
Gujarat News: PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ ભાજપ સરકાર સામે ફરી એક વાર બાયો ચડાવી છે.ગુજરાતમાં વાજબી ભાવની દુકાનોના સંચાલકોની બે મુખ્ય એસોસિએશન્સે રાજ્ય સરકાર પર છેતરપિંડીના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ તીખી ભાષામાં કહ્યું કે, 4 નવેમ્બર 2025ની બેઠકમાં થયેલી મહત્વની સમજૂતીને પડકારતો 7 નવેમ્બરનો નવો પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચવો પડશે. નહીં તો 70 હજારથી વધુ દુકાનદારોને રસ્તા પર ઉતરીને આંદોલન કરવું પડશે,
પ્રહલાદ મોદીએ સરકાર સામે બાયો કેમ ચઢાવી?
પુરવઠા મંત્રી, રાજ્ય કક્ષાના બંને મંત્રીઓ, અગ્ર સચિવ, નિયામક સહિતના ટોચના અધિકારીઓ સાથે 4 નવેમ્બરે થયેલી ચર્ચામાં દુકાનદારોની બધી મુશ્કેલીઓ પર સ્પષ્ટ સમજૂતી થઈ હતી. પરંતુ માત્ર બે દિવસમાં જ 7 નવેમ્બરે જારી થયેલા પરિપત્રમાં તેની વિપરીત નિર્ણયો લેવાયા, જેને દુકાનદારો ‘એકતરફી વિશ્વાસઘાત’ કહી રહ્યા છે. પ્રહલાદ મોદીએ કહ્યું, “આ પરિપત્રમાં ચર્ચા વિરુદ્ધ વસ્તુઓ રજૂ કરવામાં આવી છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ.”
જવાબદારી અને બાયોમેટ્રિકની જટિલતા
પરિપત્રમાં મામલતદાર કે કલેક્ટર ઓફિસના કર્મચારીઓ વ્યવસ્થા કરશે તો એમ કહ્યું છે, પરંતુ દર મહિને પ્રતિનિધિઓને હાજર રાખવાની જવાબદારી કોની છે તે સ્પષ્ટ નથી. એસોસિએશનનું માનવું છે કે આને સુધારીને કલેક્ટર કે મામલતદારના કર્મચારીઓની જવાબદારી તરીકે લખવું જોઈએ.
બાયોમેટ્રિક ઓથન્ટિકેશનનો વધારો
4 નવેમ્બરની બેઠકમાં દુકાન પર જથ્થો ઉતારતી વખતે માત્ર બે તકેદારી સમિતિ સભ્યોનું બાયોમેટ્રિક લેવાનું નક્કી થયું હતું. પરંતુ નવા પરિપત્રમાં 1 એપ્રિલ 2026થી 50% સભ્યો (આશરે 5-6)નું ફરજિયાત બાયોમેટ્રિક કરવામાં આવ્યું, જે દુકાનદારો માટે વધુ પરેશાનીઓ ઊભી કરશે.
70 હજાર દુકાનદારોમાં રોષ
‘અધિકારીઓના દબાણમાં સરકાર’એસોસિએશન્સના આગેવાનોનું કહેવું છે કે આ નિર્ણયોથી સમજૂતીનો મૂળ હેતુ જ ખંડિત થઈ ગયો છે. રાજ્યભરમાં 70 હજાર વાજબી ભાવની દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો છે. તેઓ આક્ષેપ કરે છે કે ‘સંવેદનશીલ’ કહાતી સરકાર અધિકારીઓના દબાણમાં આવી ગઈ છે. અગ્ર અધિકારીઓએ મંત્રીઓને અધૂરી માહિતી આપીને મનપસંદ નિર્ણયો દબાવ્યા, અને પોતાની સર્વોચ્ચતા સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે.
ગરીબોની પરેશાનીઓ અવગણા
પ્રહલાદ મોદીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું, “ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ રેશનકાર્ડધારકો તથા દુકાનદારોની વાસ્તવિક મુશ્કેલીઓને સમજવાને કુમારે અધિકારીઓએ જટિલ પ્રક્રિયાઓ લાદી દીધી. 4 નવેમ્બરે જન્મેલી આશાઓ પર ફરી પાણી ફરી વળ્યું છે.” રાજ્ય સરકાર તરફથી આ વિવાદ પર હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ આવ્યો નથી, જે દુકાનદારોના રોષને વધુ તીવ્ર બનાવી રહ્યો છે.
શું નરેન્દ્ર મોદીના ભાઈની કિંમત કોડીની જ પણ નથી?
કેન્દ્રમાં ‘વિશ્વગુરુ‘ બનીને બેઠેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નાના ભાઈ અને વાજબી ભાવના દુકાનદારોના નેતા પ્રહ્લાદ મોદીએ ફરી એક વાર ‘આંદોલનનો હુંકાર’ કર્યો છે. પરંતુ તેમનું પણ કોઈ સાંભળતું નથી જેથી સવાલ તે થાય છે કે શું નરેન્દ્ર મોદીના ભાઈની કિંમત કોડીની જ પણ નથી?
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?








