
Junagadh: જૂનાગઢમાં દર વર્ષે લીલી પરિક્રમા યોજાતી હોય છે. જો કે આ વખતે કમોસમી વરસાદ ભક્તોની આશા પર પાણી ફેરવી શકે છે. કારણ કે ગુજરાતના ખૂણે ખૂણે ભારે વરસાદ ખાભક્યો છે. ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. ત્યારે હવે ભક્તોમાં પણ નિરાશા ઉભી કરે તેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢમાં 2 નવેમ્બરથી શરુ થનારી ગિરનારની લીલી પરિક્રમાને અનેક અટકળો ઉભી થઈ છે. વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે. ગિરનાર રસ્તુઓ કાદવ કીચડવાળા થઈ ગયા છે. જેથી ભક્તોએ લીલી પરિક્રમા કરવી કપરી પડી શકે છે.
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હાલ જંગલના રસ્તા પર વાહનો જઈ શકે તેવા રહ્યા નથી. તમામ યાત્રાળુઓ તેમજ અન્નક્ષેત્ર અને ઉતારા મંડળને રૂટ પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. તંત્રએ અપીલ કરી છે કે જ્યાં સુધી લીલીઝંડી ન મળે ત્યાં સુધી પ્રવેશ ન કરવો. આજે 31 ઓક્ટોબરે પરિક્રમા ચાલુ કરવી કે રદ કરવી તે અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવશે. કારણે વરસાદી વાતાવરણમાં જાનહાનિ પણ થઈ શકે છે.
તોફાની વરસાદન કારણે પરિક્રમાનો રૂટ ધોવાઈ ગયા
ઉલ્લેખનીય છે ગિરનારની લીલી પરિક્રમામાં દર વર્ષે પરિક્રમા માટે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. તંત્ર દ્વારા તડામાર તૈયારી શરુ કરવામાં આવી હતી. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. જો કે એકાએક પડેલા કમોસમી વરસાદમાં 36 કિમી રુટ ધોવાઈ ગયો હોવાનું તંત્રએ જણાવ્યું છે. વન વિભાગના અધિકારીના મતે ભારે વાહનો જઈ શકે એમ નથી. જો વાહનો લઈ જવામાં આવે તો ફસાઈ જવાની સંભાવના છે. પરિક્રમા શરૂ થાય એ પહેલા અન્નક્ષેત્ર ચલાવતા લોકો વ્યવસ્થા માટે અંદર જતા હોય છે, પરંતુ હાલ તેમને જ્યાં સુધી તંત્ર તરફથી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી અંદર ન જવા અપીલ કરવામાં આવી છે.
ત્યારે આજે જૂનાગઢનું વિહીવટ તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો:
Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ
Bihar Politics: ‘મોદી-નિતશકુમારની સરકાર બે-ત્રણ અરબપતિઓ માટે’, રાહુલ ગાંધીનો પલટવાર








