
અહેવાલ: ઉમંગ રાવલ
Himmatnagar: સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરમાંથી અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પસાર થાય છે. જોકે અહીંયા તાજેતરમાં જ મોતીપુરા બ્રિજની નીચે બનાવેલા સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. સર્વિસ રોડ પહેલા વરસાદે જ બિસ્માર હાલતમાં ફેરવાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે હિંમતનગર શહેરમાંથી પસાર થાય છે. જોકે હિંમતનગર શહેરના જીઆઈડીસીથી લઈ સહકારી જીન સુધીના સર્વિસ રોડ બિસ્માર બની ચૂક્યો છે. મસ મોટા ખાડા પડવાના કારણે ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે. જેને કારણે વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
Himmatnagar: અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર સર્વિસ રોડની હાલત બત્તર#Himmatnagar #thegujratreport pic.twitter.com/ovvrYJ82Oq
— The Gujarat Report (@TGujarat_Report) July 2, 2025
અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનું ફોરલેનમાંથી સિક્સલેનમાં રૂપાંતરણની કામગીરી છેલ્લા લાંબા વર્ષોથી ચાલી રહી છે. આ નેશનલ હાઈવે હિંમતનગર શહેરમાંથી પસાર થાય છે, ત્યારે હિંમતનગર શહેરના મોતીપુરા અને સહકારી જીન ચાર રસ્તા ખાતે બે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ ઓવરબ્રિજની બાજુમાં બનાવામાં આવેલા સર્વિસ રોડની સ્થિતિ હાલ દયનીય બની છેસર્વિસ રોડ પર મોટા ખાડા તેમજ વરસાદી પાણીના નિકાલના અભાવે આ ખાડાઓમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પર પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વારંવાર અનેક મુસાફરોના વાહનો બંધ પડી જવાના પણ બનાવો સામે આવ્યા છે.
તંત્રને વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. જેના કારણે વાહનચલાકો સહિત સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે. સ્થાનિકોની માગ છે વહેલી તકે સર્વિસ રોડનું કામ કરી પાણી ભરાતું રોકવામાં આવે.








