
ગુજરાતમાં વારંવાર દુષ્ટકૃત્યોની ઘટનાઓ સામે આવી રહી છે. નરાધમોને કાયદાનો ડર રહ્યો જ ન હોય તે રીતે કુકર્મો કરતાં જરાય ખચકતાં નથી. ત્યારે સરકારની મહિલા સુરક્ષાની વાત પર પાણી ફરી વળતું જોવા મળી રહ્યું છે. જૂનાગઢમાં એક શખ્સે મહિલાના જ ઘરમાં ઘૂસી બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઈ છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક ગામની મહિલા પર બળાત્કાર ગુજારાયો છે. ગામના જ રણજિત પરમાર નામના ઈસમે તાંત્રિક વિધિના બહાને મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. ફરિયાદ મુજબ મજૂરી કામ કરતી મહિલાની રણજિત પરમાર સાથે મુલાકાત થઈ હતી. મહિલાએ ઘરમાં સુખ-શાંતિ અને ધંધાની વૃદ્ધિ માટે તાંત્રિક વિધિ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગત શુક્રવારે રાત્રે 10 વાગ્યે આરોપી રણજિત પરમાર મહિલાના ઘરે પહોંચ્યો હતો. તેણે દીવો પ્રગટાવ્યા બાદ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો અને મહિલાને થપ્પડો મારી હતી.
બાદમાં આરોપીએ મહિલા પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું અને જો કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દુષ્ટકૃત્ય આચર્યા બાદ આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
ભોગ બનનાર મહિલાએ કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પરિવાર સાથે જઈ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી રણજિત પરમાર વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાતના લોકોને સરકાર ફ્રીમાં કુંભમેળાની યાત્રા કરાવે: ઈસુદાન ગઢવી