
Gujarat Politics: ગુજરાતમાં તાજેતરમાં દારૂ અને ડ્રગ્સ મામલે કોંગ્રેસના હલ્લાબોલ બાદ ભાજપના નેતાઓએ અચાનક ચૂપકીદી સેવી લીધી છે અને હમણાં બધી ગતિવિધિઓ જાણે થંભી ગઈ હોય તેમ શાંત પડેલા માહોલ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગુજસેલથી સરકારી વિમાનમાં દિલ્હી ખાતે જવા રવાના થયા હતા જ્યાં PM મોદી સાથે મળેલી એક બેઠકમાં લાંબી ચર્ચા થઈ હોવાની વાત છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હી ખાતેના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર હતા.
આ બેઠકમાં નવા સંગઠન માટેની ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે,ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ નવા સંગઠન હજુ જાહેર નથી થયું ત્યારે આ બેઠકમાં નવા સંગઠનને લઈ ચર્ચા થઈ હોવાની વાત માનવામાં આવી રહી છે,કારણકે ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી ખાતે છે ત્યારે તેમની સાથે પણ ત્રણેય નેતાઓ મુલાકાત કરીને વડાપ્રધાન સમક્ષ નવા સંગઠન મુદ્દે ચર્ચા કરી હોવાનું કહેવાય છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તા. 13 ડિસેમ્બરના રોજ અચાનક દિલ્હી પહોંચ્યા હતા અને 14મી એ બેઠક કરી હતી જ્યાં શુ ચર્ચા થઈ તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી પણ આગામી સમયમાં ગુજરાત ભાજપમાં સંગઠનાત્મક ફેરફારો અથવા નવી નિયુક્તિઓની જાહેરાત થાય તેવા સંકેતો મળી રહ્યા છે,આ મુલાકાતને લઈ ગુજરાત ભાજપની છાવાણીમાં આ અંગે ચર્ચા ઉઠવા પામી છે.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?








