
Iran: ઈરાને ઈઝરાયલ-અમેરિકાના હુમલામાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયાના અહેવાલો સામે આવ્યા બાદ ભારતમાં જમ્મુ અને કાશ્મીરના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. શ્રીનગર, સોનવારી અને બાંદીપોરામાં વિરોધ પ્રદર્શનો થયા હતા, જ્યાં શિયા સમુદાયના પુરુષો અને મહિલાઓએ ઈરાની સર્વોચ્ચ લીડરના ફોટા લઈને પ્રદર્શન કર્યું હતું.
શિયા આગેવાનોના જણાવ્યા મુજબ આ પહેલી વાર નથી જ્યારે અમારા કોઈ નેતા ગુમાવ્યા હોય અમે અમારા પ્રિય નેતાના મૃત્યુને ભૂલીશું નહીં અને ભવિષ્યની પેઢીઓને પણ જણાવીશું કે અમેરિકા અને ઇઝરાયલે અમારા નેતાની કેવી રીતે વિશ્વાસઘાતથી હત્યા કરી હતી, મુસ્લિમોનો શિયા વર્ગ હંમેશા પ્રિય નેતાના માર્ગ પર ચાલ્યો છે અને હંમેશા હંમેશા પીડિતો માટે અવાજ ઉઠાવતા રહીશું હત્યા ફક્ત એટલા માટે કરવામાં આવી કારણ કે તેમણે પેલેસ્ટાઇનમાં થયેલી હત્યાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો જ્યારે વિશ્વ મૌન રહ્યું હતું.
જમ્મુ અને કાશ્મીર શિયા એસોસિએશને પણ ખામેનીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. સંગઠને એક નિવેદનમાં કહ્યું હતું કે, “અમે ઇમામ ખામેનીના પરિવારના સભ્યોની શહાદત પર શોક વ્યક્ત કરીએ છીએ. અમારી પ્રાર્થના નેતા અને ઈરાનના લોકો સાથે છે.”
આમ ભારતમાં વસતા શિયા મુસલમાન વર્ગમાં ભારે રોષ જોવા મળ્યો અને ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં અમેરિકા અને ઈઝરાયેલ સામે વિરોધ પ્રદર્શન થયા હતા.
■ મહેબૂબા મુફ્તી અને મીરવાઇઝે પણ હુમલાની નિંદા કરી હતી.
મહત્વનું છે કે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ઈરાન પર કરવામાં આવેલા ઇઝરાયલ-અમેરિકન હુમલાઓની ખમેનીના મોતના આગલા દિવસે જ ટીકા કરી હતી, શનિવારે, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યુ હતું કે, “ઈરાન અને તેના લડાયક લોકો માટે પ્રાર્થના, જેઓ ઈઝરાયલ દ્વારા વધુ એક આક્રમણનો સામનો કરી રહ્યા છે.
એક રાષ્ટ્ર જે લાંબા સમયથી મુસ્લિમ વિશ્વમાં એક શક્તિશાળી અવાજ રહ્યું છે, તે તેના અટલ વિશ્વાસ અને અડગ વિશ્વાસથી શક્તિ મેળવે છે. કોઈ પણ મિસાઈલ કે ધમકી તેની સાર્વભૌમત્વને ખતમ કરી શકતી નથી કે તેનું મનોબળ તોડી શકતી નથી. અલ્લાહના આશીર્વાદ ઈરાન પર રહે, તેના લોકોને હિંમત અને ધૈર્ય આપે, અને તેના સર્વોચ્ચ નેતા અલી ખામેનીને શાણપણ અને શક્તિથી માર્ગદર્શન આપે.”જોકે,કમનસીબે આજે અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં ખામીનીનું મોત થઈ જતા સૌ વ્યથિત નજરે પડ્યા હતા.
■ લાલ ચોક ખાતે લોકો બેનરો લઈ એકઠા થયા અને અમેરિકા-ઈઝરાયેલ વિરુદ્ધ નારા લગાવ્યા
અલી ખામેનીના મૃત્યુ બાદ જમ્મુ અને કાશ્મીરના લાલ ચોક ખાતે મોટી ભીડ એકઠી થઈ હતી. પુરુષો અને યુવાનોના હાથમાં અલી ખામેનીના ફોટા હતા,કાશ્મીરમાં વિવિધ ભાગોમાં લોકોમાં ગુસ્સો જોવા મળ્યો. કાશ્મીરમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ જોવા મળી હતી. લોકો મોટી સંખ્યામાં પોતાના ઘર છોડીને રસ્તાઓ અને ઇમામબારામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.





