Israel: “હીરો ઘોઘે જઈ આવ્યો ડેલે હાથ દઈ આવ્યો!” મોદીજીની ઈઝરાયેલ મુલાકાત માટે જુઓ વિશ્લેષકો શુ કહે છે!? ખાસ અહેવાલ

Israel: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફેબ્રુઆરી ૨૦૨૬માં થયેલી ઇઝરાયેલ યાત્રા ભારત માટે વિશ્લેષકો જુદાજુદા મંતવ્યો ધરાવે છે જેમાં વિશ્લેષણ એવું પણ છે કે ભારતની વિદેશ યાત્રા હંમેશા ડોમેસ્ટિક રાજકીય ફાયદા જોવામાં આવે છે પણ આંતરરાષ્ટ્રીય લેવલે ભારતનું સ્ટેન્ડ જોવામાં આવતું નથી આવું વરીષ્ઠ પત્રકાર રાજેશ ઠાકર કહે છે તેઓએ જણાવ્યું કે અગાઉની ‘હાઉડી મોદી’ અબકી બાર ટ્રમ્પ સરકાર કે વિદેશમાં ટ્રમ્પના હાથમાં હાથ નાખી છવાઈ જવું વગરે તેજ રીતે જીપનિંગ સાથે ઝુલા જુલવા જ્યારે શ્રીલંકા હોય કે નેપાળ,બાંગ્લાદેશ કે પછી ઇઝરાયેલ હોય બધેજ ત્યાંના નેતાઓ મોદી સાથે કેટલા સહજ છે તે દેખાવ ઉભો કરાય છે પણ ઇન્ટરનેશનલ લેવલે જે કૂટનીતિ હોય તેનું ધ્યાન અપાતું નથી.જેનાથી કોઈ મજબૂત કૂટનીતિ બનતી નથી અને આજ દેશો પાછળથી ભારતની કોઈ ઈજ્જત રાખતા નથી,રહી વાત વેપાર કે કરાર ની તો તે એક સામાન્ય રીતે નક્કી થયેલા બીઝનેસ કરારનો એક ભાગ હોય છે.

બીજી તરફ વિદેશ મંત્રાલયની દ્રષ્ટીએ ઇઝરાયેલની પ્રધાનમંત્રીની મુલાકાત વ્યૂહાત્મક અને આર્થિક રીતે અત્યંત મહત્વપૂર્ણ રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મુલાકાતના મુખ્ય પરિણામોમાં સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એટલે કે ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોને હવે ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોર પીસ, ઇનોવેશન એન્ડ પ્રોસ્પેરિટી’ નો દરજ્જો આપવામાં આવ્યો છે.સંરક્ષણ અને સુરક્ષા: બંને દેશો વચ્ચે આશરે ૭૧,૦૦૦ કરોડ રૂપિયાના સંરક્ષણ કરાર અંગે ચર્ચા થઈ છે. ભારત ઇઝરાયેલ પાસેથી અત્યાધુનિક મિસાઇલો અને ડ્રોન ખરીદવા તેમજ સંરક્ષણ ટેકનોલોજીના સંયુક્ત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.૨૭ મહત્વના કરારો અને જાહેરાતો: આ યાત્રા દરમિયાન કુલ ૨૭ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સાયબર સિક્યોરિટી, ખેતી, અને શિક્ષણ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

રોજગારીની તકોમાં આગામી ૫ વર્ષમાં ઇઝરાયેલમાં ૫૦,૦૦૦ ભારતીય કામદારોને રોજગારી મળે તે માટેનો માર્ગ મોકળો થયો છે.
ટેકનોલોજી અને ડિજિટલ પેમેન્ટ: હવે ઇઝરાયેલમાં પણ ભારતીય UPI ચાલશે, જેનાથી ડિજિટલ પેમેન્ટ અને પ્રવાસનમાં સરળતા રહેશે.કૃષિ અને જળ વ્યવસ્થાપન: ‘ઇન્ડિયા-ઇઝરાયેલ ઇનોવેશન સેન્ટર ફોર એગ્રીકલ્ચર’ (IINCA) ની સ્થાપના કરવામાં આવશે, જે આધુનિક ખેતી અને પાણીના સુચારુ ઉપયોગ માટે કામ કરશે.વૈશ્વિક સન્માન: પીએમ મોદીને ઇઝરાયેલી સંસદ (નેસેટ) નું ‘સર્વોચ્ચ સન્માન’ એનાયત કરવામાં આવ્યું હતું, જે આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ વૈશ્વિક નેતા બન્યા છે.

આ મુલાકાતથી ભારતને નવી ટેકનોલોજી, સંરક્ષણ સાધનો અને આર્થિક રોકાણ ક્ષેત્રે મોટો ફાયદો થશે તેમ કહેવું છે ત્યારે આ મુદ્દા ઉપર વરીષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે પોતાના મંતવ્ય રજૂ કરી આખી વાતને વિસ્તુત રીતે સમજાવી છે.સિનિયર પત્રકાર મયુર જાની ઓફિશ્યલ તેઓએ વિસ્તુત છણાવટ કરી છે,જુઓ વિડીયો

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • Related Posts

    પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
    • April 28, 2026

    ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

    Continue reading
    PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
    • April 27, 2026

    PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

    • September 15, 2026
    • 3 views
    IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

    Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

    • September 15, 2026
    • 4 views
    Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

    Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

    • September 15, 2026
    • 4 views
    Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

    Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

    • September 15, 2026
    • 7 views
    Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

    Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

    • September 15, 2026
    • 8 views
    Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

    Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

    • September 15, 2026
    • 5 views
    Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય