
IAF Plane Crash: આજે શુક્રવારે હરિયાણાના પંચકુલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. ભારતીય વાયુસેનાના અધિકારીએ જણાવ્યું હતું કે વિમાને અંબાલા એરબેઝથી તાલીમ માટે ઉડાન ભરી હતી. પાયલટે પેરાશૂટ વડે ઉતરાણ કરીને પોતાનો જીવ બચાવી લીધો છે.
ટેકનિકલ ખામીને કારણે ક્રેશ
પંચકુલાના મોરનીના બલદવાલા ગામ પાસે બનેલી વિમાન દુર્ઘટના અંગે અધિકારીઓએ કહ્યું કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જોકે, એવું માનવામાં આવે છે કે ટેકનિકલ ખામીને કારણે વિમાન ક્રેશ થયું છે.
વિમાન ઝાડ સાથે અથડાયું

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન ઝાડ સાથે અથડાયું અને જંગલની વચ્ચે એક ખાડામાં પડી ગયું હતુ. વિમાન પડી જતાં જ તેમાં આગ લાગી ગઈ અને તેના અનેક ટુકડા થઈ ગયા હતા. વિમાનના ટુકડા આસપાસના વિસ્તારોમાં વિખરાયેલા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ Mumbai: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મામલે સુપ્રિમનો ચૂકાદો, ઝૂંપડપટ્ટી વિકાસનું કામ ચાલુ રહેશે
આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર મંદિરે જઈ જલારામ બાપાની માફી માગી| Swami Gyanprakash
આ પણ વાંચોઃ Anand Police suspend: પોલીસ બેડામાં ખળભળાટ, આણંદ સબજેલના વધુ 4 પોલીસકર્મી સસ્પેન્ડ, જાણો કારણ?







