Parliament session: ભારતમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલુ, મોદી વિદેશમાં કેમ ભાગ્યા?

Monsoon session of the Indian Parliament: જવાબદારી અને જવાબો આપવાની પરંપરાને રહેંશી નાંખનાર નરેન્દ્ર દામોદરદાસ મોદી આજે વધુ એકવાર સંસદમાં સવાલોના જવાબ આપવાને બદલે ભાગી ગયા હતાં. છેલ્લાં  11 વર્ષોમાં લગભગ 21 વખત મોદી સંસદના સત્ર દરમિયાન વિદેશ પ્રવાસે ઉપડ્યા છે અને હવે એમાં 22મી વખતનો ઉમેરો થશે. ઉલ્લેખનિય છે કે, સંસદમાં ઓપરેશન સિંદુર વિશે ચર્ચા થવાની છે ત્યારે મોદી આ રીતે ભાગી જાય તે એક રીતે તો સંસદનું અપમાન જ ગણાય.

ભારતમાં સંસદનું મોનસૂન સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થયું છે, જે 21 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. આ સત્ર દરમિયાન વિપક્ષે ઓપરેશન સિંદૂર, રાફેલ વિવાદ અને બિહારની મતદાર યાદીમાં સુધારણા જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે. પરંતુ આ મહત્વના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 જુલાઈથી 26 જુલાઈ, 2025 દરમિયાન યુનાઇટેડ કિંગડમ (UK) અને માલદીવની વિદેશ યાત્રા પર પહોંચી ગયા છે.

સંસદનું અપમાન?

વિપક્ષનો આરોપ છે કે આજે સત્રના પહેલા દિવસે જ મોદી કોઈ પણ સવાલોનો જવાબ આપ્યા વગર નીકળી ગયા. તેમણે ઓપરેશન સિંદૂરને વિજય ઉત્સવની જેમ ઉજવવાની વાત કરતાં જ વિપક્ષોએ હોબાળો મચાવી દીધો હતો. જેથી મોદી તેમના સવાલોના જવાબ પણ આપવા રહ્યા ન હતા. લોકો આ ઘટનાને સંસદનું અપમાન ગણાવી રહ્યા છે.

 ત્યારે આ મુદ્દે કોંગ્રેસે તીવ્ર વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ પૂછ્યું, “જ્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું હોય, ત્યારે વડાપ્રધાને વિદેશ જવાની શું જરૂર હતી?” આ ઉપરાંત, X પરની કેટલીક પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી સંસદમાં ઓછું હાજર રહે છે અને જ્યારે જવાબ આપવાનો સમય આવે છે, ત્યારે તેઓ “પાતળી ગલી”માંથી નીકળી જાય છે.

રાહુલ ગાંધીના આરોપ

આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે સરકારના મંત્રીઓને સંસદમાં બોલવાનો સમય આપવામાં આવે છે. અમને બોલવા દેવામાં આવતાં નથી. તેઓએ કહ્યું મોદી ગણતરીની સેકન્ડોમાં જ મોદી સંસદમાંથી નીકળી ગઈ છે.

વિપક્ષો આ મુદ્દાઓ પર માગી રહ્યા છે જવાબો

ઓપરેશન સિંદૂર

22 એપ્રિલ, 2025ના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ ઓપરેશનને મોદીએ “વિજયોત્સવ” ગણાવ્યો હતો, પરંતુ વિપક્ષનો આક્ષેપ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 24 વખત દાવો કર્યો કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો, જે શિમલા કરારનું ઉલ્લંઘન છે. વિપક્ષ માંગ કરે છે કે મોદીએ આ અંગે સંસદમાં જવાબ આપવો જોઈએ.

રાફેલ વિવાદ

રાફેલ ફાઈટર જેટની ખરીદી અંગેના વિવાદો ફરી ચર્ચામાં છે. દાવો કરવામાં આવ્યો છે કે આ મુદ્દે સરકાર સંસદમાં ચર્ચા ટાળી રહી છે.

બિહાર મતદાર યાદી

બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી “સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન” (SIR) ને વિપક્ષે ગેરબંધારણીય ગણાવી છે. તેમનો આરોપ છે કે આ પ્રક્રિયા દ્વારા ગરીબ અને હાંસિયામાં ધકેલાયેલા લોકોના મતાધિકારને નબળો પાડવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે મોદી પર કટાક્ષ કરતાં કહ્યું, “48 કલાક પછી, સુપર પ્રીમિયમ ફ્રીક્વન્ટ ફ્લાયર ફરી એક વિદેશ યાત્રા શરૂ કરશે, જ્યારે મણિપુરના લોકોને વધુ નિરાશા થશે.” આ ઉપરાંત સોશિયલ મિડિયામાં ચર્ચાઓ થઈ રહી છે કે મોદી સંસદમાં જવાબ આપવાને બદલે “લોકોને તુચ્છ પ્રાણીઓ” ગણે છે, જે લોકતંત્રનું અપમાન છે.

સરકારે આ આરોપોનો જવાબ આપતાં કહ્યું છે કે તે ઓપરેશન સિંદૂર સહિતના મુદ્દાઓ પર ચર્ચા માટે તૈયાર છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે સરકાર કોઈપણ વિષયથી બચી રહી નથી, પરંતુ વિપક્ષે સંસદની કાર્યવાહીમાં સહયોગ આપવો જોઈએ. ભાજપના સાંસદ બિપ્લબ કુમાર દેબે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તે હંગામો કરીને સંસદની કાર્યવાહીમાં અડચણ ઊભી કરે છે અને પછી દાવો કરે છે કે તેમને બોલવાની તક આપવામાં નથી આવતી.

જુઓ વીડિયોમાં વધુ ચર્ચા

 

પણ વાંચો:

UP: દિયરની રૂમમાંથી આશાવર્કરની અર્ધ નગ્ન લાશ મળી, રેપની આશંકા, પતિના ગંભીર આરોપ, વાંચો

Banda: ગર્ભપાતની દવા ન લઈ આપતાં પત્નીનો આપઘાત, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો, જાણો ચોકાવનારો કિસ્સો

ભાજપ સરકાર સુધરી જાય, નહીં તો જૈનોને સુધારતા આવડે છે: Muni Ativirji Maharaj

UP Crime: ભૂવાને ઘરમાં લાવતાં પહેલા વિચાર જો, વિધિના નામે નવપરણિતાને પીંખી નાખી, વાંચો વધુ

UP Police: બિચારા પોલીસકર્મીઓને કાવડિયાઓ માટે ખાવાનો બંદોબસ્ત કરવો પડ્યો!

Iqra Hassan: સાંસદ ઈકરા હસન કુંવારી, ચાહે તો મારી સાથે લગ્ન કરે, બસ અવૈસી મને જીજા કહે, કરણી સેના ઉપાધ્યક્ષ વિવાદમાં ફસાયા

Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે

Related Posts

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”
  • March 24, 2026

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે ભારતને ચીનને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં અમેરિકાનું પ્યાદુ ન બનવા અને ચીનને બદલવાના પ્રયાસમાં અમેરિકાની વધુ નજીક ન જવા ચેતવણી આપી છે, કારણ કે અમેરિકા પર…

Continue reading
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ
  • March 23, 2026

UP: મથુરાના પ્રખ્યાત ગૌ રક્ષક સંત ચંદ્રશેખર કે જેઓ ફરસા વાલે બાબા તરીકે જાણીતા હતા તેમનું ૨૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ સવારે એક ટ્રકે અડફેટમાં લેતા તેઓનું મોત થયું ગયું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 3 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 3 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 12 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 8 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 17 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 9 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!