
IRCTC ની વેબસાઇટ આજે સવારે બે કલાક માટે ઠપ થઈ ગઈ હતી. હાલ વેબસાઈટને ઠીક કરવાામાં આવી છે. જો કે વેબસાઈટ ઠપ થતાં લોકોમાં રોષ ભભૂક્યો હતો. વેબસાઈટનું સર્વર ડાઉન થઈ જતાં ઉપયોગકર્તાઓ ગુચવાયા હતા.
સર્વર ડાઊન
IRCTCની વેબસાઈટ તત્કાલ ટિકિટ બુકિંગ સમયે જ IRCTC સાઈટ બંધ થઈ ગઈ હતી. વેબસાઈટ બંધ થયા બાદ તત્કાલ ટિકિટ બુક કરાવનારાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકો પોતાનો રોષ ઠાલવ્યો હતો. લોકો IRCTCને ટેગ કરીને ઘણા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે. જો કે હાલ આ વેબસાઈટ યોગ્ય રીતે શરુ કરી દેવામાં આવી છે.
વેબસાઈટમાં શુ લખેલું આવતું
IRCTCની વેબસાઈટ પર લખેલા નોટિફિકેશન મુજબ, ‘મેન્ટેનન્સ એક્ટિવિટીને કારણે હાલમાં ઈ-ટિકિટિંગ સેવા ઉપલબ્ધ રહેશે નહીં. કૃપા કરીને પછી પ્રયત્ન કરો.’ આ સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, ‘ટિકિટ/ફાઈલ TDR રદ કરવા માટે, કૃપા કરીને કસ્ટમર કેર નંબર 14646,08044647999 અને 08035734999 પર કોલ કરો અથવા etickets@irctc.co.in પર મેઇલ કરો.’
પહેલા પણ થઈ હતી વેબસાઈટ ઠપ
તાજેતરમાં પણ IRCTC વેબસાઈટ માં ખામી સર્જાતાં ટિકિટ બૂક કરવામાં મુશ્કેલી પડી હતી. જો કે બીજીવાર પણ આ જ સ્થિત સર્જાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.