
IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કટકમાં ખેલાયેલા પાંચ મેચોની T20 સીરિઝના પહેલા જંગમાં ભારત 101 રનથી જીત્યું છે, આ જીત સાથે ભારતે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો.
શરૂઆતમાં કંગાળ પ્રદર્શન બાદ આ મેચમાં ભારતે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા.જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ 12.3 ઓવરમાં માત્ર 74 રનમાં ઓલઆઉટ થઈ હતી.મહત્વનું છે કે કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન અત્યાર સુધીમાં બંને મેચોમાં સાઉથ આફ્રિકાએ ભારતને હરાવ્યું હતુ.
પરંતુ આ વખતે ભારતીય ટીમે આફ્રિકાને 101 રનથી હરાવ્યું છે.ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલની ફરીથી એન્ટ્રી થઈ છે, જેઓ ઇજાના કારણે ટીમ બહાર હતા.મેચ દરમિયાન વરુણ ચક્રવર્તીએ 10મી ઓવરમાં યાનસેને બોલ્ડ કરી દેતા સાઉથ આફ્રિકાને છઠ્ઠો આંચકો લાગ્યો હતો,યાનસેને 12 રન બનાવ્યાં હતા.11મી ઓવરમાં બુમરાહે બ્રેવિસને આઉટ કરી દીધો હતો.
આ વિકેટની સાથે જ બુમરાહની ટી20 કરિયરમાં 100 વિકેટ પૂરી થઈ ગઈ.એ જ ઓવરમાં બુમરાહે કેશવ મહારાહની પણ વિકેટ લીધી. 12મી ઓવરમાં અક્ષરે સાઉથ આફ્રિકાને 9મો આંચકો આપ્યો હતો.ત્યારબાદની ઓવરમાં શિવમ દુબેએ સાઉથ આફ્રિકાને 74 રને પેવેલિયન ભેગી કરી દીધી હતી.
પ્રથમ બેટિંગ દરમિયાન ભારત 78 રનમાંજ ચાર વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ પંડ્યાએ શિવમ દુબે (11) સાથે 33 રન અને જીતેશ શર્મા (10*) સાથે 38 રન ઉમેરીને પોતાની અડધી સદી પૂરી કરી.હાર્દિક પંડ્યા 28 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારી 59 રન બનાવી અણનમ રહ્યો હતો.
આ સાથેજ હાર્દિક પંડ્યા હવે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારત માટે 100 છગ્ગા ફટકારનાર ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે.રોહિત શર્મા (205) આ યાદીમાં ટોચ પર છે. રોહિત આ ફોર્મેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં વિશ્વનો અગ્રણી બેટ્સમેન પણ છે.
ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ 155 છગ્ગા ફટકારીને બીજા ક્રમે છે. તેવી જ રીતે, વિરાટ કોહલી 124 છગ્ગા સાથે ત્રીજા ક્રમે છે.
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો







