Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!

  • Famous
  • November 6, 2025
  • 0 Comments

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે.

યુવાનોને ગેરમાર્ગે દોરતી પાન મસાલાની એડ કરી હોવા અંગેની કોટાની કન્ઝ્યૂમર કોર્ટ (ગ્રાહક અદાલત)માં ફરિયાદ થતાં કોર્ટ દ્વારા અભિનેતા સલમાન ખાન અને કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે. ફરિયાદમાં રાજશ્રી પાન મસાલા કંપની અને તેના બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાન પર ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી 27 નવેમ્બરે થશે.

ફરિયાદમાં જણાવાયું છે કે કંપની અને સલમાન ખાન કેસર ઉમેરેલી એલચી તથા કેસર ઉમેરેલા પાન મસાલા તરીકે તેમની પ્રોડક્ટની જાહેરાત કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે જે દાવા તથ્યહિન છે, કારણ કે ચાર લાખ રૂપિયે મળતું કેસર પાંચ રૂપિયે મળતી પડીકીમાં વપરાતું હોય તે શક્યજ નથી.

ફરિયાદમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ જાહેરાતથી પ્રેરાઈને ખાસ કરીને યુવાનો આ પાન મસાલા ખાવા માટે પ્રેરાય છે, જે મોઢાના કેન્સરનું એક બહુ મોટું કારણ બને છે. કોર્ટે આ ફરિયાદના સંદર્ભમાં કંપની તથા સલમાન ખાનને નોટિસ પાઠવીને તેમનો જવાબ માગ્યો છે. આ કેસમાં વધુ સુનાવણીની તારીખ ૨૭મી નવેમ્બરે નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો:

Salman Khan: યુદ્ધવિરામ અંગે પોસ્ટ કરતાં જ સલમાન લોકોના લપેટામાં આવી ગયો, શું કહ્યું?

Salman Khan Pakistan Terrorist :  બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને આતંકવાદી જાહેર કરતું પાકિસ્તાન;શુ સલમાન સામે એક્શન લેવાશે?

Bihar Election 2025: બિહારમાં પ્રથમ તબક્કાનું 121 બેઠકો માટે મતદાન, 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો કરશે ફેંસલો

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health
  • November 10, 2025

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના…

Continue reading
Mumbai: બોલિવૂડના પીઠ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું?
  • October 31, 2025

Mumbai: બોલિવૂડના પીઠ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર ફેલાતાં જ તેમના ચાહકો ગભરાઈ ગયા હતા. જોકે તેમના નજીકના સૂત્રોએ  ખાતરી આપી છે કે  તેમની હાલત હાલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”