
માલદીવ અને ભારત વચ્ચેનો વિવાદ મુખ્યત્વે 2023-24 દરમિયાન રાજકીય અને રાજદ્વારી તણાવને કારણે ચર્ચામાં આવ્યો હતો. માલદીવે ભારતીય સૈનિકોની હાજરીને લઈ ભારતનો વિરોધ કર્યો હતો. અને ભારતીય સૈનિકોને માલદીવામાંથી નીકળી જવા કહ્યું હતુ. મુઈઝ્ઝુએ ભારત પર આકરા પ્રહાર કર્યા હતા. જોકે હવે પીએમ મોદીની આગેવાની હેઠળ મદદ કરતું દેખાઈ રહ્યું છે. ભારતે માલદીવને 50 મિલિયન યુએસ ડોલરની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. માલદીવમાં ભારતીય હાઈ કમિશન દ્વારા એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. હાઈ કમિશને જણાવ્યું હતું કે માલદીવ સરકારની વિનંતી પર, ભારતે માલદીવ સરકારને વધુ એક વર્ષ માટે 50 મિલિયન ડોલર (લગભગ રૂ. 420 કરોડ) ના ટ્રેઝરી બિલના રૂપમાં બજેટ સહાય પૂરી પાડી છે.
India extends financial support to the Maldives through the rollover of the USD 50 million Treasury Bill. pic.twitter.com/Fe8JXpi6r1
— Press Trust of India (@PTI_News) May 12, 2025
માલદીવના વિદેશ મંત્રીએ આભાર વ્યક્ત કર્યો
I express my sincere gratitude to EAM @DrSJaishankar and the Government of #India for extending crucial financial support to the #Maldives through the rollover of the USD 50 million Treasury Bill.
This timely assistance reflects the close bonds of friendship between #Maldives &…
— Abdulla Khaleel (@abkhaleel) May 12, 2025
માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારતના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “હું વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ભારત સરકારનો 50 મિલિયન યુએસ ડોલરના ટ્રેઝરી બિલના રોલઓવર દ્વારા માલદીવને મહત્વપૂર્ણ નાણાકીય સહાય પૂરી પાડવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સમયસર સહાય માલદીવ અને ભારત વચ્ચેના મિત્રતાના ગાઢ સંબંધોને પ્રતિબિંબિત કરે છે અને આર્થિક સ્થિતિસ્થાપકતા માટે નાણાકીય સુધારાઓ લાગુ કરવાના સરકારના ચાલુ પ્રયાસોને સમર્થન આપશે.”
મોહમ્મદ મુઈઝ્ઝુ ભારત આવ્યા હતા
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ ગયા વર્ષે ઓક્ટોબરમાં પાંચ દિવસની ભારતની મુલાકાતે આવ્યા હતા. નવેમ્બર 2023 માં પદ સંભાળ્યા પછી આ તેમની પ્રથમ મુલાકાત હતી. “મુલાકાતનું એક મહત્વપૂર્ણ પરિણામ ‘વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારી માટેનું વિઝન’ અપનાવવું હતું, જે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને માર્ગદર્શન આપશે,” માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
ભારત અને માલદીવ વચ્ચે શું થયો હતો વિવાદ
2023-24 દરમિયાન ભારત અને માલદીવ વચ્ચેનો વિવાદ થયો હતો. માલદીવની ચીન તરફી મોહમ્મદ મુઇઝ્ઝુ સરકારના કેટલાક મંત્રીઓએ ભારત વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આ ટિપ્પણીઓ મોદીની લક્ષદ્વીપ મુલાકાત અને ભારતના પ્રવાસન પ્રમોશનના સંદર્ભમાં હતી, જેને માલદીવે પોતાના પ્રવાસન ઉદ્યોગ માટે ખતરો ગણ્યો હતો. પરિણામે, ભારતીય પ્રવાસીઓએ #BoycottMaldives અભિયાન શરૂ કર્યું હતુ. જેના કારણે લગભગ 8,000 હોટેલ બુકિંગ અને 2,500 ફ્લાઇટ ટિકિટ રદ થઈ હતી. માલદીવના અર્થતંત્ર માટે પ્રવાસન મહત્વનું હોવાથી, આની મોટી અસર પડી, અને માલદીવે ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કર્યા. આ ઉપરાંત, માલદીવની ‘ઇન્ડિયા આઉટ’ નીતિ, ભારતીય સૈન્યની હાજરી વિરુદ્ધ વિરોધ અને ચીન સાથે વધતા સંબંધોને કારણે પણ તણાવ વધ્યો હતો. હાલલ જાણવા મળી રહ્યું છે કે માલદીવે ભારતીય સૈન્યને હટાવી દીધું છે.
આ પણ વાંચોઃ
બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan
Ahmedabad: સાબરમતી નદીનું પાણી ખાલી કરાયું
ભારત-પાકિસ્તાન વચ્ચે આજે વાતચીત, ભારતને સીઝ ફાયર કેમ કરવું પડ્યુ? | Ceasefire
PM મોદીને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી, દેશ સાથે દગો કર્યો: સંજય રાઉત | ceasefire
India Pakistan Updates: બંને દેશ તરફથી યુદ્ધવિરામ, છતાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ ચાલુ
PoK અને આતંકીઓ સોંપો તો જ વાતચીત, ભારતે અમેરિકાને શું કહી દીધું?









