
Surendranagar Mineral theft: સુરેન્દ્રનગરમાંથી વારંવાર ખનીજચોરી ઝડપાઈ રહી છે. અહીંથી મોટી માત્રામાં કોલસો, રેતી, કપચી કાઢવામાં આવે છે. જે ઉચા ભાવે વેચવામાં આવે છે. ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં પણ મોકલાઈ છે. સુરેન્દ્રગરમાંથી અગાઉ પણ 90થી વધુ કોલસાની ખાણો ઝડપાઈ હતી. ત્યારથી ખનીજચોરો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે વધુ 2.70 લાખની ખનિજ ચોરી ઝડપાઈ છે.
વઢવાણ પ્રાંત અધિકારી ટીમે ખનીજ ચોરી અંગે ચેકીંગ હાથ ધર્યું છે. ત્યારે આજે વઢવાણમાંથી રુપિયા 2.70 કરોડનો ખનિજ ચોરીનો મુદ્દામાલ ઝડપ્યો છે. પ્રાંત અધિકારીની ટીમે વઢવાણ હાઇવે પર તપાસ હાથ ધરી હતી. અલગ અલગ ડમ્પર અટકાવી ચેકીંગ કરતાં ઓવરલોડ તેમજ રોયલ્ટી પાસ વગર કપચી ભરેલી ઝડપાઇ હતી. જે બાદ પ્રાંત અધિકારીની ટીમે 6 ડમ્પર સહિત રૂપીયા 2.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાંત અધિકારીની ટીમે ખનીજચોરી પર વોચ રાખતા ખનીજ માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચોઃ
સુરેન્દ્રનગરને મનપાનો દરજ્જો મળતાં ફૂગ્ગાની જેમ ફૂલ્યું, મેદાન છીનવી લીધુ? | Surendranagar
જામનગરમાં પ્રેમીને પામવા પત્નીએ પતિને મારી નખાવ્યો, કાર નીચે કચડાવ્યો | Husband murder
અંજાર પાલિકાનો જાહેરમાં મટન ના વેચવાનો ઠરાવ: 15 દુકાનો સીલ, રોજગારી છીનવાઈ! | Anjar
NADIAD: હસતાં મુખે શરુ કરાયેલી સીટી બસ બંધ, ફરી શરુ નહીં થાય આંદોલન કરાશે | City bus service close