ગુરુગ્રામ (હરિયાણા)માં 2025માં રૂ.126.83 કરોડના ચલણ સામે માત્ર રૂ.17.5 કરોડ વસૂલાયા; મોટાભાગનો દંડ બાકી રહ્યો.

નાગપુરમાં 2021–2025 દરમિયાન 30 લાખથી વધુ ચલણોમાં હેલ્મેટ ઉલ્લંઘન મુખ્ય કેટેગરીઓમાં હતું અને રૂ.248 કરોડથી વધુ દંડ બાકી રહ્યો હતો.
ઓડિશામાં બાકી રહેલા રૂ.1,265 કરોડના ઈ-ચાલાનોમાં હેલ્મેટ અને સીટબેલ્ટ ઉલ્લંઘન મુખ્ય કારણોમાં ગણાવાયા છે.

આ પણ વાંચો: 

Borsi Shrimp Ponds Demolition: પર્યાવરણ બચાવ કે ગરીબોની રોજી પર ઘા? બોરસીના ઝીંગા તળાવો તોડી પાડતા ભારે વિવાદ! – thegujaratreport.com

Manipur Naga Hostages Murder: મણિપુરમાં જાતીય હિંસા ફરી ભડકી, છ નાગા નાગરિકોની હત્યા બાદ નાયબ મુખ્યમંત્રીને હટાવવાની માંગ – thegujaratreport.com

E85 Ethanol Policy: પહેલા ગાડી કે પહેલા બળતણ? એથેનોલ મિશ્રણ નીતિ સામે કિંમત, માઇલેજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અગ્નિપરીક્ષા – thegujaratreport.com

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

  • September 12, 2026
  • 4 views
India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

  • September 12, 2026
  • 4 views
Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

  • September 12, 2026
  • 7 views
Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

  • September 12, 2026
  • 9 views
CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

  • September 12, 2026
  • 8 views
Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા

  • September 12, 2026
  • 9 views
JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા