
India Pakistan War: ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ પાકિસ્તાન (Pakistan) સતત ભારતને (India) નુકસાન પહોંચાડવાના રસ્તાઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે પાકિસ્તાને પોતાની હોશિયારી બતાવતા ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અવંતિપોરાથી ભુજ સુધીના ભારતીય સેનાના લશ્કરી ઠેકાણાઓ પર અનેક ડ્રોન અને મિસાઇલો છોડ્યા હતા. જોકે, ભારતીય સશસ્ત્ર દળોએ તેમની એન્ટિ-યુએવી (ડ્રોન) સિસ્ટમની મદદથી આ બધા પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા છે.
પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઇલો છોડ્યા
7 મે 2025 ના રોજ ઓપરેશન સિંદૂર પર એક પ્રેસ બ્રીફિંગમાં, ભારતે તેની કાર્યવાહીને કેન્દ્રિત, સંતુલિત અને બિન-ઉશ્કેરણીજનક ગણાવી હતી. એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા ન હતા. એવી ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવશે તો યોગ્ય જવાબ આપવામાં આવશે. આ છતાં, પાકિસ્તાન હાર માન્યું નહીં અને ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
પાકિસ્તાને આ સ્થળો પર હુમલો કર્યો
7-8 મેની રાત્રે, પાકિસ્તાને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં લશ્કરી થાણાઓ પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો. ભારતીય સેનાએ ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર યુએએસ ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. હુમલાનો કાટમાળ ઘણી જગ્યાએથી મળી આવ્યો હતો, જે પાકિસ્તાની હુમલાનો પુરાવો છે.
સંરક્ષણ મંત્રાલયે માહિતી જાહેર કરી
ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી માહિતીમાં જણાવાયું છે કે 7 મેની રાત્રે પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતના શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજમાં ડ્રોન અને મિસાઈલ છોડવામાં આવી હતી. આ પછી, આપણી સરહદો પર S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની તૈનાતીએ આ બધા હુમલાઓને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધા અને પાકિસ્તાનના આ નાપાક કૃત્યને નિષ્ફળ બનાવ્યું.
Operation Sindoor
Pakistan’s Bid to Escalate Negated- Proportionate Response by India.https://t.co/E6e65goX9R#OperationSindoor@DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India pic.twitter.com/mURL8hplRA
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 8, 2025
પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ થયો
ગુરુવારે, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ એર ડિફેન્સ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા. ભારતે આ જ વિસ્તારોમાં પાકિસ્તાનને તીવ્રતાથી જવાબ આપ્યો છે. પાકિસ્તાનના લાહોરમાં ભારતની કાર્યવાહીમાં એક હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :
ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif
Firing at LOC: ઓપરેશન સિંદૂરથી બોખલાયેલ પાકિસ્તાની સેનાએ આ વિસ્તારોમાં કર્યો ગોળીબાર, 1 જવાન શહીદ
પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ







