ભારતમાં દરગાહ-મસ્જિદ નીચે મંદિરની સઘન શોધ; જાણો કેટલી મસ્જિદો નીચે મંદિર હોવાના છે દાવા

હાલમાં દેશમાં મસ્જિદો નીચે મંદિર શોધવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જૂમ્મા મસ્જિદનો વિવાદ વચ્ચે અજમેરની પ્રસિદ્ધ દરગાહ શરીફના સમાચારો ચર્ચા શરૂ થઈ ગઈ છે.

અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદનો વિવાદ પણ અનેક દશકાઓ પછી સુપ્રીમ કોર્ટના 2019ના નિર્ણય પછી ખત્મ થયો હતો. આ વિવાદે કોમી રમખાણોથી લઈને અનેક પાર્ટીઓની સરકારોને જોઈ, દેશમાં ધાર્મિક ધ્રુવીકરણને દેખ્યું પરંતુ જ્યારે આ વિવાદનો અંત આવ્યો તો અન્ય કેટલાક વિવાદો માટે નવી જમીન તૈયાર કરી લીધી. આ જમીન એક વખત ફરીથી ધ્રુવીકરણ કરવા માટેનો મહત્વપૂર્ણ હથિયાર બની શકે છે. રાજકીય ફાયદો ઉઠાવવા માટેની રાજનીતિમાં ધાર્મિક મુદ્દાઓનો અત્યાર સુધી ભરપૂર ઉપયોગ થતો આવ્યો છે. તો એક વખત ફરીથી દેશના લોકોને એક અલગ જ પ્રકારની ધાર્મિક મનોમંથનમાં ધકેલીને રાજકીય રોટીઓ સેકવાની કોશિશો શરૂ થઈ રહી છે.

આજે દેશના અનેક રાજ્યો, જિલ્લા અને શહેરોમાં મંદિર-મસ્જિદ વિવાદ શરૂ થઈ ગયો છે. આજની તારીખમાં હિન્દૂ પક્ષ અનેક મસ્જિદોમાં મંદિરની શોધ કરી રહી છે. જોકે, આ અચાનક થયું નથી પરંતુ આની સળવળાટ તો ઘણા પહેલા સમયથી શરૂ થઈ ગઈ હતી, પરંતુ રામ જન્મ ભૂમિ-બાબરી મસ્દિદનો નિર્ણય પછી આને વધારે પ્રોત્સાહન મળ્યું છે. રામ જન્મ ભૂમિનો મુદ્દો એક અલગ જ મુદ્દો હતો પરંતુ હવે તેની આડમાં દેશભરના લોકોને એક અલગ રસ્તા ઉપર લઈ જવાની રાજરમત ચાલી રહી છે. મેન સ્ટ્રીમની તમામ ચેનલોથી લઈને સમાચાર પત્રો થકી દેશભરના લોકોને મંદિર-મસ્જિદના મુદ્દાઓમાં જ વ્યસ્ત રાખવાની એક ખુબ જ ભયંકર ષડયંત્ર રચાઇ રહ્યું હોય તેની ગંધ આવી રહી છે. કેમ કે અજમેર દરગાહમાં મુસ્લિમ સહિત તમામ ધર્મોના લોકોમાં શ્રદ્ધા ધરાવે છે. તેવામાં કરોડો લોકોની ધાર્મિક લાગણી સાથે રમવાની રાજરમત શરૂ કરીને શિક્ષણ, બેરોજગારી, મોંઘવારી, સ્વાસ્થ્ય સહિતના અનેક મુદ્દાઓને સાઇડલાઈન કરવામાં આવી રહ્યા છે.

દેશના મહત્વપૂર્ણ મુદ્દાઓને ગૌણ બનાવીને જનતાને મુર્ખ બનાવવા માટે મંદિર-મસ્જિદ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેમ કે સત્તાધારીઓને ધાર્મિક લાગણી દૂભાવીને સત્તામાં આવવાનો ખુબ જ બહોળો અનુભવ છે. તેથી એક વખત ફરીથી તેમને પોતાના અનુભવના આધારે મંજિર-મસ્જિદનો મુદ્દોઓને જીવંત રાખવા માટે દેશભરમાં અનેક મસ્જિદો નીચે મંદિર હોવાના દાવાઓ રજૂ કરી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આપણા પીએમ નરેન્દ્ર મોદી અનેક વખત અજમેર શરીફની દરગાહમાં માથું ટેકી આવ્યા છે તો કેટલીક વખત ચાદર પણ મોકલાવી છે. તે છતાં પણ અજમેરની દરગાહની નીચે શિવમંદિર હોવાના દાવો કરવામાં આવ્યો હોવા છતાં તેમણા તરફથી કોઈ જ નિવેદન આપવામાં આવ્યું નથી. જે રીતે અનેક નદીઓ દરિયામાં મળી જાય છે તેવી જ રીતે વર્તમાન સમયમાં ઉભા થયેલા કથાકથિત હિન્દૂ સંગઠનો અંતે તો ક્યાંકને ક્યાંય આરએસએસ અને બીજેપીના સાથે ભરી જ જતાં હોય છે.

તો આવો આજે આપણે જોઈએ કે દેશભરમાં અરાજકતાનું માહોલ ઉભો કરવા માટે ક્યા ક્યા મંદિરો નીચે મસ્જિદ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સંભલ શાહી જુમા મસ્જિદ

ઉત્તર પ્રદેશના સંભલ સ્થિત શાહી જામા મસ્જિદને લઈને દાવો કરવામાં આવ્યો છે કે, પહેલા ભગવાન વિષ્યુનું હરિહર મંદિર હતું, જેને 1529માં આંશિક રૂપથી ધ્વસ્થ કરીને મસ્જિદમાં પરિવર્તિત કરવાની કોશિશ કરવામાં આવી હતી. હિન્દુ પક્ષે તેવો પણ દાવો કર્યો છે કે, ભવિષ્યમાં ભગવાન કલ્કી અહીં જ અવતાર લેશે. હિન્દૂ પક્ષે બાબરનામાને આધાર ગણાવી છે, જેને પોતે મુગલ બાદશાહ બાબરે લખી હતી.

જણાવી દઈએ કે, 1891માં પ્રકાશિત બ્રિટિશકાળમાં ગજેટિયર, ઉત્તર-પ્રશ્ચિમી વિસ્તારો અને અવધમાં સ્મારકીય પુરાવશેષ અને શિલાલેખમાં પણ મસ્જિદ પર હિન્દુ દાવોઓની વાતો ઉપલબ્ધ છે. આ દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે, મુસલમાનોએ ઇમારતના નિર્માણને બાબરના સમયનો ગણાવીને મસ્જિદની અંદર એક શિલાલેખ તરફ ઇશારો કર્યો છે, જે ઇસ્લામી કેલેન્ડર અનુસાર, વર્ષ 933માં મીર હિન્દૂ બેગ દ્વારા સાઇટના નિર્માણ કરવાનો ઉલ્લેખ કરે છે, જે વર્ષ 1526 સાથે મેળ ખાય છે.

જોકે, હિન્દીઓએ દાવો કર્યો છે કે, શિલાલેખ પછી તારીખને ખોટી રીતે દર્શાવી છે, જેમ કે ગેજેટિયરમાં કહેવામાં આવ્યું છે. ગેજેટિયર અનુસાર, આ સ્લેબમાં અથવા તેના પાછળ, હિન્દુ પક્ષ કહે છે કે, મંદિર સાથે સંબંધિત મૂળ સંસ્કૃત શિલાલેખ છે.

તો મસ્જિદ બાબતે કહેવામાં આવ્યું છે કે, આ પહેલા મુગલ સમ્રાટ બાબરના નિર્દેશ પર બનાવવામાં આવી હતી, જેને સંભલ જિલ્લાની સત્તાવાર વેબસાઇટ પર ઐતિહાસિક સ્મારકના રૂપમાં દર્શાવવામાં આવી છે.

આ મસ્જિદમાં કોર્ટના આદેશ પછી હાલમાં બે વખત સર્વેક્ષણ પણ થઈ ચૂક્યું છે, જેના વિરૂદ્ધમાં થયેલી હિંસામાં ચાર મુસ્લિમ સમુદાયના લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

બનારસની જ્ઞાનવાપી મસ્જિદ

વારાણસીમાં કાશી-વિશ્વનાથ મંદિર પાસે આવેલ જ્ઞાનવાપી મસ્જિદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં કેસ કોર્ટમાં ચાલી રહ્યોછે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)એ જ્ઞાનવાપી મસ્જિદના પોતાના સર્વે રિપોર્ટમાં દાવો કર્યો છે કે,વર્તમાન સંરચના (મસ્જિદ)ના નિર્માણથી પહેલા એક ‘મોટું હિન્દૂ મંદિર’ હતું અને મંદિરના કેટલાક ભાગોનો ઉપયોગ કરીને ઇસ્લામી પૂજા સ્થળનો નિર્માણ કરવામાં આવ્યો હતો.

એક અરજીમાં હિન્દૂ પક્ષે અહીં મંદિર હોવાનો દાવો કર્યો હતો. તેમણે મસ્જિદ પરિસરમાં માં શ્રૃંગાર ગૌરીના દર્શન અને પૂજા માટે વર્ષભર પ્રવેશની પણ માંગ કરી હતી. એવું માનવામાં આવે છે કે, 1699માં મુગલ શાસક ઔરંગજેબે મૂળ કાશી વિશ્વનાથ મંદિરને તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવી હતી.

કાશી વિશ્વનાથ મંદિરના વર્તમાન સ્વરૂપનું નિર્માણ 1780માં ઇન્દોરની મહારણી અહિલ્યાબાઈ હોલ્કરે કરાવ્યું હતું. અહીંથી મસ્જિદને હટાવવાને લઈને પ્રથમ અરજી 1991માં દાખલ થઈ હતી. આ મૂળ કેસ હિન્દૂવાદીઓ દ્વારા જ્ઞાનવાપી મસ્જિદ પરિસર પર કબ્જાની માંગને લઈને દાખલ કર્યો હતો.

2019માં મસ્જિદના આર્કિયોલોજિકલ સર્વેને લઈને અરજી દાખલ થઈ હતી.

મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ

મથુરા શહેરમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરપરિસર પાસે શાહી ઈદગાહ મસ્જિદને હિન્દૂ ધર્મમાં ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ માનવામાં આવે છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિન્યાસના અધ્યક્ષ વકીલ મહેન્દ્ર પ્રતાપસિંહનો દાવો હતો કે મુગલ શાસક અને ઔરંગજેલે શ્રીકૃષ્ણ જન્મ સ્થળ પર બનાલે પ્રાચીન કેશવનાથ મંદિરને નષ્ટ કરીને તેની જગ્યા પર 1669-70માં શાહી ઇદગાહ મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું.

1968માં શ્રીકૃષ્ણ જન્મસ્થળ સેવા સંઘ અને શાહી ઈદગાહ કમેટી વચ્ચે થયેલા એક કરારમાં 13.37 એકર જમીનની માલિકી ટ્રસ્ટને મળી અને ઈદગાહ મસ્જિદના મેનેજમેન્ટ ઈદગાહ કમેટીને આપી દેવામાં આવી હતી. આ કેસ પણ કોર્ટમાં છે.

આગ્રાનો તાજમહેલ

આગ્રાનો તાજમહેલ વિશ્વ પ્રસિદ્ધ સ્મારકોમાંથી એક છે. આ દુનિયાના સાત અજૂબાઓમાંથી એક છે. આનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ 1632માં શરૂ કરાવ્યું હતુ, જે 1653માં ખત્મ થયુ હતુ. જોકે, તાજમહેલમાં આવેલ શાહજાહની બેગમ મુમતાજની કબરને લઈને પણ અનેક વિવાદ સામે આવ્યા છે.

હિન્દૂ પક્ષનો દાવો છે કે શાહજાહાએ તેજો મહાલયા નામના ભગવાન શિવ મંદિરનો નષ્ટ કરીને તાજમહેલ બનાવ્યું છે.આને લઈને અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચમાં તાજમહેલની અંદર 22 રૂમોને ખોલાવીને એએસઆઈની તપાસ કરાવવાનીમાંગ પણ કરી હતી.

અનેક દક્ષિણપંથી સંગઠનો દાવો કરી ચૂક્યા છે કે મુગલકાળમાં આ કબર અતીતમાં ભગવાન શિવનું મંદિર હતું. આ સ્મારક ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) દ્વારા સુરક્ષિત છે.

2017માં ભાજપા નેતા વિનય કટિયારે દાવો કર્યોહતો કે 17મી શતાબ્દીના સ્મારક તાજમહેલનું નિર્માણ મુગલ સમ્રાટ શાહજહાંએ એક હિન્દૂ મંદિરને નષ્ટ કરીને કર્યું છે.

જોકે, 17 ઓગસ્ટ2017માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે આગ્રાની અદાલતને જણાવ્યું કે તાજમહેલ ક્યારેય મંદિર નહતું અને તે પહેલાથી એક સમાધિ રહ્યું છે.

મધ્યપ્રદેશની મૌલા મસ્જિદ

મધ્ય પ્રદેશના માલવાની ધાર જિલ્લામાં સ્થિત કમાલ મૌલા મસ્જિદ વિવાદોમાં રહી છે. હિન્દુ પક્ષનો દાવો છે કે આ પરિસર વાગ્દેવી (સરસ્વતી)નું ભોજશાળા (મંદિર) છે.

માલવા સાંપ્રદાયિક રાજનીતિથી સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર રહ્યું છે. અહીં જ્યારે ધાર્મિક ધ્રવીકરણના મૂળિયા ઉંડા થયા તો 1990ના દશકા પછીથી આ વિવાદ વધારે વધતો ગયો છે.

હિન્દૂ પક્ષનું માનવું છે કે ભોજશાળા મંદિરનું નિર્માણ હિન્દૂ રાજા ભોજે 1034માં કરાવ્યું હતું. તે પછી 1305માં અલાઉદ્દીન ખિલજીએ આના પર હુમલો કર્યો અને પછી મુસ્લિમ કમાન્ડર દિલાવર ખાને સરસ્વતી મંદિર ભોજશાળાના એક ભાહને દરગાહમાં બદલવાની કોશિશ કરી. તે પછી મહેમૂદશાહે ભોજશાળા પર હુમલો કરીને સરસ્વતી મંદિર બહારના ભાગો પર કબ્જો કરીને ત્યાં કમાલ મૌલાના સમાધી બનાવી દીધી હતી.

હાલમાં આની દેખરેખ એએસઆઈ કરે છે. માર્ચ 2023માં હાઇકોર્ટે આ પરિસરની પ્રકૃતિ (મંદિર છે કે મસ્જિદ)ને સ્પષ્ટ કરવા અને તેના અંગે કોઈપણ ભ્રમને દૂર કરવા માટે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.

જે પછી એએસઆઈએ પોતાના રિપોર્ટમાં ઐતિહાસિક કલાકૃતિઓની શોધના આધાર પર વિવાદિત પરિસરનું મંદિર હોવાના સંકેત આપ્યા હતા. સર્વેક્ષણમાં કુલ 94 મૂર્તિઓ, મૂર્તિઓના ટૂકડા અને સ્થાપત્યના નિશાન પણ મળવાની વાત કહેવામાં આવી હતી. આ મૂર્તિઓ બેસાલ્ટ, સંગેમરમર,શિસ્ટ, મુલાયમ પથ્થર, બલુઆ પથ્થર અને ચૂના પથ્થરથી બનેલી છે. આમાં ગણેશ, બ્રહ્મા, નરસિંહ, ભૈરવ, અન્ય દેવી-દેવતાઓ, મનુષ્ય અને જાનવરોની આકૃતિઓ છે.

એએસઆઈના રિપોર્ટ અનુસાર, ભોજશાળા ક્યારેક એક મહત્વપૂર્ણ શૈક્ષણિક કેન્દ્ર હતો,જેમાં રાજા ભોજને સ્થાપિત કરવામાં આવ્યો હતો. મળી આવેલી કલાકૃત્તિઓથી સંકેત મળ્યા છે કે વર્તમાન સંરચના પહેલાના મંદિરોના કેટલાક હિસ્સાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.

કુતુબ મીનાર પરિસરમાં સ્થિત કુબ્બત-ઉલ-ઈસ્લામ મસ્જિદ

દિલ્હીના કુતુબ મીનાર પરિસરમાં સ્થિત કુવ્વત-ઉલ-ઈસ્લામ મસ્જિદનું નિર્માણ ગુલામ વંશના પહેલા શાસક કુતુબ-ઉદ-દીન એબકે 1206માં શરૂ કરાવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે, આ મસ્જિદ બનાવવામાં 4 વર્ષનો સમય લાગ્યો હતો. તે પછીના શાસકોએ પણ આ મસ્જિદનો વિસ્તાર કરાવ્યો હતો. આને દિલ્હીના સૌથી જૂની મસ્જિદોમાંથી એક માનવામાં આવે છે.

હિન્દૂ પક્ષની દલીલ છે કે કુતુબ મીનારનું નિર્માણ 27 હિન્દૂ અને જૌન મંદિરોને તોડીને કરવામાં આવ્યો હતો. હિન્દૂ પક્ષ અહીં પૂજાનો અધિકારની માંગ કરી રહ્યા છે. હિન્દૂ પક્ષનું કહેવું છે કે કુતુબ મીનાર અને અહીં સ્થિત મસ્જિદનું નિર્માણ મંદિરોને તોડીને કરવામાં આવ્યો હતો.

કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ જગ્યા પર ભગવાન વિષ્ણુ, ભગવાન, શિવ, ભગવાન ગણેશ, ભગવાન સૂર્ય, ગૌરી દેવી, ભગવાન હનુમાન, જૈન તીર્થકર ભગવાન ઋષણ દેવને મંદિર પરિસરમાં સ્થાપિત કરવા જોઈએ. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે પોતાના સોંગદનામામાં માન્યું છે કે કુતુબ મીનાર પરિસરની અંદર ભગવાન ગણેશની છબિઓ સહિત અનેક મૂર્તિઓ હાજર છે. આ કેસ પણ અદાલત સુધી પહોંચી ગયો છે.

જોકે, અદાલતમાં એએસઆઈ આ અરજીના વિરૂદ્ધ રહ્યું અને કહ્યું કે કુતુબ મીનારમાં પૂજા થઈ શકે નહીં કેમ કે આ પ્રાચીન સ્મારક તથા પુરાતત્વીય સ્થળ અને અવશેષ અધિનિયમ 1958ની જોગવાઇઓની વિરૂદ્ધ થશે.

મધ્ય પ્રદેશના વિદિશા શહેરમાં સ્થિત બીજા મંડળ મસ્જિદને લઈને પણ વિવાદ થઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે બીજા મંડળ મસ્જિદનું નિર્માણ પરમાર રાજાઓ દ્વારા નિર્મિત ચર્ચિકા દેવીના હિન્દૂ મંદિરને નષ્ટકરીને કરવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માનવામાં આવે છે કે 1658-1707 દરમિયાન ઔરંગજેબે આ મંદિર પર હુમલો કરીને લૂટ્યો અને નષ્ટ કરી દીધો. મંદિરના ઉત્તરી અને વર્તમાન બધી મૂર્તિઓને દફનાવીને આને મસ્જિદમાં પરિવર્તન કર્યું છે. ત્યારથી આ બધોજ વિવાદ ચાલી રહ્યો છે.

કહેવામાં આવે છે કે, આ સ્થળ પર વર્તમાન એક થાંભલા પર લાગેલા શિલાલેખમાં કહેવામાં આવ્યું છે કે, મૂળ મંદિર દેવી વિજયાને સમર્પિત હતું, તેમણે ચર્ચિકા દેવી પણ કહેવામાં આવે છે.

જૌનપુરની અટાલા મસ્જિદ

યુપીના જૌનપુર જિલ્લામાં સ્થિત અટાલા મસ્જિદને લઈને પણ દાવો કરવામાં આવ્યો છે કે, અહીં પહેલા અટાલા દેવીનું મંદિર હતું, જેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી. આ મસ્જિદનું નિર્માણ 1408માં ઇબ્રાહીમ શાહ શર્કીએ કરાવ્યું હતું.

હિન્દૂ પક્ષ અનુસાર, અટાલા દેવી મંદિરનું નિર્માણ ગઢાવલાના રાજા વિજયચંદ્રએ કરાવ્યું હતું. આને લઈને સમાયાંતરે વિવાદ થતો રહ્યો છે.

હિન્દૂ પક્ષનું કહેવું છે કે, મસ્જિદમાં મંદિર સાથે જોડાયેલા ચિન્હો છે. આમાં ત્રિશૂળ, ફૂલ વગેરે જેવા ચિત્ર હોવાની વાત કરવામાં આવી છે. આના સાથે જ દાવામાં પુરાતત્વ વિભાગના નિર્દેશકની રિપોર્ટ અને વિભિન્ન પુસ્તકોનો પણ હવાલો કરવામાં આવ્યો. આ કેસ પણ અદાલત પહોંચી ચૂક્યો છે.

બંગાળની અદીના મસ્જિદ

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં પ્રસિદ્ધ અદીના મસ્જિદ, જે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) દ્વારા સૂચીબદ્ધ સ્મારક છે, અહીં પણ એક હિન્દૂ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કહેવામાં આવ્યું છે કે, અદીના (ફારસીમાં શુક્રવાર) મસ્જિદ આખા ભારતીય ઉપમહાદ્વીપમાં સૌથી મોટી મસ્જિદ હતી, જ્યારે 1374માં તેના નિર્માણને પૂર્ણ કરવામાં આવ્યું હતું.

આને પણ ભગવાન શિવના પ્રાચીન આદિનાથ મંદિરના નષ્ટ કરીને તેની જગ્યા અદીના મસ્જિદ બનાવવાના દાવા દક્ષિણપંથી સંગઠનો દ્વારા કરવામાં આવ્યા છે. હિન્દુઓનો દાવો છે કે, અદીના મસ્જિદના અનેક હિસ્સાઓમાં હિન્દૂ મંદિરોની આકારની ડિઝાઈન નજર આવે છે. આને લઈને પણ વિવાદ થઈ ચૂક્યા છે.

પાટણની જામા મસ્જિદ

ગુજરાતના પાટણ જિલ્લામાં સ્થિત જામા મસ્જિદને રૂદ્ધ મહાલય મંદિર ગણાવવામાં આવી રહ્યું છે. હિન્દૂ પક્ષનો દાવો છે કે, પાટણમાં આજે પણ રૂદ્ધ મહાલય મંદિરનું અવશેષ નજર આવે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, રૂદ્ધ મહાલય મંદિરનું નિર્માણ 12મી સદીમાં ગુજરાતના શાસક સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું હતુ. 1410-1444 વચ્ચે અલાઉદ્દીન ખિલજીએ આ મંદિરના પરિસરને નષ્ટ કરી દીધો હતો. પાછળથી અહેમદ શાહ પ્રથમે મંદિરના કેટલાક હિસ્સામાં જામા મસ્જિદમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. આને લઈને પણ વિવાદ થઈ ચૂક્યો છે.

અમદાવાદની જામા મસ્જિદ

ગુજરાતના અમદાવાદમાં સ્થિત જામા મસ્જિદને લઈને પણ દાવો કરવામાં આવ્યો છે કે, આને હિન્દૂ મંદિર ભદ્રકાળીને તોડીને બનાવવામાં આવ્યો છે.કેમ કે અમદાવાદનું જૂનુ નામ ભદ્રા હતું, તેથી આને મંદિરના મજબૂત અવશેષોની વાત કરવામાં આવી છે.

મિડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે ભદ્રકાળી મંદિરનું બાંધકામ 9મીથી 14મી સદી સુધી રાજ કરનારા રાજપૂત પરમાર રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં હાલમાં જે જામા મસ્જિદ છે, તે અહેમદ શાહ પહેલાએ 1424માં બનાવી હતી. દાવો છે કે આ મસ્જિદના મોટાભાગના થાંભલા હિન્દુ મંદિરોના નકશા પ્રમાણે બનાવવામાં આવ્યા છે.

લખનઉની ટીલાવાળી મસ્જિદ

લખનઉની ટીલાવાળી મસ્જિદનો વિવાદ પણ જૂનો છે. આ મસ્જિદના બાબતમાં પણ હિંદુ પક્ષનો દાવો છે કે અહીં પર સનાતન વારસો લક્ષ્મણ ટીલામાં સ્થિત છે. લખનઉના ભૂતપૂર્વ ભાજપ સાંસદ અને રાજ્યપાલ સ્વર્ગીય લાલજી ટંડને પણ પોતાની પુસ્તક ‘અનકહા લખનઉ’ માં તેનો ઉલ્લેખ કર્યો છે.

આ પુસ્તકમાં તેમણે મુસ્લિમ સમુદાય પર ભગવાન રામના નાનાભાઈ લક્ષ્મણ સાથે શહેરનો સંબંધ તોડવાનો આરોપ લગાવ્યો હતો.

દિવંગત ભાજપ નેતા લાલજી ટંડને પોતાના પુસ્તકમાં લખ્યું છે કે મોગલ બાદશાહ ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન રાજ્યની રાજધાનીની સૌથી મોટી સુન્ની મસ્જિદનું નિર્માણ લક્ષ્મણ ટીલામાં કરાયું હતું, જે ભગવાન રામના ભાઈ લક્ષ્મણના નામ પર બનાવવામાં આવ્યું હતું. અહીં એક ઊંચો મંચ હતો. આ પુસ્તકને આ કારણથી રાજકીય વિવાદમાં પણ ઘેરાઇ ગઈ હતી.

ઉજ્જૈનની પાયા વગરની મસ્જિદ

મહાકાલની નગરી અવંતિકા ઉજ્જૈનમાં આવેલ પાયા વગરની મસ્જિદને લઈ પણ દાવો કરાવામાં આવ્યો છે કે આ ભોજશાળાનો જ એક ભાગ છે. કહેવામાં આવે છે કે અહીં અંદર શિવ મંદિર છે.

હિન્દુ પક્ષનો દાવો છે કે આ સ્થળ પરમાર કાળનું સોમેશ્વર મહાદેવ મંદિર છે. બાદમાં ઈલ્તુમિશે મંદિર તોડી નાખ્યું અને દિલાવર ખાને શિવલિંગને દૂર કરી દીધું. દિવાલો પર 88 થાંભલાઓ પર સનાતન સંસ્કૃતિની ઝલક પણ જોવા મળે છે.

મસ્જિદો અને મંદિરોનો વિવાદ અંતહિન

આ ઉપરોક્ત તમામ મસ્જિદો ઉપરાંત પણ અનેક ઉપાસના સ્થળ પ્રશ્નના ઉભા થયેલા છે. જોકે, કાયદામાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ભારતમાં 15 ઓગસ્ટ 1947ના ધર્મસ્થળ જે સ્વરૂપમાં હતું, તે એ જ સ્વરૂપમાં રહેશે, તેની સ્થિતિમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં.

આ કાયદો જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની શાહી ઈદગાહ સહિત દેશના તમામ ધર્મસ્થળ પર લાગુ થાય છે. આ કાયદાના અંતર્ગત માત્ર અયોધ્યા વિવાદને અલગ રાખવામાં આવ્યો હતો કારણ કે તે મામલો સ્વતંત્રતા પહેલાથી કોર્ટમાં ચાલી રહ્યો હતો.

આ કાયદામાં એક અને વધુ અપવાદ એવા ધાર્મિક સ્થળો હોઈ શકે છે જે પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના અધિન આવે છે અને તેના જાળવણીના કામ પર કોઈ રોકટોક નથી.

ઉલ્લેખનિય છે કે દેશભરમાં અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ પર મંદિર બનાવવા માટે ચાલી રહેલું આંદોલન પોતાના ચરમ પર હતું ત્યારે 18 સપ્ટેમ્બર 1991માં નરસિંહા રાવની સરકારને સંસદમાં ઉપાસના સ્થળ કાયદો પસાર કર્યો હતો. ત્યારે ઉમા ભારતી સહિત ભાજપના ઘણા નેતાઓએ આ નવા કાયદાનો જોરદાર વિરોધ પણ કર્યો હતો.

Related Posts

India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 2 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

  • August 11, 2026
  • 6 views
Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

  • August 11, 2026
  • 7 views
VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

  • August 11, 2026
  • 9 views
Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 12 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 5 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ