
Gujarat terrorismprotest: પહેલગામમાં આતંકીઓએ 30 લોકોની હત્યા કરતાં દેશભરમાં રોષ છે. ઠેર-ઠેર આતંકવાદ વિરુધ્ધ સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. લોકો સરકાર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે. કારણે કે સરકારે નાગરિકોની સુરક્ષામા ચૂક કરી છે. ખુદ મોદી સરકારે સ્વીકારી લીધું છે સુરક્ષામાં કચાસ રહી છે. ઉલ્લેખનીય છે 22 એપ્રિલે પહેલગામમાં હુમલો થયો ત્યારે ઘટના સ્થળે એકપણ સુરક્ષાકર્મી ન હતો. જેનો લાભ લઈ આતંકીઓએ પ્રવાસીઓને મારી નાખ્યા. 30 લોકો પર ફાયરિંગ કરી આતંકીઓ ફરાર થઈ ગયા હતા. હુમલા બાદ સુરક્ષાદળો દોડીને આવ્યા હતા. ત્યારે સરકારની આટલી મોટી ભૂલ હવે લોકો સાખી લેવા તૈયાર નથી. ગૃહમંત્રી અમિત, મોદી સામે વિરોધનો સૂર ઉઠ્યો છે.
ગુજરાતમાં પણ આતંકી હુમલાની નિંદા થઈ રહી છે. કેટલીક જગ્યાએ સૂત્રોચ્ચાર તો ઘણા શહેરો સ્વચ્છિક બંધ રહ્યા છે. બનાસકાંઠામાં આજે સ્વેચ્છિક બંધ પાળવામાં આવ્યો છે. બીજી તરફ મહિસાગરમાં પણ આતંકવાદના વિરોધ કરવામાં આવ્યો છે. હિંદુ સંગઠનોનો આતંકી હુમલાની આકરી નિંદા કરી રહ્યા છે. આતંકીઓના પૂતળા સળગવી રહ્યા છે. જ્યારે આજે અરવલ્લી જિલ્લાના હિંમતનગર, તલોદ, ખેડબ્રહ્મા, મોડાસા-ભિલોડામાં વિવિધ સંસ્થાઓ દ્વારા બંધનું એલાન અપાતાં પોલીસ તંત્ર એલર્ટ કરાયું હતું.
સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, હિંમતનગર અને તલોદ સહિતના શહેરોમાં વહેલી સવારથી બજારો બંધ જોવા મળ્યા હતા. આ તરફ મોરબી અને મહિસાગર જિલ્લાના વીરપુરમાં સજ્જડ બંધ પાળી આતંકવાદીનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો છે.
મહિસાગરમાં આતંકવાદનો વિરોધ

મહિસાગર જિલ્લાના વીરપુરમાં પહેલગામ થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં વિરપુર સજ્જડ બંધ રહ્યું છે. વિરપુર તાલુકાના હિન્દુ તેમજ મુસ્લિમ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. વિરપુર બજારમાં આતંકવાદીનું પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું છે.
મોરબીમાં વિરોધ

જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા સામે મોરબીના વેપારી આલમમાં આક્રોશ મોરબીના ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ એસોસિએશન દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મોરબીમાં પરાબજાર, તખ્તસિંહજી રોડ, સોની બજાર, ગ્રીનચોક, સહિતના વિસ્તારોમાં દુકાનો બંધ રહી છે.
આ પણ વાંચોઃ
Vadodara: બોલેરો અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત, પોલીસકર્મી સહિત 3ના મોત
ED દ્વારા સહારા ગૃપની 1500 કરોડની મિલકત જપ્ત, જુઓ ગુજરાતમાં સહારાના જમીન કૌભાંડો!
Delhi: માનહાનિ કેસમાં મેધા પાટકરની ધરપકડ, કોર્ટમાં હાજર કરાશે
Terrorist Altaf Lali killed: પહેલગામમાં હુમલામાં સંડોવાયેલો આતંકી અલ્તાફ લાલી ઠાર, બે સૈનિકો ઘાયલ









