
T20 World Cup: પાકિસ્તાને આજે રવિવારે T20 વર્લ્ડ કપ માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસીન નકવીએ જણાવ્યું હતું કે આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ટીમની ભાગીદારી પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના નિર્ણય પર આધારિત છે.
અગાઉ પાકિસ્તાને વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી પણ આપી હતી પણ અચાનક હવે PCBએ ટીમની જાહેરાત કરી છે.
પાકિસ્તાન આ ટૂર્નામેન્ટમાં સલમાન અલી આગાના કેપ્ટનશીપ હેઠળ મેદાનમાં ઉતરશે.
●પાકિસ્તાને બાંગ્લાદેશ મામલે હસ્તક્ષેપ કરી ICCના નિર્ણયની ટીકા કરી હતી.
પાકિસ્તાને બાંગ્લાદેશ મુદ્દા પર વાંધો ઉઠાવ્યો હતો અને ICCના નિર્ણયની ટીકા કરી હતી. ICCએ T20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશને બાકાત રાખી તેના સ્થાને સ્કોટલેન્ડનો સમાવેશ કરતા પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવીએ આ બાબતે ICCની ટીકા કરી હતી અને પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો સાથેજ નકવીએ એમ પણ કહ્યું હતું કે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન હવે ભાગ લેવો કે નહીં તે બાબતે વિચારશે અને કદાચ પોતાનું નામ પરત ખેંચી શકે છે છતાં તેનો અંતિમ નિર્ણય પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે ચર્ચા કર્યા પછી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
જોકે, બીજા જ દિવસે પાકિસ્તાને વૈશ્વિક ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો નિર્ણય લઈ લીધો હતો અને પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.
● પાકિસ્તાન માટે આ ટુર્નામેન્ટ કેમ મહત્વપૂર્ણ છે?
◆7 ફેબ્રુઆરીથી શરૂ થતી આ ટુર્નામેન્ટ પાકિસ્તાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ટીમે અત્યાર સુધીમાં ફક્ત એક જ વાર ટાઇટલ જીત્યું છે.
◆પાકિસ્તાને 2009 માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યારથી તે ફરી ક્યારેય ટ્રોફી જીતી શક્યું નથી.
◆2024 ના T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને આ વખતે તે પોતાની ક્ષમતા સાબિત કરવાનો પ્રયાસ કરશે.
◆સલમાન અલી આગાની ટીમ પાસે બીજી વખત ટાઇટલ જીતવાની તક હશે.
● હરિસ રૌફનો ટીમમાં સમાવેશ નહી
બાબર આઝમના સમાવેશથી પાકિસ્તાનને ફાયદો થશે, ટીમમાં તેમનો અનુભવ કામ લાગશે. દરમિયાન, હરિસ રૌફની ગેરહાજરીમાં, શાહીન અને નસીમ શાહ ઉપર ઝડપી બોલિંગની જવાબદારી આવી પડશે, ટીમમાં મજબૂત ઓલરાઉન્ડ હાજરીનું ધ્યાન રખાયું છે, જેમાં ફહીમ અશરફ, શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ જેવા ખેલાડીઓ બેટીંગ અને બોલિંગ માટે બેસ્ટ પરફોર્મન્સ ધરાવે છે.
● ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે.
પાકિસ્તાન ગ્રુપ A માં છે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત, નેધરલેન્ડ્સ, યુનાઇટેડ સ્ટેટ્સ અને નામિબિયાનો સમાવેશ થાય છે. પાકિસ્તાન 7 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે પોતાનું અભિયાન શરૂ કરશે. પાકિસ્તાન તેની બધી T20 વર્લ્ડ કપ મેચ શ્રીલંકામાં રમશે.
T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ:
સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર જમાન, ખ્વાજા મોહમ્મદ નાફે (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ સલમાન મિર્ઝા, નસીમ શાહ, શાહિબઝાદા ફરહાન (વિકેટકીપર), સૈમ અયુબ, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન, ઉસ્માન ખાન, ઉસ્માન ખાનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









