GUJARAT HOUSING BORD ના CORRUPTION ની ફરિયાદો રાષ્ટ્રપતિ સુધી કરાઈ! પણ ઘરના ભુવા અને ઘરના ડાકલા!

હાઉસીંગ બોર્ડનું કોમર્શિયલ કૌભાંડ, સર્વોચ્ચ અદાલતનો ચુકાદો

દિલીપ પટેલ, અમદાવાદ, 19 મે 2026

GUJARAT HOUSING BORD: 25 માર્ચ 2026માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો કે, તમિલનાડુ સરકારે જાહેર હેતુ માટેની જમીનો પર રહેણાંકના સ્થાનો સાથે કોમર્શિયલ બાંધકામોને મંજૂરી આપી હતી તે રદ કર્યા હતા. જે ગુજરાત હાઉસીંગ બોર્ડની 34 વસાહતોને પણ લાગુ પડે છે.
ચુકાદા પછી સર્વોચ્ચ અદાલતના ધ્યાનમાં આવ્યું કે આ રીતે સરકારે સંપાદિત કરેલી જમીનો પર આખા ભારતમાં આવું થઈ રહ્યું છે. તેથી વરિષ્ઠ લોયર અજીતકુમાર સિંહાને આ સમસ્યા માટે નિયુક્ત કર્યા અને તેમની પાસેથી સર્વોચ્ચ અદાલતે દેશની વિગતો મંગાવી હતી. જેની મુદત 20 મે 2026ના રોજ છે.

દરેક શહેર પક્ષકાર
ભારતની તમામ નગરપાલિકાઓને પક્ષકાર બનાવ્યા છે. એમની પાસેથી સોગંદનામા મંગાવ્યા છે કે, તમારા શહેરમાં આ રીતે હાઉસીંગ યોજનાઓમાં કોમર્શિયલ બાંધકામ થયા છે કે, કેમ.

વડી અદાલતનો ચુકાદો
1998માં ગુજરાત વડી અદાલતનો ચુકાદો છે કે, ગુજરાત હાઉસીંગ બોર્ડે સંપાદિત જમીનમાં કોમર્શિયલ બાંધકામ કરવું નહીં.
અમદાવાદમાં હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા લોકો માટે લડતી સંસ્થા નાગરિક સેવા સંગઠને હાઉસીંગ બોર્ડના કૌભાંડની તપાસ કરવા માટે 10 નિર્ણાયક સત્તાને ફરિયાદ કરી છે.

અધિકારીઓના જવાબ
અધિકારીઓ એવા જવાબ આપે છે કે, બિનખેતી થયેલી હોવાથી 50 પ્રોજેક્ટમાં દુકાનો બનાવવા માટે મંજૂરી આપી છે. રિડેવલમેન્ટના કારણે કોમર્શિયલ બનાવવાની મંજૂરી આપી હતી. જીડીસીઆરનો કાયદો હોવાથી 10 ટકા મંજૂરી આપી હોવાનો ખોખરો દાવો અધિકારીઓ કરી રહ્યાં છે. રિડેવલપમેન્ટના કાયદાના ક્લોઝ 3 મુજબ દુકાનો બનાવવાની મંજૂરી આપવામાં આવે છે. આમ અધિકારીઓ અલગ અલગ જવાનો આપી રહ્યાં છે.
ગુજરાત હાઉસીંગ બોર્ડની સંપાદિત જમીન છે. જે કાયદાની વિરૂદ્ધ છે. એકબીજા કાયદાઓને ક્રોસ કરે છે.
મુખ્ય વાત એ છે કે, સંપાદિત જમીનમાં કોમર્શિયલ બાંધકામ કરી શકાતું નથી. એવા જવાબ નાગરિક સેવા સંગઠનના વિનોદ ચૌહાણને આપવામાં આવ્યા હતા. તેથી તેમણે અલગ અલગ સત્તાધીશો, સત્તા મંડળો અને સુપ્રિમ કોર્ટમાં ફરિયાદ કરીને આ કૌભાડની તપાસ કરવા માટે ઈડી અને સીબીઆઈને ફરિયાદ કરી છે.

અમદાવાદ કમિશનર
અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધી પાનીને આ અંગે ફરિયાદ અને રજૂઆત કરવા માટે વિનોદ ચૌહાણે સમય માંગ્યો તો 3 દિવસ સુધી સમય આપવામાં આવ્યો ન હતો.

મુખ્ય સચિવ
ગુજરાતના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસને ફરિયાદ કરી છે કે પ્રોજેક્ટને ખોટી મંજૂરીઓ આપવામાં આવી છે. મધ્યમ અને ગરીબ વર્ગ માટે હાઉસીંગ બોર્ડ બનાવવામાં આવ્યું છે પણ શ્રીમંતો માટે કામ કરી રહ્યું છે તેથી તેને બંધ કરીદો. હાઉસીંગ બોર્ડની 700 વસાહતોને આ જમીન આપી દેવામાં આવે.

રેરા
ગુજરાત રેરા ઓથોરિટીના અધ્યક્ષ અનિતા કરવાલને ફરિયાદ કરી કે, રેરાની મંજૂરી આપવામાં આવી રહી છે તે મંજૂરી વગર આપવામાં આવે છે. સંપાદિત જમીનમાં કોમર્શિયલ બાંધકામ થતું નથી. છતાં રેરા નોંધણી કરીને યોજનાને મંજૂરી આપવામાં આવી રહી છે.
હાઉસિંગ બોર્ડના રીડેવલપમેન્ટ સ્કીમના 34 પ્રોજેક્ટને રેરાએ મંજૂરી આપી છે. તે તમામમાં કોમર્શિયલ બાંધકામ થાય છે. કરોડો રૂપિયાની દુકાનો વેચાય છે. જાહેર હેતુ માટે જમીન સંપાદન સસ્તા દરના મકાનો બનાવવા માટે થઈ છે તેમાં દુકાનો ન બનાવી શકાતી હોવાથી તેની તપાસ કરવામાં આવે.
તેથી સાચી કાર્યવાહી કરીને તેનું બિલ્ડીંગ યુઝ મંજૂરી આપી શકાશે નહીં.

રાષ્ટ્રપતિ
ઉપરની તમામ ઓથોરિટીને કરેલી ફરિયાદ ભેગી કરીને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફરિયાદ મોકલી છે.

સર્વોચ્ચ અદાલત
સર્વોચ્ચ અદાલતની મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્ય કાંતને ફરિયાદ મોકલી છે.

સીબીઆઈ- ઈડી
ગુજરાતના આ મોટા કૌભાંડની તપાસ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડીરેક્ટરેટ – ઈડી અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન – સીબીઆઈને તપાસ કરવા માટે ફરિયાદ કરવામાં આવી છે.
હજારો કરોડોનો ગફલો ગુજરાતની હાઉસીંગ બોર્ડની રિડેબલમેન્ટની સ્કીમોમાં થયો છે. સમગ્ર કૌભાંડની તપાસ કરવામાં આવે.

7 વર્ષની સજા
ગુજરાતના તમામ 10 શહેરોના અધિકારીઓએ એફિડેવીટ કરી છે તે ખોટી છે કે કેમ તેની તપાસ કરીને તમામ અધિકારીઓને 7 વર્ષની સજા કરવાની માંગણી કરી છે.

મુખ્ય પ્રધાનને ફરિયાદ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ કાંડની તપાસ કરવી પડશે. કારણ કે મામલો સુપ્રીમ કોર્ટમાં છે. અધિકારીઓને દંડ આપવો પડશે. મુખ્ય પ્રધાને ગરીબ અને મધ્યમ વર્ગ માટે વિચારવું પડશે.
દુકાનો બનાવવાના કૌભાંડમાં મુખ્ય પ્રધાનને સ્વાગત પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી છે તેનો સાચો નિકાલ કરવો પડશે. જો સાચા આદેશો આપશે તો કૌભાંડ બંધ જશે અને સરકારને કરોડોની આવક થઈ શકે છે.

50 લાખ મકાનો
પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં 50 લાખ ગરીબોને અને ઘર વગરના લોકોને મકાનો બનાવી આપવાના હતા. તે બન્યા નથી. અમલ કરવો હોય તો મકાન વગરના લોકોને મકાનો આપવા પડશે. હાલ તો સરકારે 50 લાખ મકાનો બનાવવાના ખોટા માર્ગ પર છે.

વિવાદો
2016 પછી આવી અનેક યોજનાઓમાં વાદવિવાદ ઉભા થયા છે. અધિકારીઓની કનડગત તેમ થઈ રહી છે.
કોમર્શિયલ ઘુસાડવામાં આવ્યું જેટલું કોમર્શિયલ હોય એટલું જ બાંધકામ થઈ શકે પણ બિલ્ડરોએ તેમાં દુકાનો વધારે બનાવી દીધી છે. કોમર્શિયલ કરી શકાતું નથી.
2018માં ગુજરાત હાઉસિંગ બોર્ડ એકટ, 1961માં સુધારો કરવા માટે એક વટહુકમ પસાર થયા પછી જૂની સોસાયટીઓના પુનર્વિકાસને મંજૂરી આપવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં, 2018 સુધી લગભગ 700 હાઉસિંગ સોસાયટીઓના 1 લાખ 75 હજાર મકાનોનું નિર્માણ થયું હતું.

કેન્દ્ર સરકાર
ભારત સરકારનું જમીન સંપાદન ગેઝેટ 2013ના 99 નંબરની જોગવાઈ કહે છે કે, સંપાદિત જમીનનો હેતુફેર કરી શકાતો નથી. આ બધી જમીનો પબ્લીક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી છે. સરકાર આ જમીનની માલીક નથી માત્ર ટ્રસ્ટી છે. સરકાર માત્ર વહીવટ કરી શકે છે. સરકાર હુકમ ન કરી શકે કે, કે કાયદો ન લાવી શકે કે, હેતુફેર કરો.

મૂળ હેતુ
35થી 60 વર્ષ પહેલાં શહેરી વિસ્તારની બહાર હાઉસીંગ સોસાયટીઓ બનાવી હતી. જેમાં બોર્ડની સ્થાપના 1960-61માં થઈ હતી. ગુજરાત હાઉસીંગ બોર્ડે તેના ઇતિહાસમાં 700 વસાહતોમાં અંદાજે 1.75 લાખથી 1.76 લાખ જેટલા મકાનો કે ફ્લેટો બનાવ્યા અને ફાળવ્યા હતા.
તેમાં EWS, LIG, MIG અને HIG વર્ગના આવાસોનો સમાવેશ થાય છે.

જેની જમીન કરોડોની કિંમતની છે. જૂના બાંધકામો હોવાથી એફએસઆઈ વધારે મળે તેમ છે. વધી ગયા તે વણવપરાયેલા હતા. તે બિલ્ડરોને આપવા માટે સ્કીમ આનંદીબેન લાવ્યા હતા.

અંદાજે છેલ્લા થોડા વર્ષોમાં દ્વારા 12,000થી 15,000 જેટલા નવા અથવા રિડેવલપમેન્ટ આધારિત મકાનો કે ફ્લેટોના પ્રોજેક્ટ્સ શરૂ અથવા મંજૂર કર્યા હતા.

ટેન્ડરો બહાર પડ્યા અને તેમાં કેટલામાં વિવાદ થયા હતા. અત્યાર સુધીમાં કેટલી રિડેવલપમેન્ટ થઈ હતી. રિડેવલપમેન્ટ 117 ટેન્ડર બહાર પડ્યા હતા.

પ્રથમ તબક્કામાં આશરે 55 GHB સોસાયટીઓ રિડેવલપમેન્ટ માટે ઓળખવામાં આવી હતી. તેમાં લગભગ 15,200 ફ્લેટ આવતાં હતાં.
ડિસેમ્બર 2024 સુધીમાં અમદાવાદમાં 11 નવી GHB સોસાયટીઓના રિડેવલપમેન્ટને મંજૂરી આપવામાં આવી હતી.
અન્ય 54 સોસાયટીઓ હતી જેમાં 41 કામ હતું. જેમાં માત્ર 8 યોજના બની શકી છે.
અંદાજે 50થી વધુ જૂની સોસાયટીઓ વિવિધ તબક્કામાં આવી ગઈ હતી. જેમાંથી ઓછામાં ઓછી 11ને સ્પષ્ટ સત્તાવાર મંજૂરી જાહેર થઈ હતી. અને 54 જેટલી સ્કીમ જૂદાજૂદા તબક્કામાં હોવાનું જાહેર થયું હતું. જેમાં ઘણા વિવાદો ચાલી રહ્યાં છે.

અમદાવાદ
અમદાવાદમાં મંજૂર થયેલી 11 મુખ્ય સોસાયટીઓમાં સોનલ પાર્ક, વસુંધરા, અલકાપુરી, પૂજન, ગોકુલ, શિવ, ચિત્રકૂટ, સત્યમ, સુંદરવન, ગીતાંજલિ, સિદ્ધિ , નંદનવન વિસ્તારની સ્કીમ હતી.
હાલના લગભગ 1,880 જૂના મકાનો સામે પુનઃ વિકાસના 3,500થી વધુ નવા ફ્લેટ બનવાના આયોજનની માહિતી જાહેર થઈ હતી.
ગોતા
2026માં અમદાવાદના ગોતા વિસ્તારમાં 2,004 EWS મકાનો, 1,836 LIG મકાનો તથા 87 દુકાનો મળીને આ પ્રોજેક્ટમાં જ લગભગ 3,840 રહેણાંક ઘર બનાવ્યા છે.
જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ હેઠળ અમદાવાદમાં બનાવ્યા હતા. જેમાં સૌથી મોટો પ્રોજેક્ટ ગોતામાં મહાત્મા ગાંધી કોલોની અને સ્લમ ક્લીયરન્સ સેલના જૂના મકાનો હતા.
રૂ. 504 કરોડના અવકાશ યોજનામાં 2,004 આર્થિક રીતે નબળા વર્ગ (EWS) એકમો, 1,836 ઓછી આવક જૂથ (LIG) એકમો અને 87 વ્યાપારી દુકાનોનું પુનર્વસન કરવાનો પ્રોજેક્ટ હતો.
નારણપુરા હાઉસિંગ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં રૂ. 50.82 કરોડનો હેપ્પી હોમ એપાર્ટમેન્ટ્સમાં 114 ઉચ્ચ આવક જૂથ (HIG) ફ્લેટનું પુનર્નિર્માણ કરવાની યોજના ધરાવે છે (બ્લોક 18-36) હતા.
નારણપુરામાં નિધિ એપાર્ટમેન્ટ્સ (બ્લોક 32-33) માં રૂ. 12.35 કરોડના 24 HIG ફ્લેટનું લક્ષ્ય રાખે છે.
નારણપુરાના સૂર્ય એપાર્ટમેન્ટ (બ્લોક 2) પ્રોજેક્ટનું તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

વધારાની જમીન અને ઉપલબ્ધ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) નો ઉપયોગ વિકાસકર્તાઓ દ્વારા વેચાણ માટે વધારાના રહેણાંક અથવા વાણિજ્યિક એકમો બનાવવા માટે કરી શકાય છે, જે પ્રોજેક્ટ ખર્ચ વસૂલે છે.

સુરત
સુરત પાંડેસરામાં LIG રિડેવલપમેન્ટમાં અંદાજે 2,082 રહેણાંક મકાનો બનાવ્યા છે.
કતારગામ (સુરત)માં રૂ.530 કરોડના PPP પ્રોજેક્ટમાં
1,304 મકાનોનું પુનઃનિર્માણ અને ફાળવણી કરી હતી.
કૌભાંડો શું ચાલે છે.

જમીન કેટલી
2011માં બોર્ડ પાસે રાજ્યભરમાં આશરે 600 એકર જેટલી જમીન ખાલી પડી હોવાનું જાહેર કરાયું હતું.
જેને નવી આવાસ યોજનાઓ માટે વિકસાવવાની જાહેરાત થઈ હતી. આ જમીન ગુજરાતના 24 જેટલા શહેરી કેન્દ્રોમાં ફેલાયેલી હતી.
તેમાં અમદાવાદ – 110 એકર, વડોદરા – 73 એકર, સુરત – 63 એકર, જામનગર – 62 એકર, ભાવનગર – 46 એકર જેવી જમીનનો સમાવેશ થતો હતો.
અહેવાલમાં GHBના ચેરમેને જણાવ્યું હતું કે બોર્ડે 1960થી અત્યાર સુધીમાં 1.75 લાખ મકાનો બનાવ્યા હતા. રાજકોટ, ગાંધીધામ, ભુજ, મહેસાણા, નડિયાદ સહિત અનેક શહેરોમાં યોજનાઓ માટે જમીન સંપાદિત કરી હતી.
જમીનનો એક ભાગ સીધો સંપાદન દ્વારા અને મોટો ભાગ સરકાર તરફથી મળ્યો હતો.

ઘણી જૂની સ્કીમોમાં જમીન બાદમાં વેચાઈ, લીઝ પર અપાઈ અથવા પુનઃવિકાસમાં ગઈ.
અમદાવાદના ભાડજ વિસ્તારમાં GHBએ 1974માં લગભગ 9 હેક્ટર (અંદાજે 22 એકર) જમીન સંપાદિત કરી હતી.
ખેડા જિલ્લાના નડિયાદ નજીક ચકલાસી ગામે GHB દ્વારા 1980-81માં આશરે 32,509 ચોરસ મીટર (લગભગ 8 એકર) જમીન હાઉસિંગ સ્કીમ માટે સંપાદિત કરાઈ હતી.

આ પણ વાંચો: 

Kalpasar Project Gujarat: “કલ્પસર” PROJECT ના ઘોડા મન ફાવે એટલા દોડાવો પણ હકિકત એ છે કે તેને નેધરલેન્ડ પણ બનાવી શકે તેમ નથી! – thegujaratreport.com

Gujarat Housing Board ભયંકર ભ્રષ્ટાચારનો અખાડો બની ગયું છે! – thegujaratreport.com

Gujarat bulldozer action: આને કહેવાય અમૃતકાળ! GUJARAT માં 12 વર્ષમાં 5 લાખ મકાનો ધ્વસ્ત કરાયા – thegujaratreport.com

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mansukh Vasava: ‘જ્ઞાતિના નામે રાજનીતિ ન કરો’, શંકરસિંહ વાઘેલા સામે મનસુખ વસાવાનો સીધો પ્રહાર

  • October 5, 2026
  • 4 views
Mansukh Vasava: ‘જ્ઞાતિના નામે રાજનીતિ ન કરો’, શંકરસિંહ વાઘેલા સામે મનસુખ વસાવાનો સીધો પ્રહાર

Surendranagar Disabled School Case: સુરેન્દ્રનગરની મુખબધીર શાળામાં 42 દિવ્યાંગ બાળકો પર કથિત અત્યાચાર, ગૃહ માતાની ધરપકડ

  • October 5, 2026
  • 3 views
Surendranagar Disabled School Case: સુરેન્દ્રનગરની મુખબધીર શાળામાં 42 દિવ્યાંગ બાળકો પર કથિત અત્યાચાર, ગૃહ માતાની ધરપકડ

MPLADS Grant Scam Gujarat: ગુજરાતમાં સાંસદોની કરોડોની ગ્રાન્ટમાં ગોલમાલ? ₹5 લાખના સ્માર્ટ ક્લાસ સામે માત્ર ટીવી-એન્ડ્રોઇડ બોક્સ

  • October 5, 2026
  • 6 views
MPLADS Grant Scam Gujarat: ગુજરાતમાં સાંસદોની કરોડોની ગ્રાન્ટમાં ગોલમાલ? ₹5 લાખના સ્માર્ટ ક્લાસ સામે માત્ર ટીવી-એન્ડ્રોઇડ બોક્સ

Jepur Sarpanch Husband Controversy: મહેસાણાના જેપુરમાં મહિલા સરપંચના પતિના વહીવટ અને સરકારી જમીન-ગ્રાન્ટના કથિત દુરુપયોગ અંગે ગંભીર સવાલો

  • October 5, 2026
  • 9 views
Jepur Sarpanch Husband Controversy: મહેસાણાના જેપુરમાં મહિલા સરપંચના પતિના વહીવટ અને સરકારી જમીન-ગ્રાન્ટના કથિત દુરુપયોગ અંગે ગંભીર સવાલો

Uddhav Raj Thackeray Mumbai Protest: બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મુંબઈમાં ઠાકરે બંધુઓનું મોટું પ્રદર્શન

  • October 5, 2026
  • 10 views
Uddhav Raj Thackeray Mumbai Protest: બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મુંબઈમાં ઠાકરે બંધુઓનું મોટું પ્રદર્શન

Teacher Shortage India: ભારતમાં 11.16 લાખ શિક્ષક પદ ખાલી, 1 લાખથી વધુ સ્કૂલ એક શિક્ષકના ભરોસે

  • October 5, 2026
  • 7 views
Teacher Shortage India: ભારતમાં 11.16 લાખ શિક્ષક પદ ખાલી, 1 લાખથી વધુ સ્કૂલ એક શિક્ષકના ભરોસે