
Waqf, Supreme Court: સુપ્રીમ કોર્ટે બુધવારે વકફ (સુધારા) કાયદા પર હાલ પૂરતો સ્ટે મૂકવાનો ઈન્કાર કરી દીધો છે અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. કોર્ટ દ્વારા કરવામાં આવેલા પ્રસ્તાવોમાં સેન્ટ્રલ વકફ કાઉન્સિલ અને વકફ બોર્ડમાં બિન-મુસ્લિમોનો સમાવેશ, વકફ મિલકતો પરના વિવાદોનો નિર્ણય લેવા માટે કલેક્ટર્સની સત્તાઓ અને કોર્ટ દ્વારા વકફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને ડિનોટિફિકેશન માટેની જોગવાઈઓનો સમાવેશ થાય છે.
બુધવારે સુપ્રીમ કોર્ટમાં વકફ (સુધારા) અધિનિયમ, 2025 પર સુનાવણી થઈ હતી. વકફ (સુધારા) કાયદા પર હાલ પૂરતો સ્ટે મૂકવાનો ઈન્કાર કરી દીધો છે. અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે વકફ (સુધારા) અધિનિયમ, 2025 ની કેટલીક મુખ્ય જોગવાઈઓ પર રોક લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં અદાલતો દ્વારા વકફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને ડિનોટિફાઇ કરવાની અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલ અને બોર્ડમાં બિન-મુસ્લિમોનો સમાવેશ કરવાની સત્તાનો સમાવેશ થાય છે.
સર્વોચ્ચ અદાલતે આદેશ પસાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેનો કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્રએ આવા કોઈપણ વચગાળાના આદેશ પહેલાં વિગતવાર સુનાવણીની અપીલ કરી. જે બાદ કોર્ટે કેસની સુનાવણી વધુ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો હતો.
કોર્ટે પૂછ્યું- શું તે હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમોનો સમાવેશ કરવા તૈયાર છે?
વકફ (સુધારા) અધિનિયમ, 2025 ની બંધારણીયતા સામેની 72 અરજીઓ સંબંધિત સુનાવણી મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બનેલી બેન્ચ સમક્ષ યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને બોર્ડમાં બિન-મુસ્લિમોના સમાવેશ પર નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે, કેન્દ્રને પૂછવામાં આવ્યું કે શું તે હિન્દુ ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમોનો સમાવેશ કરવા તૈયાર છો?
કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને મુસ્લિમ સંસ્થાઓ અને વ્યક્તિગત અરજદારો તરફથી કપિલ સિબ્બલ, રાજીવ ધવન, અભિષેક સિંઘવી, સી યુ સિંહ સહિતના વરિષ્ઠ વકીલોની દલીલો સાંભળ્યા પછી, મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ નોટિસ જારી કરવાનો અને વચગાળાનો આદેશ પસાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો. CJI એ કહ્યું કે આનાથી સમાનતા સંતુલિત થશે.
વકફમાં કલેક્ટરની ભૂમિકા પર કોર્ટે વાંધો ઉઠાવ્યો
બેન્ચે સુધારેલા કાયદાની તે જોગવાઈ પર સ્ટે મૂકવાનો પણ સંકેત આપ્યો. જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કલેક્ટર તપાસ ન કરે કે મિલકત સરકારી જમીન છે કે નહીં ત્યાં સુધી વકફ મિલકતને વકફ ગણવામાં આવશે નહીં. બેન્ચે કાયદામાં ઉઠાવવામાં આવેલા વાંધાઓ પર જોગવાઈ મુજબ વિચારણા કરી અને કાયદાના અનેક પાસાઓ પર વાંધો વ્યક્ત કર્યો, જેમાં સેન્ટ્રલ વકફ કાઉન્સિલ અને રાજ્ય વકફ બોર્ડમાં બિન-મુસ્લિમોનો સમાવેશ શામેલ છે.
વકફ તરીકે જાહેર કરાયેલી મિલકતને ડીનોટિફાઇ કરવાથી ગંભીર પરિણામો આવી: CJI
સામાન્ય રીતે જ્યારે કાયદો પસાર થાય છે ત્યારે કોર્ટ શરૂઆતના તબક્કે દખલ કરતી નથી, એમ મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું. પરંતુ આ કિસ્સામાં અપવાદની જરૂર પડી શકે છે. જો વપરાશકર્તા દ્વારા વકફ તરીકે જાહેર કરાયેલી મિલકતને ડી-નોટિફાઇડ કરવામાં આવે, તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.
સુનાવણી દરમિયાન, ન્યાયાધીશોએ વકફ વહીવટમાં બિન-મુસ્લિમોને મંજૂરી આપવા પાછળના તર્ક પર સવાલ ઉઠાવ્યા ત્યારે બેન્ચ અને સોલિસિટર જનરલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. કાયદા અધિકારીએ જણાવ્યું હતું કે, પદાધિકારી સભ્યો સિવાય, વક્ફ કાઉન્સિલમાં બેથી વધુ બિન-મુસ્લિમ સભ્યોનો સમાવેશ થશે નહીં. તેમણે સોગંદનામામાં આ કહેવાની ઓફર કરી.
બેન્ચે કહ્યું કે નવા કાયદા હેઠળ, સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલના 22 સભ્યોમાંથી ફક્ત આઠ જ મુસ્લિમ હશે. બેન્ચે પૂછ્યું કે જો આઠ મુસ્લિમો છે, તો શું બે ન્યાયાધીશો એવા પણ હોઈ શકે છે જે મુસ્લિમ નથી? આનાથી બિન-મુસ્લિમો બહુમતી પામે છે. આ સંસ્થાના ધાર્મિક સ્વભાવ સાથે કેવી રીતે સુસંગત છે?
સરકારે જવાબ રજૂ કરવા બે અઠવાડિયા માગ્યા
કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એસજી તુષાર મહેતાએ જવાબ દાખલ કરવા માટે બે અઠવાડિયાનો સમય માંગ્યો. તેમણે કહ્યું કે જો કોર્ટ ઈચ્છે તો તે આ કેસની દરરોજ સુનાવણી કરી શકે છે. સીજેઆઈ ખન્નાએ કહ્યું કે સામાન્ય રીતે અમે આવા વચગાળાના આદેશો પસાર કરતા નથી, પરંતુ આ એક અપવાદ છે.
ત્યારે આજ મુદ્દે જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં
આ પણ વાંચોઃ
CBI Raid: ગુજરાત ચૂંટણીની જવાબદારી મળતાં જ AAP નેતા દુર્ગેશ પાઠકના ઘરે દરોડા
Kheda: માતરના ભલાડામાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો,
US: હવે ટ્રમ્પને તેમના માનિતા પત્રકારો જ સવાલ કરી શકશે, શું આપ્યું કારણ?
UP: પ્રેમમાં પડેલા સાસુ-જમાઈ પોલીસ સમક્ષ હાજર, કહ્યું હવે અમે બંને….
Surat reconstruction: કાપોદ્રામાં કિશોરની હત્યા કરનાર નશાખોર પ્રભુનું રિકન્સ્ટ્રક્શન