
Gujarat Weather: ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય ફૂંકાઈ રહેલા પવનોના કારણે કકડતી ઠંડીનું કાતિલ મોજુ ફરી વળ્યુ છે અને રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે.ઉત્તર ભારતમાં સતત હિમ વર્ષા થઈ રહી છે ત્યારે ઉત્તરના શીત પવન ફૂંકાતા રાજ્યમાં બર્ફીલી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
હવામાન વિભાગની સત્તાવાર યાદી મુજબ,રાજ્યમાં હજુ આગામી ત્રણ દિવસ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે જેથી હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થશે.બીજી તરફ, ભારતીય હવામાન વિભાગે (IMD)તા. 21 થી 26 નવેમ્બર દરમિયાન તમિલનાડુ, કેરળ અને આંદામાન-નિકોબારમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે.
દેશના અનેક રાજ્યોમાં ત્રણ દિવસ વરસાદની આગાહી થઈ છે ત્યારે ઠંડી વધવાની શકયતા વધી છે.
રાજ્યમાં પવનોની દિશા બદલાતા ઠંડીમાં વધારો થયો છે, બીજી તરફ લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે.ગુજરાત સરહદે માઉન્ટ આબુમાં 2 ડીગ્રી તાપમાન પહોંચ્યું છે તેની સરહદી વિસ્તારમાં કાતિલ અસર જોવા મળી રહી છે.
રાજ્યમાં સૌથી ઓછુ નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારેઅમદાવાદમાં 15.1,ગાંધીનગરમાં 13.5 ડિગ્રી તાપમાન, ડીસામાં 13.3,વડોદરામાં 14 ડિગ્રી તાપમાન, ભુજમાં 14.5 ,કંડલામાં 12.6 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 12.6,ભાવનગરમાં 15.8 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 13.7,રાજકોટમાં 12.6 ડિગ્રી તાપમાન, મહુવામાં 13.9,કેશોદમાં 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા રાજ્યમાં ઠંડકનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.હાલમાં રાજ્યમાં વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધી રહ્યું છે.જ્યારે ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયલની નીચે જતા લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહયા છે.
હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં પણ રેકોર્ડબ્રેક ઠંડી પડી રહી છે.તાબાનું તાપમાન માઇનસ 5.3, કુકુમસેરી માઇનસ 4.1, કેલાંગ માઇનસ 3.6 અને કલ્પા 0.4 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યુ છે.ત્યારે બીજી તરફ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી થતા કાતિલ ઠંડીનો લોકોએ સામનો કરવો પડશે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા








